Video
Spread the love

Video: IPL 2025 માં શાનદાર પ્રદર્શન બાદ, લખનૌ સુપર જાયન્ટ્સના સ્ટાર ખેલાડી દિગ્વેશ રાઠીએ સતત 5 વિકેટ લઈને સમગ્ર ક્રિકેટ વિશ્વમાં આશ્ચર્ય ફેલાવી દીધુ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઇન્ડિયન પ્રીમિયર લીગની દરેક સીઝન ક્રિકેટ વિશ્વને નવા સ્ટાર ખેલાડીઓ આપે છે. IPL 2025 માં, દિગ્વેશ રાઠી તેની જોરદાર બોલિંગ અને નોટબુક ઉજવણીને કારણે ચર્ચાનો વિષય બન્યો હતો.

રાઠીએ IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા 13 મેચોમાં 14 વિકેટ ઝડપી હતી અને કેટલાક મહત્વપૂર્ણ પ્રસંગોએ વિકેટ ઝડપી હતી. દિગ્વેશ રાઠી ભારતમાં પ્રાદેશિક સ્તરની ટુર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે, તજેતરમાં જ એક મેચમાં તેણે 5 બોલમાં 5 વિકેટ ઝડપી હતી.

દિગ્વેશ રાઠીના અદ્ભુત પ્રદર્શનનો વિડીયો (Video)

લખનૌ સુપર જાયન્ટ્સે તેના ઓફિશિયલ X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં (Video) જોઈ શકાય છે કે દિગ્વેશ રાઠી 5 બોલમાં પાંચ વિકેટ ઝડપી છે. દિવ્યેશનું પ્રદર્શન જોઈ LSG ટીમના માલિક સંજીવ ગોયન્કા પણ તેમની સિદ્ધિ પર પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શક્યા નહીં અને તેમણે પણ વિડીયો (Video) શેર કર્યો હતો.

સંજીવ ગોયેન્કાએ સોશિયલ મીડિયા પર દિગ્વેશ રાઠીની સિદ્ધિનો વિડીયો (Video) શેર કરતા પ્રતિક્રિયા આપતા લખ્યું, “દિગ્વેશ રાઠીએ પ્રાદેશિક સ્તરની T20 ટુર્નામેન્ટમાં 5 બોલમાં 5 વિકેટ ઝડપી તે વિડીયો જોતા અભિભૂત થઈ ગયો. આ તે પ્રતિભાની એક ઝલક છે જેણે તેને IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સનો ઉભરતો સ્ટાર બનાવ્યો છે.”

દિગ્વેશ રાઠીએ આ મેચમાં કુલ 7 વિકેટ ખેરવી હતી. આ વીડિયોમાં લીગનું નામ નથી, પરંતુ સંજીવ ગોયેન્કાની પોસ્ટમાં જણાવાયું છે કે આ વીડિયો (Video) સ્થાનિક/પ્રાદેશિક ટુર્નામેન્ટનો છે. આ મેચમાં સળંગ પાંચ બોલમાં રાઠીએ 5 વિકેટ ખેરવી હતી, જેમાંથી ચાર બેટ્સમેન ક્લીન બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે IPL 2025 માં દિગ્વેશ રાઠી પર નોટબુક સેલિબ્રેશન માટે એક મેચનો પ્રતિબંધ અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

લખનૌ સુપર જાયન્ટ્સ IPL 2025 ટુર્નામેન્ટમાં 14 મેચ રમીને માત્ર 6 જીત નોંધાવી શક્યું હતું. આમ LSG ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને રહી હતી. આ ટુર્નામેન્ટમાં LSG કેપ્ટન ઋષભ પંતના વ્યક્તિગત પ્રદર્શન અને તેની કેપ્ટનશીપની પણ ભારે ટીકા થઈ હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *