ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ઉત્સાહ ચરમ પર પહોંચી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના વિજયના પડઘા દુબઈથી લઈને છેક લાહોર સુધી ગુંજી રહ્યા છે. ભારતે દુબઈમાં 20 ફેબ્રુઆરીએ મેચ જીતી હોવા છતાં અને ભારત પાકિસ્તાનમાં એક પણ મેચ નહી રમવાનું હોવા છતાં પાકિસ્તાનના લાહોરમાં ભારતીય રાષ્ટ્રગીત વાગતા બધા દંગ રહી ગયા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની (AUS Vs ENG) ટીમો એકબીજા સામે રમવા ઉતરી હતી. આ દરમિયાન સ્ટેડિયમ મેનેજમેન્ટે ભારતીય રાષ્ટ્રગીત વગાડી દીધું હતું જે બધાએ સાંભળ્યું હતું.

AUS Vs ENG : ઑસીઝ અને ઈંગ્લેન્ડની મેચમાં ભારતનું રાષ્ટ્રગીત
ભારતનું રાષ્ટ્રગીત વાગતાની સાથે જ મેદાનમાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. આ સાંભળીને લોકલ ફેન્સ બૂમો પાડવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના (AUS Vs ENG) ખેલાડીઓ પણ અચંબિત જોવા મળ્યા હતા. જોકે, આ ભૂલ માત્ર એક સેકન્ડ બાદ સુધારી લેવામાં આવી હતી અને ઈંગ્લિશ ટીમનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. પણ હવે ચાહકો આ ભૂલ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.
Today In #ENGvsAUS Game In CT 2025 In Gaddafi Stadium, Lahore, Indian National Anthem[Jana Gana Mana ..] Was Played Instead Of Australian National Anthem.#CT2025#ChampionsTrophy2025#AUSvsENG pic.twitter.com/iVMmqcTbkg
— Rajdeep (@ImRajdeep_) February 22, 2025
ભારત-પાકિસ્તાન મેચની પ્રતિક્ષા
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહાજંગની સૌ કોઈ પ્રતિક્ષા કરી રહ્યા છે. ભારત સામે ટક્કર લેવા માટે પાકિસ્તાનની ટીમ દુબઈ પહોંચી ગઈ છે. ભારતનો જુસ્સો બાંગ્લાદેશને હરાવ્યા બાદ બુલંદ છે જ્યારે પાકિસ્તાન તેની પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે ભુંડી રીતે હાર્યું છે તે જોતા ત્યારે પાકિસ્તાનની ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ હશે.
Pakistan accidentally played the Indian National Anthem during Australia vs England game in Lahore 😭 pic.twitter.com/xNT73Z6lUK
— R A T N I S H (@LoyalSachinFan) February 22, 2025
Pakistan accidentally played indian national anthem in #Engvsaus Match.
— 🅰️ J (@EHuman0) February 22, 2025
Amit kaka : pic.twitter.com/l0Zl715ePc
