પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ બ્યુરોએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન ISKP (ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત) તરફથી સંભવિત ખતરા અંગે ચેતવણી જારી કરી છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ISKPએ આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં વિદેશી નાગરિકોનું અપહરણ કરવાની યોજના બનાવી છે, ખાસ કરીને ચીની અને આરબ નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, ISKP એ વિદેશીઓ દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતા વિસ્તારો, જગ્યાઓ જેવી કે બંદરો, એરપોર્ટ અને પર નજર રાખવાનું શરૂ કર્યું છે. આતંકી જૂથ ISKPએ અપહરણ કરાયેલા નાગરિકોને શહેર બહાર કેમેરાની દેખરેખથી દૂર અને સલામત હોય તેવા ગૃહોમાં રાખવાની યોજના બનાવી છે. આ સ્થળો હોઈ શકે છે જ્યાં ફક્ત રિક્ષા અથવા મોટરસાઈકલ દ્વારા જ પહોંચી શકાય. ISKP પ્લાન અપહરણ કરાયેલ વ્યક્તિઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ રાતના સમયે ખસેડવાનો છે જેથી સુરક્ષા દળોથી બચી શકાય.

પાકિસ્તાનના સુરક્ષા પડકારો
પાકિસ્તાનમાં દશકો બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈવેન્ટ યોજાઇ રહી છે ત્યારે આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે તેને સુરક્ષિત રાખવાની પાકિસ્તાનની ક્ષમતાને લઈને સમગ્ર ક્રિકેટ વિશ્વ ચિંતાનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન પર ભૂતકાળમાં વિદેશી નાગરિકો પર હુમલાઓ થયેલા છે. 2024માં શાંગલામાં ચીની એન્જિનિયરો પર અને 2009માં લાહોરમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પરનો હુમલો મુખ્ય ઘટનાઓ ગણી શકાય છે. આ ઘટનાઓ તરફ નજર કરતા પાકિસ્તાનની સુરક્ષા તૈયારીઓ પર પ્રશ્નો ઉભા થયા છે.
Intel warns of possible ISKP attack at Champions Trophy in #Pakistan. News9's @AdityaRajKaul gives more details@sriya_kundu #ChampionsTrophy2025 pic.twitter.com/sSTH4NbEFn
— News9 (@News9Tweets) February 24, 2025
અફઘાનિસ્તાનની જાસૂસી સંસ્થા તરફથી એલર્ટ મેસેજ
અફઘાનિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી (GDI) એ અધિકારીઓને ISKP દ્વારા મુખ્ય સ્થાનો પર હુમલાઓ થઈ શકે છે તેવી ચેતવણી આપી છે. તેમણે આતંકી જૂથ સાથે સંકળાયેલા ગુમ થયેલા આતંકીઓને શોધવાના પ્રયાસો તેજ કર્યા છે. વર્ષ 2024માં, ISKP સંલગ્ન અલ આઝમ મીડિયાએ 19-મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ક્રિકેટને મુસ્લિમો વિરુદ્ધ બૌદ્ધિક યુદ્ધનું પશ્ચિમી દેશોના હથિયાર તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
વિડીઓમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ક્રિકેટ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે અને ઇસ્લામિક જેહાદી વિચારધારાથી વિપરીત પ્રચાર કરે છે. તેમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને ટેકો આપવા બદલ તાલિબાનની ટીકા કરવામાં આવી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની આશાનો અંત?
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. 2017ના વિજેતા પાકિસ્તાન તેમની શરૂઆતની બે મેચ, પહેલા ન્યુઝીલેન્ડ સામે અને 23 ફેબ્રુઆરીએ ભારત સામે 6 વિકેટે હારી ચૂક્યું છે. હવે પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચવા માટે કોણ હારે અને કોણ જીતે એવી ગણતરી ઉપર આધારિત આશાઓ રાખી રહ્યું છે.