Video
Spread the love

Video: શિક્ષણનું ધામ ગણાતી સ્કૂલ એક પવિત્ર સ્થાન ગણાય છે, જ્યાં ભવિષ્યની પેઢી ગણાતા બાળકોમાં સંસ્કાર સિંચન કરવામાં આવી છે જેના થકી તે દેશના આદર્શ નાગરિક બની શકે. શાળામાં શિક્ષણ અને સંસ્કાર બાળકોને તેમના શિક્ષક આપતા હોય છે. શાળામાં નૈતિક મૂલ્યોનું સિંચન પણ કરવામાં આવતું હોય છે. તેથી જ કહેવાય છે કે બાળકના જીવનમાં શિક્ષકનું ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે, પણ તાજેતરમાં મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ વિડીયોમાં (Video) જેમાં બે શિક્ષકો એકબીજા સાથે લડતા-ઝગડતા જોવા મળી રહ્યા છે. બંને વચ્ચે કોઈ બાબતે વિવાદ હોય તેવું જણાઈ આવે છે. બન્ને પહેલા બોલાચાલી કરી રહ્યા હોય છે અને બાદમાં આ વાદ-વિવાદ હાથાપાઈમાં બદલાઈ જતી જોવા મળી રહી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ ઘટના જોઈને બાળકો આશ્ચર્ય પામી ગયા છે. બન્ને શિક્ષકોના ઝગડાનો આ વીડિયો (Video) સોશ્યલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રિન્સિપાલ અને લાઈબ્રેરિયનના ઝગડાનો વિડીયો (Video) વાયરલ

મળતી માહિતી મુજબ વિડીયોમાં (Video) જોવા મળી રહેલી ઘટના મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની સરકારી એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલયની છે. આ શાળામાં સાવ નાનકડી બાબતને લઈને મહિલા પ્રિન્સિપાલ અને લાઈબ્રેરિયન એકબીજા સાથે ઝગડો કરવા લાગ્યા હતા. આ ઘટના પહેલા જીભાજોડીથી આરંભ થાય છે અને બાદમાં મારામારી સુધી પહોંચી ગયો હતો.

બંને મહિલા શિક્ષક શાળાના પરિસરમાં જ એક બીજાના વાળ પકડીને થપ્પડ મારી રહેલા વિડીયોમાં જોવા મળી રહ્યા છે. વિડીયોમાં (Video) જોઈ શકાય છે કે જ્યારે મહિલા પ્રિન્સિપાલ અને લાઈબ્રેરિયન ઝગડી રહ્યા છે ત્યારે બાજુમાં એક વ્યક્તિ કેમેરામાં આ ઘટનાને રેકોર્ડ કરી રહ્યો છે. આ વાયરલ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ ચાલી રહ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વીડિયોમાં (Video) દેખાઈ રહ્યું છે કે આ લડાઈનો આરંભ જીભાજોડીથી થાય છે અને બાદમાં બીજા ઉપર વાર કરવા સુધી પહોંચી જાય છે. મારામારી સુધી પહોંચેલી આ ઘટનાથી વિદ્યાર્થીઓ દિગ્મુઢ થઈ ગયા છે. એક્બીજા સાથે વાદ-વિવાદ દરમ્યાન પ્રિન્સિપાલે લાઈબ્રેરિયનનો ફોન છીનવી લેતા અને જમીન પર પટકતા જોવા મળી રહ્યા છે પરિણામે લાઈબ્રેરિયનનો ફોન તુટી જાય છે.

મોબાઈલના તૂટવાથી લાઈબ્રેરિયન મેડમ વધારે ગુસ્સે થઈને પ્રિન્સિપલ સાથે લડતા જોવા મળે છે. બંને એકબીજાના વાળ પકડીને ઝગડતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાના સમયે અન્ય શિક્ષક અને કર્મચારીઓ પણ ઉપસ્થિત હોવાનુ દેખાય છે. જોકે ઉપસ્થિત કોઈ આ લડાઈને રોકવાની કોશિશ નથી કરી રહ્યા, ઉલ્ટા કેટલાય લોકો આ ઘટનાનો વીડિયો (Video) બનાવવા લાગ્યા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *