રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) સબરીમાલામાં (Sabarimala) પૂજા અને દર્શન કર્યા બાદ સાંજે તિરુવનંતપુરમ (Thiruvananthapuram) પાછા ફરશે. ગુરુવારે, તે રાજભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. ત્યારબાદ વરકલામાં (Varkala) શિવગિરી મઠ (Shivgiri Mutt) ખાતે શ્રી નારાયણ ગુરુના (Narayan Guru) મહાસમાધિ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) ભગવાન અયપ્પાના દર્શન કર્યા
રાષ્ટ્રપતિ (President Of India) દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) બુધવારે સબરીમાલામાં (Sabarimala) ભગવાન અયપ્પા મંદિરમાં (Lord Ayappa Temple) પ્રાર્થના કરી હતી. સબરીમાલામાં (Sabarimala) ભગવાન અયપ્પા મંદિરમાં (Lord Ayappa Temple) પ્રાર્થના કરનાર દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. ઉપરાંત, દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) મંદિરની મુલાકાત લેનારા બીજા રાષ્ટ્રપતિ છે, તેમના પહેલા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વી.વી. ગિરી 1970 ના દાયકામાં સબરીમાલાની (Sabarimala) મુલાકાત લીધી હતી અને પાલખીમાં મંદિરની યાત્રા કરી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) સવારે 11 વાગ્યાની આસપાસ ખાસ કાફલા સાથે પમ્બા (Pamba) પહોંચ્યા. તેમણે પમ્બા નદીમાં પગ ધોયા અને પછી ભગવાન ગણેશ મંદિર (Lord Ganesha Temple) સહિત નજીકના મંદિરોમાં પૂજા કરી હતી. આ પછી, ગણપતિ મંદિરના મેલશંતિ (મુખ્ય પૂજારી) વિષ્ણુ નંબુદિરીએ ‘કેતુનીરા મંડપમ’ ખાતે કાળી સાડી પહેરીને તેમના પવિત્ર પોટલું જેને ‘ઇરુમુદિકેટ્ટુ’ કહે છે તેને ભર્યું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

જિલ્લા વહીવટી અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઉપરાંત, તેમના એડીસી (ADC) સૌરભ એસ નાયર, વ્યક્તિગત સુરક્ષા અધિકારી (PSO) વિનય માથુર અને જમાઈ ગણેશ ચંદ્ર હોમ્બ્રમને પણ પવિત્ર પોટલું આપવામાં આવ્યું હતું. આ પછી, તેઓએ મંદિરની નજીક એક પથ્થરની દિવાલ પર નારિયેળ ધર્યા અને તેમના માથા પર પવિત્ર પોટલીઓ સાથે, તેઓ એક ખાસ ફોર વ્હીલર પર સવાર થઈને 4.5 કિમી લાંબા સ્વામી અયપ્પન પથ અને ભગવાન અયપ્પા મંદિર સુધીના પરંપરાગત ટ્રેકિંગ રૂટ દ્વારા સન્નિધાનમ પહોંચ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મુર્મુએ સન્નિધાનમ ખાતે મંદિર પહોંચવા માટે 18 પવિત્ર પગથિયાં ચઢીને પહોંચ્યા હતા, ત્યાં કેરળ દેવસ્વમ મંત્રી વીએન વસાવન અને ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB) ના અધ્યક્ષ પીએસ પ્રશાંત દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મંદિરના તંત્રી કંડારારુ મહેશ મોહનરુએ તેમનું ‘પૂર્ણ કુંભ’થી સ્વાગત કર્યું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો
राष्ट्रपति द्रौपदी मुर्मू ने सबरीमाला मंदिर में प्रार्थना की।#PresidentOfIndia #Sabarimala #Kerala #SabarimalaTemple #DroupadiMurmu pic.twitter.com/sJBI0vcwTe
— CNBC-AWAAZ (@CNBC_Awaaz) October 22, 2025
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
