સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ જયા બચ્ચને કુંભ મેળાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મેળામાં પાણી સૌથી વધુ પ્રદૂષિત છે કારણ કે નાસભાગમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો (Dead-Bodies) નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે પાણી ખૂબ પ્રદૂષિત થઈ ગયું છે.

શું કહ્યું જયા બચ્ચને?
સંસદ સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા જયા બચ્ચને કહ્યું, ‘અત્યારે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે? મહાકુંભમાં નાસભાગ (Mahakumbh Stampede) માં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ (Dead-Bodies) નદીમાં ફેંકવામાં આવ્યા છે, જેના કારણે પાણી દૂષિત થઈ ગયું છે. કોઈ વાસ્તવિક મુદ્દાઓ વિશે વાત કરતું નથી.
VIDEO | Parliament Budget session: Samajwadi Party MP Jaya Bachchan says, "Question hour is going on in Rajya Sabha and questions were raised on 'Jal Shakti'. I have already spoken on clean water… Right now Kumbh has the most contaminated water. Dead bodies were disposed into… pic.twitter.com/0y6NCT1MlA
— Press Trust of India (@PTI_News) February 3, 2025
મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા ઉપર ઉઠાવ્યા પ્રશ્ન
સપા સાંસદ જયા બચ્ચને મહાકુંભમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો (Dead-Bodies) નદીમાં ફેંકી દેવામાં આવ્યા એવા નિવેદન બાદ તેમણે મહાકુંભમાં આવનારા લોકોની સંખ્યા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, ‘કુંભમાં આવનાર સામાન્ય લોકોને કોઈ વિશેષ સુવિધા આપવામાં આવી રહી નથી, તેમના માટે કોઈ વ્યવસ્થા નથી. એવું ખોટું બોલવામાં આવી રહ્યું છે કે કરોડો લોકો ત્યાં આવી ચુક્યા છે. કોઈ પણ સમયે આટલી મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ કેવી રીતે એકઠા થઈ શકે?

રાજકીય અને ધાર્મિક સંગઠનોએ કર્યો જોરદાર વિરોધ
જયા બચ્ચનના મહાકુંભમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો (Dead-Bodies) નદીમાં ફેંકી દેવામાં આવ્યા તથા અન્ય બાબતે આપેલા નિવેદન પર ભાજપના નેતાઓ, ધાર્મિક સંગઠનો અને સોશિયલ મીડિયા યુઝર્સે તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપે તેને હિન્દુ આસ્થા અને કુંભમેળાનું અપમાન ગણાવ્યું છે. તે જ સમયે, ઘણા ધાર્મિક નેતાઓ અને સંગઠનોએ જયા બચ્ચન પાસેથી માફીની માંગ કરી છે અને તેમના નિવેદનને ‘ભ્રામક અને અસંવેદનશીલ’ ગણાવ્યા છે.
ઉત્તર પ્રદેશ સરકારે આ તમામ દાવાઓને ફગાવી દેતા કહ્યું કે કુંભમાં સ્વચ્છતા અને સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે અને નદીમાંથી મૃતદેહ મળવાની કોઈ ઘટના જોવા મળી નથી.