ભારતીય મહિલા ટીમે ખો-ખો (Kho-Kho) વર્લ્ડ કપ 2025 (World Cup) ની ફાઇનલમાં નેપાળની ટીમને 78-40થી હરાવીને ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ખો-ખો (Kho-Kho) વર્લ્ડ કપનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતે આ પ્રથમ વિશ્વ કપ પોતાના નામે કરી દીધો છે. ફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી નેપાળને જોરદાર રીતે હરાવ્યું. ભારતીય મહિલા ખેલાડીઓએ પહેલા જ ટર્નથી મેચમાં વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યું હતું.
ભારતીય મહિલા ટીમે શરૂથી જ મોટી લીડ મેળવી
ભારતીય મહિલા ટીમે પહેલા ટર્નમાં એવું જબરદસ્ત આક્રમણ કર્યું જેને નેપાળના ડિફેન્ડર્સ લેશમાત્ર રોકી શક્યા નહીં અને ભારતે 34-0ની શરૂઆતી લીડ મેળવી, બસ અહીંથી જ મેચ ભારતીય મહિલા ટીમના નિયંત્રણમાં આવી ગઈ. પ્રિયંકા ઈંગલેની આગેવાની હેઠળની ભારતીય ટીમે નેપાળને એક તક આપી નહોતી.
બીજા ટર્નમાં જ્યારે નેપાળની ટીમનો આક્રમણ કરવાનો વારો આવ્યો ત્યારે ભારતીય મહિલા ટીમે તેમને લીડ મેળવવા દીધી નહિ અને નેપાળને માત્ર સરસાઈ ઘટાડીને સંતોષ માનવો પડ્યો હતો. બીજા વળાંક બાદ સ્કોર 35-24 હતો.
👸 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲 𝐦𝐚𝐝𝐞 🇮🇳🏆
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) January 19, 2025
Congratulations to #TeamIndia women for claiming the 𝐟𝐢𝐫𝐬𝐭-𝐞𝐯𝐞𝐫 𝐊𝐡𝐨 𝐊𝐡𝐨 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 👏#KhoKhoWorldCup #KKWC2025 #TheWorldGoesKho #Khommunity #KhoKho #KKWCWomen pic.twitter.com/tqlBPbTIdc
અજેય લીડ
ભારતે ત્રીજા ટર્નમાં વધુ 38 પોઈન્ટ બનાવ્યા અને 49 પોઈન્ટની અજેય લીડ મેળવી લીધી હતી. નેપાળની રમત જોતા 49 પોઈન્ટની વિશાળ લીડનો તેની પાસે કોઈ તોડ નહોતો, એવું લાગી રહ્યું હતું કે નેપાળની ટીમે ભારતીય ખેલાડીઓ સામે શરણાગતિ સ્વીકારી લીધી છે.
નેપાળની મહિલા ખો-ખો (Kho-Kho) ટીમે છેલ્લા ટર્નમાં આક્રમણ તો જબરદસ્ત કર્યું પરંતુ ફક્ત 16 પોઈન્ટ જ મેળવી શકી અને ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40ના જંગી સ્કોરથી હરાવી ખો-ખોના પ્રથમ વિશ્વ કપ ઉપર કબ્જો જમાવી દીધો.
India won & showed the world how it’s done. Definitely a victory for the books! 🎉🇮🇳🔥#TheWorldGoesKho #KhoKhoWorldCup #KKWC2025 pic.twitter.com/3CHEJqjP4D
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) January 19, 2025
ભારતીય મહિલા ટીમે આખી ટુર્નામેન્ટમાં અજેય રહી વિશ્વ કપ જીત્યો
સમગ્ર ખો-ખો (Kho-Kho) વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમ અને નેપાળની મહિલા ટીમ ફાઈનલ સુધી એક પણ મેચ હારી નહોતી. પોતાની પ્રથમ મેચમાં જ ભારતીય મહિલા ટીમે દક્ષિણ કોરિયાને 175-18થી હરાવીને 157 પોઈન્ટથી વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ભારતીય મહિલા ટીમે ઈરાન સામે જબરદસ્ત રમતનું ઉદાહરણ રજૂ કરતા મેચ 100-16થી જીતી લીધી. ભારતે તેની છેલ્લી મેચમાં મલેશિયાને 100-20થી હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલ મેચ 66-16થી જીતી હતી. હવે ફાઈનલ જીત્યા બાદ ભારતીય મહિલા ટીમ સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહી છે.