ભારતીય ક્રિકેટ ટીમ (Team India) સારી રીતે જાણે છે કે હારનો બદલો વ્યાજ સાથે કેવી રીતે ચૂકવવો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) માં જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે રમશે ત્યારે 8 વર્ષ પહેલા પાકિસ્તાન સામેની હારનો લેવા ઉતાવળી હશે. ટીમ ઈન્ડિયા (Team India) ના કેપ્ટન રોહિત શર્માએ આ અંગે ચોક્કસ રણનીતિ બનાવી હશે જોકે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ઈજા ભારતીય ટીમને નડી શકે છે.
2023 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને પરાજય આપયો હતો તેનો બદલો T20 વર્લ્ડ કપમાં ભારતે ઑસ્ટ્રેલિયાને પછાડીને લીધો હતો. હવે જોવાનું એ રહે છે કે આ પાકિસ્તાનનું શું થશે? ભારત 8 વર્ષ પહેલાના પરાજયનો બદલો લેશે કે પછી ફરીથી ફસકી જશે? ભારતના વિજય માટે ઉત્તરપ્રદેશના બરેલીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
Cricket fans performed a havan at a temple in Bareilly, Uttar Pradesh, on Saturday, praying for Team India's victory in their clash against arch-rivals Pakistan in the Champions Trophy.#INDvsPAK #ICCChampionsTrophy pic.twitter.com/GsMjemxJXK
— TIMES NOW (@TimesNow) February 23, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ મેચ હોય ત્યારે ઉત્તેજના ચરમસીમા પર હોય છે. મેચ શરૂ થાય તે પહેલા જ બંને ટીમના પ્રશંસકો અને ખેલાડીઓ સંપૂર્ણ રીતે ચાર્જ થઈ જતા દેખાય છે. જ્યારે પણ ભારત ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ટકરાય છે ત્યારે ક્રિકેટ વિશ્વમાં ઉત્તેજના હોય છે. 8 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પાકિસ્તાન સામે પરાજિત થઈ હતી ટ્રોફી પાકિસ્તાન આંચકી ગયું હતું.

8 વર્ષથી પ્રતિક્ષા કરી રહ્યા છે રોહિત અને વિરાટ…
2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય ટીમને પાકિસ્તાને 180 રનથી પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે ફખર ઝમાનની સદીની મદદથી 4 વિકેટે 338 રન બનાવ્યા હતા. પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા (Team India) ની બેટિંગ પત્તાના મહેલની જેમ માત્ર 30.3 ઓવરમાં 158 રનમાં વિખરાઈ ગઈ હતી. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ફ્લોપ રહ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે બંનેની વિકેટ ઝડપી હતી. આઈસીસીએ 8 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ટીમ ઈન્ડિયા 8 વર્ષ પહેલાની હારનો બદલો લેવા માટે તૈયાર હોય એમ લાગે છે.

8 વર્ષ પહેલાનું રોહિત અને વિરાટનું પ્રદર્શન બદલાશે?
ગત વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની ફાઇનલમાં રોહિત શર્મા પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો જ્યારે વિરાટ કોહલી માત્ર 5 રન બનાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 2023 ODI વર્લ્ડ કપમાં ભારતને હરાવીને ટ્રોફી જીતવાનું ભારતનું સપનું તોડી નાખ્યું હતું. આનો જવાબ રોહિત શર્માએ પોતાની તોફાની બેટિંગથી T20 વર્લ્ડ કપ 2024માં કાંગારુઓને આપ્યો હતો. રોહિતે માત્ર 41 બોલમાં 224ના સ્ટ્રાઈક રેટથી 8 સિક્સર અને 7 ચોગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા. મેચ અને વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા જીતી લીધા હતા.
[…] ઈન્ટેલિજન્સ બ્યુરોએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન ISKP (ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન […]