તિરુપતિ મંદિર (Tirupati Temple) પરિસરમાં નમાજ અદા કરવાનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. ભક્તોએ આનો સખત વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આનાથી સુરક્ષા પર સવાલો ઉભા થાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તિરુમાલામાં એક હિન્દુ મંદિર પાસે હઝરત ટોપી પહેરીને નમાઝ અદા કરતો એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ શરૂ થયો છે. લોકોનું કહેવું છે કે તિરુપતિ મંદિર (Tirupati Temple) પરિસરમાં નમાજ પઢવાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તિરુમાલા કલ્યાણ મંડપમ પાસે લોકો આ રીતે નમાજ અદા કરવાનો વિરોધ કરી રહ્યા છે. વાયરલ વીડિયો સામે આવ્યા બાદ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ તપાસ શરૂ કરી છે.

તિરુપતિ મંદિર (Tirupati Temple) પરિસરમાં નમાઝ પઢનારના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે તે વ્યક્તિ લગભગ 10 મિનિટ સુધી આરામથી નમાઝ પઢતો રહ્યો. ઘણા લોકોને આ નહોતું ગમ્યુ તેવું દેખાતુ હતુ પરંતુ કોઈએ વિરોધ ન કર્યો. સીસીટીવી ફૂટેજમાં નમાજ પઢનાર વ્યક્તિનો ચહેરો પણ દેખાય છે. આ ઉપરાંત તેની કારનો નંબર પણ ટ્રેસ કરીને નોંધી લેવામાં આવ્યો છે અને તેના દ્વારા વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Namaz offered near Tirupati temple sparks uproar
— Nabila Jamal (@nabilajamal_) May 23, 2025
Critics question would such a gesture be permitted in Mecca or Madina… pic.twitter.com/zWFsGqmm4q
આ ઘટના બાદ આવા સંવેદનશીલ ધાર્મિક સ્થળની સુરક્ષા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ ભક્તોમાં ખૂબ ગુસ્સે ભરાયા છે. તેમનું કહેવું છે કે થોડા દિવસ પહેલા પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. તિરુપતિ મંદિર (Tirupati Temple) પરિસરમાં આ રીતે નમાઝ પઢવાથી સુરક્ષા પર સવાલો ઉભા થાય છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) આ મામલાને ઉકેલવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો