અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. મંદિર ટ્રસ્ટ અને યુપી સરકાર આ અંગે વિશેષ તૈયારીઓ કરી રહી છે. વાર્ષિક ઉત્સવની ખાસ વાત એ છે કે તે 22 જાન્યુઆરીએ નહીં પરંતુ 11 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. તેની પાછળ એક ખાસ અને નક્કર કારણ છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ વાર્ષિક ઉત્સવ
રામજન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ, રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ ધામધૂમથી થયો હતો. તેને હવે એક વર્ષ પૂર્ણ થવાનું છે. પ્રથમ વાર્ષિક ઉત્સવની અયોધ્યામાં ખાસ તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર પણ આ ઉત્સવને ખાસ બનાવવા માંગે છે. પરંતુ, એક ખાસ વાત એ છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ વાર્ષિક ઉત્સવ 11 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. શા માટે વર્ષગાંઠ 10 દિવસ પહેલા ઉજવવામાં આવશે?
11 જાન્યુઆરીએ શા માટે પ્રથમ વાર્ષિક ઉત્સવ
અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ વાર્ષિક 11 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. ગયા વર્ષે જ્યારે સમારોહ થયો ત્યારે 22 જાન્યુઆરી 2024 એ હિન્દુ કેલેન્ડર મુજબ પોષ, સુદ દ્વાદશીની તિથિ હતી. આ વર્ષે આ ખાસ તિથિ 11મી જાન્યુઆરીએ જ આવી રહી છે. તેથી આ દિવસે પ્રતિષ્ઠા દ્વાદશીનો ઉત્સવ ઉજવવામાં આવશે. આ ઉત્સવ 11 જાન્યુઆરીથી શરૂ થશે અને 13 જાન્યુઆરી સુધી ચાલશે.
अयोध्या में श्रीराम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार के श्री विग्रह की प्राण प्रतिष्ठा की पहली वर्षगाँठ 11 जनवरी, 2025 को मनाई जाएगी। इसे प्रतिष्ठा द्वादशी कहा जाएगा, जिसमें निम्नलिखित कार्यक्रम होंगे:
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 26, 2024
1. यज्ञ मण्डप (मंदिर परिसर):
– शुक्ल यजुर्वेद के मंत्रों…
સીએમ યોગી વિશેષ પૂજા કરશે
સીએમ યોગી 11મી જાન્યુઆરીએ પ્રતિષ્ઠા દ્વાદશી પર્વના દિવસે વિશેષ પૂજા કરશે. તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ સીએમ યોગી આદિત્યનાથ સવારે 10 વાગ્યે મંદિર પહોંચશે અને રામ લલ્લાનો અભિષેક અને પૂજા કરશે. આ સમયગાળા દરમિયાન અયોધ્યામાં રામલીલાના આયોજન સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ભારત અને વિદેશમાંથી લોકોને અપાયું નિમંત્રણ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ન્યાસ ટ્રસ્ટ ખાતે પ્રતિષ્ઠા દ્વાદશી ઉત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ટ્રસ્ટે દેશ-વિદેશના લોકોને આમંત્રિત કર્યા છે. એટલું જ નહીં સેંકડો સાધુ-સંતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે યોગી આદિત્યનાથને આમંત્રણ આપવામાં આવ્યું છે.
[…] પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર […]