Viral
Spread the love

સોશિયલ મીડિયા વાયરલ (Viral) એક વિડીયોમાં ‘વિચિત્ર પ્રાણી’ બીચની ખૂબ નજીક તરતું જોવા મળી રહ્યું છે. વીડિયો અનેક લોકોએ શેર કરી રહ્યા છે જેનાથી ઈન્ટરનેટ પર બીજા ‘પ્રલયના સંકેત’ અંગે ચર્ચા છેડાઈ ગઈ છે.

વાયરલ (Viral) થયેલા આ 1 મિનિટ અને 30 સેકન્ડ લાંબા વીડિયોમાં એક ‘વિચિત્ર પ્રાણી’ દરિયા કિનારે પાણીની સપાટી પર તરતું જોવા મળે છે. ગુલાબી માથા અને લાંબા શરીરવાળા આ પ્રાણીને જોઈને નેટિઝન્સ ચોંકી અને ગભરાઈ ગયા છે. ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ (Viral) થયા બાદ નેટિઝન્સમાં ‘પૃથ્વીનો અંત’, ‘પ્રલયના સંકેત’ જેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

વાયરલ (Viral) થઈ રહેલા વીડિયોમાં દેખાતો દુર્લભ દરિયાઈ જીવ ‘બ્લેન્કેટ ઓક્ટોપસ’ (Blanket Octopus) હોવાનું માનવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાની ઊંડાઈમાં રહેતો આ જીવ કિનારાની એકદમ નજીક તરી રહ્યો છે, જે પોતાનામાં ખૂબ જ દુર્લભ દ્રશ્ય છે.

સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ એક્સ ઉપર વાયરલ (Viral) થયો વિડીયો

27 માર્ચની સવારે, માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર એક યુઝરે @AMAZlNGNATURE નામના હેન્ડલ ઉપર આ વીડિયો શેર કરતા લખ્યું કે, આ વિચિત્ર દેખાતું પ્રાણી એક બ્લેન્કેટ ઓક્ટોપસ છે. આ દરિયાના ઊંડાણમાં અથવા ખુલ્લા સમુદ્રમાં રહેતો જીવ છે. કેટલીક સંસ્કૃતિઓમાં ઊંડા દરિયાઈ જીવોનું કિનારાની નજીક આવવું એ સારો સંકેત માનવામાં આવતો નથી.

આ વિડિયોને લઈને ઘણા નેટીઝન્સે ઊંડા સમુદ્રી જીવો વિશે કેટલીક ‘પરંપરાગત સિદ્ધાંતો’ યાદ કર્યા, જ્યારે કેટલાકે દલીલ કરી કે ‘શું વિશ્વનો અંત નજીક છે?’ ઉલ્લેખનીય છે કે, આ વીડિયો બે વર્ષ જૂનો છે, અને તે અમેરિકાના હાર્બર બીચ પર શૂટ કરવામાં આવ્યો હતો.

બ્લેન્કેટ ઓક્ટોપસ (Tremoctopus violaceus) વિશે કેટલાક રસપ્રદ તથ્યો

બ્લેન્કેટ ઓક્ટોપસના શરીરમાં ખાસ જાળીદાર હાથ જેવા અંગ હોય છે, જેનો ઉપયોગ તે શિકાર કરવા અને સંવાદ કરવા માટે પણ કરે છે. ઓક્ટોપસની જેમ તે પણ વેશપલટો કરવામાં નિષ્ણાત છે. તે આંખના પલકારામાં ત્વચાનો રંગ અને બનાવટ બદલી શકે છે. બ્લેન્કેટ ઓક્ટોપસ સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પાણીમાં સામાન્ય રીતે 330 થી 1,310 ફૂટની ઊંડાઈએ જોવા મળે છે. આ ઓક્ટોપસ મનુષ્યોને ભાગ્યે જ જોવા મળતા હોવાથી સતત આકર્ષણ અને સંશોધનનો વિષય રહે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *