ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન જોશ ઈંગ્લિસે જબરદસ્ત સદી ફટકારી. જોશ ઈંગ્લિસે માત્ર 90 બોલમાં સદી ફટકારી હતી ઘણા રેકોર્ડ પણ તોડ્યા.
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ ક્રિકેટ સિરીઝ
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ગાલેમાં રમાઈ રહી છે. 29 જાન્યુઆરીથી શરૂ થયેલી મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન જોશ ઈંગ્લિસે જબરદસ્ત સદી ફટકારી હતી. તેણે માત્ર 90 બોલમાં સદી ફટકારી હતી જેમાં 10 ચોગ્ગા અને 1 ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો.
જોશ ઈંગ્લિસની કારકિર્દીની પ્રથમ મેચ
જોશ ઇંગ્લિસે આ ટેસ્ટ સાથે પોતાની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ કેરીયરની શરૂઆત કરી હતી અને પોતાની પ્રથ ટેસ્ટમાં તોફાની સદી ફટકારીને રેકોર્ડસ પણ બનાવ્યા છે. તેણે પોતાની કારકિર્દીની પહેલી જ મેચમાં સદી ફટકારવાની મોટી સિદ્ધિ મેળવી છે. કારકિર્દીની પહેલી જ મેચમાં સદી ફટકારનાર તે 21મો ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો. સાથે સાથે ઈંગ્લિશ ડેબ્યૂ કારકિર્દીની પહેલી જ ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર વિકેટકીપર-બેટ્સમેન પણ બની ગયો છે. જો કે તેમ છતાં તે એક ભારતીય ખેલાડીનો રેકોર્ડ નહોતો તોડી શક્યો.
It's a century on Test debut for Josh Inglis!
— 7Cricket (@7Cricket) January 30, 2025
From just 90 balls, with 10 fours and a six, Inglis is the first Australian to make a century on Test debut since Adam Voges in 2015 #SLvAUS pic.twitter.com/yFCXF74UK9
‘ગબ્બર’નો રેકોર્ડ ન તોડી શક્યો ઇંગ્લિસ
જોશ ઇંગ્લિશે શ્રીલંકા સામે 94 બોલમાં 102 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 90 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ કેરીયરની પ્રથમ ટેસ્ટમાં સૌથી ઝડપી સદી સાથે વિકેટકીપર-બેટ્સમેન બની ગયો પરંતુ ભારતીય ટીમમાં ગબ્બર તરીકે પ્રખ્યાત શિખર ધવનનો રેકોર્ડ તોડી શક્યો નહોતો.

ધવને તેની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કેરીયરની પ્રથમ ટેસ્ટમાં માત્ર 85 બોલમાં સદી ફટકારી હતી અને સૌથી ઝડપી સદી બેટ્સમેન બની ગયો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે જ આ સિદ્ધિ મેળવી હતી. ઈંગ્લિશ હવે આ રેકોર્ડમાં બીજા ક્રમે આવી ગયો છે. ઇંગ્લિશ પછી ડ્વેન સ્મિથ છે, જેણે 93 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે પૃથ્વી શૉએ તેની ડેબ્યૂ ટેસ્ટમાં 99 બોલમાં સદી ફટકારી હતી.
તક મળતા જ ઝડપી ઈંગ્લિશે
ઈંગ્લિશ ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં તકની રાહ જોઈ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈંગ્લિશ ઓસ્ટ્રેલિયન ટીમનો સભ્ય હતો, તેણે ફિલ્ડિંગ તો કરી પરંતુ તેને મેચ રમવાની તક ન મળી. હવે શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાં તક મળતાની સાથે જ તેણે સદી ફટકારી તકનો પુરો લાભ ઉઠાવ્યો. સૌથી મોટી વાત એ છે કે તેણે આ રેકોર્ડ તેના માતા-પિતાની સામે કર્યો હતો. પોતાના પુત્રને આવડુ મોટું પરાક્રમ કરતાં જોઈને બંને ઊભા થઈ ગયા હતા અને તાળીઓ પાડીને વધાવી લીધો હતો.

ઑસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં
આ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરી રહેલા સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરતા કાંગારૂ ટીમે રનનો પહાડ ઉભો કરી દીધો હતો. ઉસ્માન ખ્વાજાએ 352 બોલમાં 232 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન સ્મિથે 141 રન અને ઇંગ્લિશે 102 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોના દમ પર ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 600થી વધુ રન બનાવી ટેસ્ટ ઉપર મજબૂત પકડ મેળવી લીધી છે.