Cricket
Spread the love

ક્રિકેટ (Cricket) મેચ દરમિયાન ઘણી વખત અઘટિત ઘટના બનતી રહે છે. તાજેતરમાં તમિલનાડુ પ્રીમિયર લીગમાં, ચેપોક સુપર ગિલીઝે નેલ્લાઈ રોયલ કિંગ્સને 41 રનથી હરાવ્યું. આ મેચમાં બેટ્સ્મેમેન કે આશિકનું બેટ ફટકો મારતી વખતે તૂટી ગયું અને બોલર ઈમેન્યુઅલ ચેરિયનને વાગ્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈન્ડિયન પ્રીમિયર લીગના (IPL 2025)અંત પછી હાલમાં દેશમાં ઘણી ટી20 લીગ ક્રિકેટ (Cricket) ટુર્નામેન્ટ્સ ચાહકોનું મનોરંજન કરી રહી છે. એમાંની એક તમિલનાડુ પ્રીમિયર લીગમાં ઘણી વિસ્ફોટક મેચ જોવા મળી રહી છે અને વિવાદો પણ સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) સ્ટાર સ્પિનર ​​આર. અશ્વિનને મહિલા અમ્પાયર સાથે ઝઘડો કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટની મેચમાં એક એવો દ્રશ્ય જોવા મળ્યો જેણે ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. બેટ્સમેને ફટકો મારતાની સાથે જ બેટના બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

સોમવાર, 9 જૂનના રોજ કોઈમ્બતુરના એસએનઆર કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ (SNR College Cricket Ground) ખાતે તમિલનાડુ પ્રીમિયર લીગ ક્રિકેટ (Cricket) મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની. ચેપોક સુપર ગિલીઝે નેલ્લાઈ રોયલ કિંગ્સને 41 રનથી હરાવ્યું હતું.

ચેપોક સુપર ગિલીસે તેની ઇનિંગ્સમાં 212 રન બનાવ્યા જેમાં 7 વિકેટ પડી ગઈ. ઓપનર કે આશિકે 38 બોલમાં 54 રન બનાવ્યા. વિજય શંકરે અણનમ 47 રન, સ્વપ્નિલ સિંહે 45 રન અને કેપ્ટન અપરાજિતે 41 રન બનાવ્યા. મેચ દરમિયાન ફટકો મારતી વખતે કે આશિકનું બેટ તૂટીને બે ટુકડા થઈ ગયું હતુ અને એક ટુકડો બોલર ઇમેન્યુઅલ ચેરિયનને વાગ્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચાલુ ક્રિકેટ (Cricket) મેચમાં બની વિચિત્ર ઘટના

આ વિચિત્ર ઘટના ચોથી ઓવરમાં બની જ્યારે આશિકે ચેરિયનના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર જ્યારે તેણે બીજો મોટો ફટકો મારવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેનું બેટ વચ્ચેથી તૂટીને બે ટુકડા થઈ ગયું અને તૂટેલો એક ટુકડો ઉડીને બોલરને વાગ્યો હતો. બોલને મિડ-ઓફ ફિલ્ડર તરફ જતો હતો તેથી શરૂઆતમાં કેમેરા તે તરફ બોલને ફોલો કરી રહ્યો હતો પરંતુ રિપ્લેમાં તૂટેલું બેટ ચેરિયન તરફ જતું જોઈ શકાતુ હતુ.

ચેપોક સુપર ગિલીઝના 7 વિકેટે 212 રનના જવાબમાં, નેલ્લાઈ રોયલ કિંગ્સ ફક્ત 171 રન બનાવી શક્યું અને 9 વિકેટ ગુમાવી દીધું. ટીમના કેપ્ટન અને ઓપનર અરુણ કાર્તિકે 42 બોલમાં 51 રન બનાવ્યા. આ સિવાય મોહમ્મદ અદનાને 48 રન બનાવ્યા હતા પરંતુ બાકીના બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં. અભિષેક તંવરે 33 રન આપીને ૩ વિકેટ ઝડપી હતી જ્યારે 45 રન બનાવનારા સ્વપ્નિલ સિંહે 2 વિકેટ જઃઍદૅપીને મેચનું પાસુ ફેરવી નાખ્યુ હતુ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “ક્રિકેટ (Cricket) મેચ દરમિયાન થયો વિચિત્ર અકસ્માત, બેટના થઈ ગયા બે ટુકડા, બોલર માંડ માંડ બચ્યો, જુઓ વિડીયો”
  1. […] કમાલ દેખાડી હતી. ગઈકાલે રાત્રે તમિલનાડુ પ્રીમિયર લીગ 2025માં (TNPL 2025) આર. અશ્વિને 48 બોલમાં 83 રનની તોફાની અને […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *