સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક NGOને દિલ્હીમાં રોહિંગ્યા (Rohingya)ઓના વસાહતના સ્થળો અને તેમને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે ‘રોહિંગ્યા હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ’ નામના એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વિસને દિલ્હીમાં રોહિંગ્યા (Rohingya) ઓના વસાહતના સ્થળોનો ઉલ્લેખ કરતું સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે રોહિંગયા (Rohingya) અંગે સોગંદનામું દાખલ કરવા સૂચના આપી
ખંડપીઠે કહ્યું હતું કે કોર્ટ સમક્ષ કોઈ પીડિત પક્ષ નથી પરંતુ એક સંસ્થા છે, તેથી NGOએ રોહિંગ્યાઓ ક્યાં રહે છે તે જગ્યાઓ અંગે, તેઓ કેમ્પમાં રહે છે કે રહેણાંક વિસ્તારોમાં તે વિશે સોગંદનામું દાખલ કરવું જોઈએ.
Tell places of Rohingya settlement in Delhi: SC to NGOhttps://t.co/rjmmiexn4o
— Hindustan Times (@htTweets) January 31, 2025
એનજીઓએ રોહિંગ્યા મુસ્લિમોના રહેણાંક જણાવ્યા
રોહિંગ્યા હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ’ નામના એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વિસે કહ્યું કે રોહિંગ્યા શરણાર્થીઓ દિલ્હીના શાહીન બાગ, કાલિંદી કુંજ અને ખજુરી ખાસ વિસ્તારોમાં રહે છે. તેમણે કહ્યું કે, શાહીન બાગ અને કાલિંદી કુંજમાં તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે અને ખજુરી ખાસમાં તેઓ ભાડાના મકાનોમાં રહે છે. કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે.
એનજીઓએ રોહિંગ્યા મુસ્લિમો માટે શાળામાં પ્રવેશની કરી માંગ
ગોન્સાલ્વિસે કહ્યું કે એનજીઓએ રોહિંગ્યા શરણાર્થીઓ માટે શાળાઓ અને હોસ્પિટલોમાં પ્રવેશ આપવાનો પ્રયાસ કર્યો છે કારણ કે તેઓને આધાર કાર્ડના અભાવને કારણે પ્રવેશ નકારવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ શરણાર્થીઓ છે, જેમની પાસે UNHCR (યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી) કાર્ડ છે તેથી તેઓ આધાર કાર્ડ ધરાવી શકતા નથી. પરંતુ, આધાર કાર્ડના અભાવે તેમને શાળાઓ અને હોસ્પિટલોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

[…] અને હ્યુમન રાઇટ્સ વોચ જેવા એનજીઓ (NGO) ના પરિસરમાં દરોડા પાડ્યા હતા. ઓપન […]
[…] મુસ્લિમ દેશ મલેશિયાની રાજધાનીમાં એક 130 વર્ષ […]