Video
Spread the love

Video: ક્રિકેટ આમ તો જેન્ટલમેન ગેમ ગણાય છે પરંતુ ખેલાડીઓ વચ્ચે ઘણીવાર બોલાચાલી થઈ જતી હોય છે. ઘણી વખત આ બોલાચાલી ઝઘડા સુધી પહોંચે છે. વર્તમાન સમયમાં આ પ્રકારના કિસ્સાના વિડીયો વાયરલ (Viral Video) થઈ જાય છે. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. 28 મે, 2025 ના રોજ બે ખેલાડીઓ વચ્ચેની આ લડાઈ એટલી વધી ગઈ કે અમ્પાયરને પણ દરમિયાનગીરી કરવી પડી પંરતુ તેમ છતાં મામલો ઉકેલાયો નહીં.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બોલરે બેટ્સમેનને હેલ્મેટથી પકડીને બે વાર ખેંચી લીધો, જે દરમિયાન બેટ્સમેને તેને મારવા માટે બેટ પણ ઉંચુ કર્યું. આ વીડિયો (video) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ 11 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમવાની છે. આ માટે, ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને થોડા દિવસોમાં ઇંગ્લેન્ડ પહોંચશે, જ્યાં આ ટાઇટલ મેચ રમાશે. પરંતુ આ લડાઈ રાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચે નહીં પરંતુ બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ઇમર્જિંગ ટેસ્ટ દરમિયાન થઈ હતી.

બોલર અને બેટ્સમેનના ઝગડાનો વિડીયો (Video) વાયરલ

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે 4 દિવસની ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ લડાઈ 27 મેથી શરૂ થયેલી આ મેચના બીજા દિવસે થઈ હતી. શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમે પહેલા દિવસે 7 વિકેટે 242 રન બનાવ્યા હતા. બીજા દિવસે નીચલા ક્રમના બેટ્સમેનોએ પણ દક્ષિણ આફ્રિકાના બોલરોને બરાબરના ફટકાર્યા, આઠમી વિકેટ માટે 45 રન અને નવમી વિકેટ માટે 67 રનની ભાગીદારીએ બાંગ્લાદેશને સારી સ્થિતિમાં પહોંચાડ્યુ હતુ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દક્ષિણ આફ્રિકાના ઓફ-સ્પિનર ત્શેપો ન્તુલીએ 105મી ઓવર ફેંકી, પહેલા જ બોલ પર, 10મા નંબરના બેટ્સમેન મોન્ડોલ આગળ આવ્યો અને છગ્ગો ફટકાર્યો. આ દરમિયાન, બોલર બેટ્સમેન પાસે આવ્યો અને બંને વચ્ચે દલીલ શરૂ થઈ. અમ્પાયર પણ તેમની પાસે દોડી ગયા.

વીડિયોમાં (Video) જોઈ શકાય છે કે બોલર ગુસ્સામાં બેટ્સમેન તરફ આવ્યો. આ જોઈને, અમ્પાયર તેની તરફ દોડ્યો. બોલરે ગુસ્સામાં બેટ્સમેનને ધક્કો માર્યો, પછી બેટ્સમેને પણ તેને પાછળ ધકેલી દીધો. બોલરે તેના હેલ્મેટની ગ્રીલ પકડીને તેને બે વાર ખેંચી લીધો. દક્ષિણ આફ્રિકાના અન્ય ખેલાડીઓએ પણ દરમિયાનગીરી કરી. આ દરમિયાન બેટ્સમેને પણ પોતાનું બેટ હવામાં ઉંચુ કર્યું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *