કેન્દ્રીય મંત્રીમંડળની (Cabinet) બુધવારે બેઠક મળી હતી જેમાં ’ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ ના (India Semiconductor Mission) બીજા તબક્કા માટે 1.27 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. સરકારને આશા છે કે આ નવી યોજનાથી આશરે ચાર લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને યોજનાના સમયગાળા દરમિયાન બે લાખ કરોડ રૂપિયાના મૂલ્યનું સેમિકન્ડક્ટર (Semiconductor) ઉત્પાદન થશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે (Cabinet) ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને (Semiconductor Design and Manufacturing Ecosystem) મજબૂત કરવા માટે ‘સેમિકોન 2.0’ (Semcon 2.0) કાર્યક્રમને મંજૂરી આપી દીધી છે. આ યોજના માટે કુલ 127,500 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળ (Cabinet) દ્વારા કાશી (Kashi) માટે બે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી (I&B Minister) વૈષ્ણવે (Ashwini Vaishnaw) જણાવ્યું કે મંત્રીમંડળે (Cabinet) 14,447.64 કરોડ રૂપિયાના ખર્ચે NH-19 અને વારાણસી (Varanasi) રિંગ રોડ વચ્ચે છ લેનના નવા એલિવેટેડ કોરિડોરને (Elivated Corridor) મંજૂરી આપી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) કેબિનેટના (Cabinet) નિર્ણયોની માહિતી આપતા કહ્યું કે સેમિકન્ડક્ટર ઉદ્યોગ આધુનિક અર્થતંત્ર અને ઉત્પાદન ક્ષેત્રનો પાયો છે. મોબાઈલ ફોન (Mobile Phones), કેમેરા (Camera), રેફ્રિજરેટર (Refrigerator), ટીવી (TV), એર કંડિશનર (AC), વાહનો (Vehicle), ટ્રેન (Train) અને સંરક્ષણ ઉપકરણોથી લઈને મિસાઈલો (Missile) સુધી, લગભગ દરેક આધુનિક ટેકનોલોજીમાં સેમિકન્ડક્ટર ચિપ્સની (Semiconductor Chips) મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ આજે એક સ્વતંત્ર અને વ્યૂહાત્મક ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે અને આ પહેલ હવે સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેનને (Elctronic Value Chain) આવરી લેશે. વૈષ્ણવના (Ashwini Vaishnaw) જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા સિલિકોન ઇન્ગોટથી શરૂ કરીને ચીપ નિર્માણ અને ત્યારબાદ ફેબ્રિકેશન સુધી જાય છે, જેમાં અત્યંત સૂક્ષ્મ અને જટિલ તકનીકી પ્રક્રિયાઓ સામેલ હોય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મંત્રીએ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનની (Semiconductor Fabrication) જટિલતા સમજાવવા માટે કહ્યું કે જો કોઈ વ્યક્તિને પોતાના નખ પર પોતાનું નામ લખવાનું કહેવામાં આવે તો તે શક્ય છે, પરંતુ તે જ નખ પર આખી રામાયણ (Ramayan) કે મહાભારત (Mahabharat) લખવા જેવી સૂક્ષ્મતા અને ચોકસાઈની જરૂરિયાત સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનમાં હોય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કાશી માટે બે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પણ મંજૂરી
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કેબિનેટ (Cabinet) મીટિંગમાં વારાણસીમાં (Varanasi) ઝડપથી વધી રહેલા પ્રવાસીઓ અને ટ્રાફિકના દબાણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શહેર માટે બે મોટા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ્સને (Elivated Corridor Projects) મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે કાશીમાં (Kashi) દર વર્ષે આશરે 15 કરોડ પ્રવાસીઓ પહોંચે છે, જેના કારણે આધુનિક પરિવહન માળખાની જરૂરિયાત વધી ગઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વારાણસીમાં છ અને ચાર લેનના એલિવેટેડ કોરિડોરને મંજૂરી
પહેલો પ્રોજેક્ટ વરુણા નદીના (Varuna River) કિનારે વિકસાવવામાં આવનાર ‘વરુણા એક્સપ્રેસવે’ (Varuna Expressway) છે. આ 43 કિલોમીટર લાંબો છ અને ચાર લેનનો એલિવેટેડ કોરિડોર હશે, જેને હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) હેઠળ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 10,998 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે અને તે લગભગ ચાર વર્ષમાં પૂર્ણ થશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ગંગા નદીના સમાંતર પણ બનાવવામાં આવશે એલિવેટેડ કોરિડોર
કેબિનેટ મીટિંગમાં (Cabinet Meeting) મંજૂર થયા અનુસાર આ ઉપરાંત ગંગા નદીને સમાંતર 46 કિલોમીટર લાંબો છ લેનનો એલિવેટેડ કોરિડોર પણ બનાવવામાં આવશે. આ કોરિડોર IIT-BHU, લંકા ચોરાહા અને રામનગર વિસ્તારને જોડશે. આ પ્રોજેક્ટ અંતર્ગત એક સિગ્નેચર કેબલ-સ્ટેડ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવશે. આ કોરિડોર પર 14,448 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
વૈષ્ણવે (Ashwini Vaishnaw) જણાવ્યું કે વરુણા અને ગંગા બંને એલિવેટેડ કોરિડોરના નિર્માણ પછી વારાણસીમાં ટ્રાફિક જામની સમસ્યામાંથી મોટી રાહત મળશે અને શહેરની કનેક્ટિવિટી તેમજ શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આયામ મળશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મોબાઈલ PLI 2.0 માટે 62,500 કરોડ રૂપિયાની મંજૂરી
આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રીમંડળે (Cabinet) મોબાઈલ ફોન ઉત્પાદન (Mobile Phones Manufacturing) સાથે જોડાયેલી પ્રોત્સાહન (PLI) યોજનાના બીજા તબક્કા એટલે કે મોબાઈલ PLI 2.0 માટે 62,500 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. વૈષ્ણવે કહ્યું કે કેબિનેટ (Cabinet) ના અંદાજ અનુસાર આના હેઠળ દેશમાં મોબાઈલ ફોન ઉત્પાદન, રોકાણ અને નિકાસને વધુ વેગ આપવામાં આવશે. સરકારનો લક્ષ્ય ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ (Electronics Manufacturing Hub) તરીકે સ્થાપિત કરવાનો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સરકારના આંકડા અનુસાર, સ્માર્ટફોન (Smart Phones) વર્ષ 2025 માં ભારતના સૌથી મોટા નિકાસ ઉત્પાદન તરીકે ઉભરી આવ્યા છે. કેલેન્ડર વર્ષ 2025 માં દેશમાંથી 2.62 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના સ્માર્ટફોનની (Smart Phones) નિકાસ (Export) થઈ, જેમાં આઈફોન (Iphone) ઉત્પાદક એપ્પલ (Apple) નો હિસ્સો સૌથી વધુ રહ્યો.

તેમણે કહ્યું કે મોબાઈલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં લેવાયેલા પગલાંની અસર એ થઈ છે કે ભારત હવે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે. દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2019-20 ના 2.14 લાખ કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2024-25 માં 5.5 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. મોબાઈલ PLI 2.0 યોજનાથી આગામી વર્ષોમાં રોકાણ, રોજગાર અને નિકાસમાં વધુ વૃદ્ધિ થવાની અપેક્ષા છે. સાથે જ, આનાથી વૈશ્વિક કંપનીઓને ભારતમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ વધારવા માટે પ્રોત્સાહન મળશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ (Make In India) તેમજ ‘આત્મનિર્ભર ભારત’ (Atmanirbhar Bharat) અભિયાનને મજબૂતી મળશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
મોદી કેબિનેટના (Modi Cabinet) અન્ય મુખ્ય નિર્ણયો
ગુજરાતના (Gujarat) પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર: ઘરેલું જહાજ નિર્માણ ક્ષમતા વધારવા માટે પોરબંદરમાં નવું શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે.
વાડિનારમાં 1,570 કરોડ રૂપિયાની શિપ રિપેર સુવિધા: સરકારે ગુજરાતના વાડિનારમાં જહાજ સમારકામ (શિપ રિપેર) સુવિધા માટે નાણાકીય સહાયને મંજૂરી આપી છે, જેનાથી વિદેશી શિપ રિપેર સુવિધાઓ પરની નિર્ભરતા ઘટશે.
ઓડિશા અને ઝારખંડમાં રેલ્વે મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સ: ચાર જિલ્લાઓને આવરી લેતા બે રેલ્વે મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. 3,907 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ પ્રોજેક્ટ્સથી ભારતીય રેલ્વે નેટવર્કમાં આશરે 145 કિલોમીટરનો વધારો થશે.
રાષ્ટ્રીય યુરિયા રોકાણ નીતિ 2026 (NIPU-2026): દેશમાં ગેસ આધારિત નવા યુરિયા પ્લાન્ટ્સની સ્થાપનાને પ્રોત્સાહિત કરવા અને યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાસલ કરવા માટે નવી નીતિને મંજૂરી આપવામાં આવી છે.
VIDEO | Delhi: “Cabinet approves Rs 62,500 crore for 2nd edition of mobile production-linked incentive scheme”, says Union Minister Ashwini Vaishnaw (@AshwiniVaishnaw), during cabinet briefing.
— Press Trust of India (@PTI_News) July 15, 2026
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/RK8uBYYu5X
