ICC
Spread the love

પાકિસ્તાનમાં આવતા મહિને ફરીથી ICCની એક મોટી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે જોકે આ ટુર્નામેન્ટની મોટી વાત એ છે કે ભારત સહિત અન્ય 6 દેશ આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમશે નહી. 14 માર્ચે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ ટુર્નામેન્ટ લાહોરના ગદ્દાફી સ્ટેડીયમ અને લાહોર સિટી ક્રિકેટ એસોસિએશન (LCCA) મેદાન એમ બે મેદાન પર રમાશે. પ્રથમ મેચ 9મી એપ્રિલે અને ફાઇનલ 19મી એપ્રિલે રમાશે. આ ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેશે જેમાંથી બે ટીમો ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારી મુખ્ય સ્પર્ધા માટે ક્વોલિફાય થશે.

ICCની પાકિસ્તાનમાં યોજાનારી ટુર્નામેન્ટમાં કયા દેશો નહી રમે?

ICC એ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા ICC મહિલા ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટના કાર્યક્રમની ઘોષણા કરી છે. પાકિસ્તાનમાં યોજાનારી ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યજમાન ભારત પહેલાથી જ ICC મહિલા ચેમ્પિયનશિપ (2024-25)માં ટોચના 6માં સ્થાન મેળવીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી ચૂક્યા હોવાથી રમશે નહી. આ ટુર્નામેન્ટમાં ટોચના બે સ્થાન મેળવનારા દેશ આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમાં રમાનારા આગામી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.

કયા કયા દેશો રમશે આ ટુર્નામેન્ટમાં?

મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ચાર પૂર્ણ સભ્ય રાષ્ટ્રો બાંગ્લાદેશ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સાથે એસોસિએટ્સ રાષ્ટ્રો સ્કોટલેન્ડ અને થાઈલેન્ડ સાથે સ્પર્ધા કરશે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે. બાંગ્લાદેશ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો આઈસીસી મહિલા ચેમ્પિયનશિપમાં સાતમાથી દસમા સ્થાને રહીને ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે જ્યારે થાઈલેન્ડ અને સ્કોટલેન્ડે 28 ઓક્ટોબર 2024 સુધી ICC મહિલા ODI ટીમ રેન્કિંગમાં આગામી બે શ્રેષ્ઠ સ્થાનો મેળવીને આ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે.

ICC મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025 નો કાર્યક્રમ

  • 9 એપ્રિલ: પાકિસ્તાન વિરુદ્ધ આયર્લેન્ડ ગદ્દાફી સ્ટેડિયમ (d) અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સ્કોટલેન્ડ LCCA (ડે)
  • 10 એપ્રિલ: થાઈલેન્ડ વિ બાંગ્લાદેશ LCCA (ડે)
  • 11 એપ્રિલ: પાકિસ્તાન વિરુદ્ધ સ્કોટલેન્ડ LCCA (d) અને આયર્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ ગદ્દાફી સ્ટેડિયમ (ડે)
  • 13 એપ્રિલ: સ્કોટલેન્ડ વિ થાઈલેન્ડ એલસીસીએ (ડે) અને બાંગ્લાદેશ વિ આયર્લેન્ડ ગદ્દાફી સ્ટેડિયમ (ડે/નાઈટ)
  • એપ્રિલ 14: પાકિસ્તાન વિ વેસ્ટ ઈન્ડિઝ ગદ્દાફી સ્ટેડિયમ (ડે/નાઈટ)
  • 15 એપ્રિલ: થાઈલેન્ડ વિ આયર્લેન્ડ એલસીસીએ (ડે) અને સ્કોટલેન્ડ વિ બાંગ્લાદેશ ગદ્દાફી સ્ટેડિયમ (ડે/નાઈટ)
  • એપ્રિલ 17: બાંગ્લાદેશ વિ વેસ્ટ ઈન્ડિઝ એલસીસીએ (ડે) અને પાકિસ્તાન વિ થાઈલેન્ડ ગદ્દાફી સ્ટેડિયમ ખાતે (ડે/નાઈટ)
  • 18 એપ્રિલ: આયર્લેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ ગદ્દાફી સ્ટેડિયમ (ડે/નાઈટ)
  • એપ્રિલ 19: ગદ્દાફી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન વિ બાંગ્લાદેશ એલસીસીએ (ડે) અને વેસ્ટ ઈન્ડિઝ વિ થાઈલેન્ડ (ડે/નાઈટ)

Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *