પહલગામ આતંકી હુમલાથી દુઃખી શહાબુદ્દીન ઇસ્લામનો ત્યાગ કરીને ઘર વાપસી (Ghar Wapsi) કર્યા પછી, દરગાહના ખાદિમ શહાબુદ્દીને પોતાનું નામ પણ બદલી નાખ્યુ હતુ અને શ્યામ લાલ રાખ્યું. શહાબુદ્દીને કહ્યું કે હું ભટકી ગયો હતો.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 હિન્દુઓની ક્રૂર હત્યાની ઘટનાથી દુઃખી થઈને, ઇન્દોરમાં એક મુસ્લિમ વ્યક્તિ ઇસ્લામનો ત્યાગ કરીને પોતાના સ્વધર્મ એવા સનાતન ધર્મમાં પરત (Ghar Wapsi) ફર્યો હતો. શહાબુદ્દીન નામના આ મુસ્લિમ ભાઈ છેલ્લા 40 વર્ષથી શહેરના કુલકર્ણી ભટ્ટા વિસ્તારમાં સ્થિત સૈયદ નિઝામુદ્દીનની દરગાહમાં સેવા આપી રહ્યા હતા.
દૈનિક જાગરણના અહેવાલ મુજબ, દરગાહના ખાદિમ શહાબુદ્દીને ઈસ્લામનો ત્યાગ કરીને સ્વધર્મમાં વાપસી (Ghar Wapsi કર્યા બાદ પોતાનું નામ બદલીને શ્યામલાલ રાખી લીધુ છે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

શ્યામલાલ જે પહેલા શહાબુદ્દીન હતા તેમણે કહ્યું, મેં પહલગામના આતંકી હુમલામાં આતંકવાદીઓએ જે રીતે હિન્દુઓની તેમનો ધર્મ પૂછી-પુછીને હત્યા કરી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. ખુબ વિચાર કર્યા બાદ મને મારી ભૂલનો અહેસાસ થયો અને હવે મેં નક્કી કર્યું છે કે હવેથી આ દરગાહમાં કવ્વાલીઓને બદલે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવામાં આવશે.
Saddened by Pahalgam attack, Indore man reverts to Hinduism: Shahbuddin becomes Shyamlal, says 'I got lost'; cancels qawwali, organises Sundarkand at Dargah https://t.co/4HwmQxdDIY#PahalgamTerroristAttack #PahalgamTerrorAttack #Pahalgam #hinduism
— Bhaskar English (@BhaskarEnglish_) April 25, 2025
For more updates | Download…
ઘર વાપસી (Ghar Wapsi) બાદ દરગાહ ખાતે હનુમાન ચાલીસાના પાઠ અને ભંડારો થયો
શ્યામલાલની સ્વધર્મમાં ઘર વાપસીની ઉજવણીના ભાગરૂપે જે દરગાહ પર અત્યાર સુધી કવ્વાલી ગવાતી હતી, ત્યાં રામાયણ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. આ પ્રસંગે ભંડારા સહિત ભવ્ય સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્યામલાલ બનેલા શહાબુદ્દીન કહે છે કે પહેલા હું સનાતની હતો પણ કવ્વાલીઓથી પ્રભાવિત થઈને મેં ઇસ્લામ ધર્મ અપનાવ્યો. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. શહાબુદ્દીન દ્વારા આયોજિત ભંડારામાં વિસ્તારના મુસ્લિમ સમુદાયના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને પહલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

પહેલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે બે મિનિટનું મૌન
આ પ્રસંગે સ્વધર્મમાં ઘર વાપસી (Ghar Wapsi) કરીને શહાબુદ્દીનમાંથી શ્યામલાલ નામ ધારણ કરનારા શ્યામલાલે પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળ્યું હતુ. પોતાના નિર્ણય અંગે શહાબુદ્દીન કહે છે કે હું ભટકી ગયો હતો અને ત્યાં ગયો હતો, પરંતુ હવે હું ફરીથી અહીં સ્વ ઘરમાં પાછો આવ્યો છું. તેમણે આખા વર્ષ દરમિયાન દરગાહ પર સુંદરકાંડનો પાઠ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો