Spider Rain
Spread the love

તાજેતરમાં, બ્રાઝિલ (Brazil)ના મિનાસ ગેરાઈસ રાજ્યના નાના શહેર સાઓ થોમે દાસ લેટ્રાસમાં એક ખૂબ જ વિચિત્ર અને ડરામણી ઘટના જોવા મળી. સેંકડો કરોળિયા આકાશમાંથી વરસવા (Spider Rain) લાગતા સ્થાનિક લોકો અને ઓનલાઈન દર્શકો ડઘાઈ ગયા હતા અને તેમને બીકની સાથે સાથે મોટો આંચકો લાગ્યો.

આ દ્રશ્ય કોઈ હોરર ફિલ્મ જેવું લાગતું હતું. આ અસામાન્ય દ્રશ્ય માત્ર સ્થાનિક લોકો જ નહીં પણ સોશિયલ મીડિયા પર જોનારાઓને પણ ચોંકાવી દીધા હતા. આ ઘટના ઝડપથી વાયરલ થઈ ગઈ અને ઈન્ટરનેટ પર દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ હતી. જોકે તેનું કારણ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરતા કહ્યું કે તે સંપૂર્ણપણે કુદરતી ઘટના છે.

કેવી રીત પડ્યો “કરોળિયાનો વરસાદ” (Spider Rain) ?

“કરોળિયાનો વરસાદ” (Spider Rain) થવો એ દ્રશ્ય લોકો માટે ડરામણું હતું, પરંતુ નિષ્ણાતોના મતે આ ઘટના સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા છે. જીવવિજ્ઞાની કિરોન પાસોસના જણાવ્યા મુજબ, આ કરોળિયા તેમની સંવર્ધન પ્રક્રિયાના ભાગ રૂપે એક વિશાળ જાળામાં એકઠા થતા હોય છે, જેનાથી એવું લાગે છે કે તેઓ આકાશમાંથી પડી રહ્યા છે.

માદા કરોળિયામાં સ્પર્માથેકા નામનું એક ખાસ અંગ હોય છે, જે તેમને ઘણા નર કરોળિયાના શુક્રાણુઓને સંગ્રહિત કરવાની ક્ષમતા આપે છે. આનાથી તેઓ તેમના ઇંડાને વિવિધ નર કરોળિયાના શુક્રાણુઓ સાથે ફળદ્રુપ કરી શકે છે, તેમના સંતાનોને મજબૂત અને વૈવિધ્યસભર બનાવે છે.

કરોળિયાનું સામાજિક જીવન અને વસાહત રચના (Brazil Spider Rain)

વૈજ્ઞાનિક પુરાતત્વવિદ્ એના લુસિયા ટૌરિન્હોના જણાવ્યા મુજબ, મોટાભાગના કરોળિયા એકલા રહેવાનું પસંદ કરે છે, પરંતુ કેટલીક પ્રજાતિઓ સામૂહિક જીવન જીવે છે. આ કરોળિયા પરિવારોમાં રહે છે, જ્યાં કરોળિયા માતા અને કરોળિયા પુત્રીઓ શિકારને પકડવા અને ખોરાક વહેંચવા માટે સાથે મળીને કામ કરે છે. ખાસ કરીને સ્ટેગોડીફસ (Stegodyphus) અને એનેલોસિમસ (Anelosimus) જેવી પ્રજાતિઓ મોટા સામૂહિક જાળા બનાવે છે અને તેમની વસાહતનું રક્ષણ કરે છે.

પહેલા આવી ઘટના બની છે?

રસપ્રદ વાત એ છે કે સેંકડો કરોળિયા આકાશમાંથી વરસવા (Spider Rain)ની ઘટના મિનાસ ગેરાઈસમાં પહેલીવાર નથી બની. વર્ષ 2019માં પણ આવો જ કરોળિયાનો વરસાદ (Spider Rain) જોવા મળ્યો હતો, જેણે આખા શહેરને ચોંકાવી દીધું હતું. આ વખતે પણ કરોળિયાના વરસાદ (Spider Rain) નો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોઈને કૂતુહલ પામી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ

કરોળિયાના વરસાદ (Spider Rain) ના ફૂટેજ સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા હતા. વાયરલ વિડીઓ જોઈને લોકોમાં ભય અને રોમાંચ અનુભવાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા હતા કેટલાક લોકોએ તેને કુદરતી અજાયબી ગણાવી તો કેટલાક લોકોએ તેને ભયાનક નજારો ગણાવ્યો. આવી ઘટનાઓ કુદરતની અદભૂત અને રહસ્યમય શક્તિ દર્શાવે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *