Suvendu Adhikari
Spread the love

શુભેન્દુ અધિકારીના (Suvendu Adhikari) નેતૃત્વ હેઠળની ભાજપ (BJP) સરકારે પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) એવો નિર્ણય લીધો હતો કે સીમા પર વાડ લગાવવા (Fencing) માટે બાકી રહેલા તમામ જમીન હસ્તાંતરણોને 45 દિવસની કડક સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે, જેથી વહીવટી અવરોધો દૂર કરીને કામને ગતિ આપી શકાય.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) મંગળવારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશની (Bangladesh) સીમા પર ફેન્સિંગ માટે તેમની સરકાર નવ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 1014.75 એકર જમીન સીમા સુરક્ષા બળ (BSF) ને સોંપી ચૂકી છે. આ વાડબંધી 172.6 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા (International Border) પર કરવામાં આવશે. ફેન્સિંગ માટે સૌથી વધુ 336 એકર જમીન મુર્શિદાબાદમાંથી (Murshidabad) મળી છે. બાંગ્લાદેશ (Bangladesh) સાથે મુર્શિદાબાદ જીલ્લો (Murshidabad District) 45.4 કિલોમીટર સીમા જોડાયેલો છે. આ પછી નોર્થ 24 પરગણામાંથી (North 24 Parganas) 241.03 એકર, કૂચ બિહારમાંથી (Kooch Behar) 135.33 એકર જમીન આપવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શુભેન્દુ અધિકારીની (Suvendu Adhikari) સરકારે કુલ 1024.75 એકર જમીન BSF ને સોંપી

પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) કહ્યું, ‘રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવી અને સીમાને મજબૂત બનાવવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત-બાંગ્લાદેશ સીમાને (India-Bangladesh Border) સુરક્ષિત બનાવવાની અમારી પ્રતિબદ્ધતા અંતર્ગત અમે સીમા સુરક્ષા બળને (BSF) જમીન હસ્તાંતરિત કરવાનું કામ તેજ કર્યું છે. આ જમીન પર જરૂરી ફેન્સિંગ (Fencing) કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સીમા (Intrnational Border) પર વાડબંધી માટે મંગળવાર સુધીમાં કુલ 1024.75 એકર જમીન બીએસએફને (BSF) ઔપચારિક રીતે સોંપવામાં આવી ચૂકી છે.’

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કયા ક્યા જિલ્લાઓમાં BSF ને સોંપાઈ જમીન

માલદામાં (Malda) 20.15 કિલોમીટર ફેન્સિંગ માટે 176.78 એકર જમીન, નાદિયામાં (Nadia) 14.79 કિલોમીટર સરહદ માટે 95.11 એકર, સાઉથ દિનાજપુરની (Dinajpur) 7.75 કિલોમીટર સરહદ માટે 26.41 એકર જ્યારે દાર્જીલિંગની (Drjiling) 1.45 કિલોમીટર માટે 4.31 એકર, નોર્થ દિનાજપુરની (North Dinajpur) 1.28 કિલોમીટર માટે 6.61 એકર અને જલપાઈગુડીની (Jalpaigudi) 0.31 કિલોમીટર સરહદ માટે 2.17 એકર જમીન સોંપવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયો હતો નિર્ણય

નોંધનીય છે કે શુભેન્દુ અધિકારીના (Suvendu Adhikari) નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે (BJP Government) પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) એવો નિર્ણય લીધો હતો કે સીમા પર વાડ લગાવવા માટે બાકી રહેલા તમામ જમીન હસ્તાંતરણોને 45 દિવસની કડક સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે, જેથી વહીવટી અવરોધો દૂર કરીને કામને ગતિ આપી શકાય.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ પગલું કેમ મહત્વનું છે?

પશ્ચિમ બંગાળની (West Bengal) બાંગ્લાદેશ (Bangladesh) સાથે કુલ 2,217 કિલોમીટર લાંબી સરહદ જોડાયેલી છે, જેમાંથી આશરે 1,600 કિલોમીટર પર પહેલાથી જ વાડ લગાવવામાં આવી ચૂકી છે. બાકીના હિસ્સામાં મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર દ્વારા જમીન ઉપલબ્ધ ન કરાવવાને કારણે કામ લાંબા સમયથી અટકેલું હતું. કેન્દ્ર સરકારે પહેલા આક્ષેપ કર્યો હતો કે તત્કાલીન તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર બીએસએફને (BSF) વાડ લગાવવા માટે જમીન ઉપલબ્ધ કરાવી રહી ન હતી, જેના કારણે ઘૂસણખોરી અને ગેરકાયદેસર સ્થળાંતર જેવી સમસ્યાઓ પર રોક લગાવવી મુશ્કેલ બની રહી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હવે ઝડપી બનશે ફેન્સિંગનું કામ

અધિકારીઓનું કહેવું છે કે આ મોટા જમીન હસ્તાંતરણથી હવે બીએસએફ (BSF) જ્યાં પહેલા કામ અટકેલું હતું તે સંવેદનશીલ વિસ્તારોમાં ઝડપથી નિર્માણ કાર્ય શરૂ કરી શકશે. આ સાથે જ, ગૃહ મંત્રાલયની (Home Ministry) માર્ગદર્શિકાનું પાલન કરીને રાજ્ય સરકારે દસ્તાવેજો વગર રહેતા વિદેશી નાગરિકોની (Foreign Citizen) ઓળખ કરવા અને તેમના માટે હોલ્ડિંગ સેન્ટર (Holding Center) સ્થાપવાનું અભિયાન પણ ઝડપી કરી દીધું છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *