પાકિસ્તાન ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર વસીમ અકરમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ની શરૂઆત પહેલા ભવિષ્યવાણી કરતા ક્રિકેટ વિશ્વમાં આશ્ચર્ય સર્જાયું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) વિશે વસીમ અકરમની પ્રતિક્રિયા
‘સ્વિંગના સુલતાન’ તરીકે પ્રખ્યાત વસીમ અકરમે તે ટીમ વિશે વાત કરી છે જેને તે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતતા જોવા માંગે છે. દુબઈમાં ILT20ની પ્રેસ કોન્ફરન્સમાં અકરમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) વિશે પૂછવામાં આવતા પૂર્વ પાકિસ્તાની દિગ્ગજ બોલરે જબ્બર પ્રતિક્રિયા આપી હતી.

પકિસ્તાની ક્રિકેટ ટીમ જીતશે ખિતાબ?
અકરમને એક પત્રકારે પૂછ્યું કે શું પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) નો ખિતાબ જીતી શકશે? વસિમ અકરમે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, “હું ઈચ્છું છું કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહે. પરંતુ પાકિસ્તાન માટે આ આસાન બનવાનું નથી.”
વસિમ અકરમે આગળ જણાવ્યું કે, “ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ના ખિતાબ માટે ટોચની 8 ટીમો આમને-સામને થવાની છે. તમામ ટીમો પોતાની સમગ્ર તાકાત લગાવીને મેચ રમશે. દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે. દુબઈની પીચ સરળ નથી. મેં વિકેટ પર જે જોયું છે તેના પરથી મને લાગે છે કે ટીમમાં સ્પિનરો રાખવાથી ફરક પડશે. મને લાગે છે કે પાકિસ્તાને સેમિફાઈનલમાં પહોંચવું જોઈએ.”
Can Pakistan win the Champions Trophy 2025?#wasimakram #ChampionsTrophy2025 #indiavspak pic.twitter.com/ncKkO9jCBV
— Sports Yaari (@YaariSports) February 1, 2025
ક્યારથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને તેની ફાઈનલ 9 માર્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં શાનદાર મેચ રમાવાની છે. ઉલ્લેખનીય છે કે ICC ODI વર્લ્ડ કપ 2023 ની આઠ શ્રેષ્ઠ ટીમો નવમી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેનેટમાં ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ થઈ શકી નથી.

11 મી ફેબ્રુઆરી સુધી બધી ટીમોની ઘોષણા
1996 પછી પહેલીવાર પાકિસ્તાનમાં ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટમાં ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડની ટીમો સામેલ છે જ્યારે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકાની ટીમો સામેલ છે. બંને ગ્રુપમાંથી બે-બે ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. આ સિવાય તમામ ટીમોએ 11મી ફેબ્રુઆરી સુધીમાં પોતાની અંતિમ ટીમની જાહેરાત કરવાની રહેશે.