ન્યુ યોર્ક ટાઈમ્સના (NYT) અહેવાલ મુજબ, ઈરાનના (Iran) પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદને (Mahmoud Ahmadinejad) પોતાના પક્ષમાં લાવવા માટે મોસાદનો (Mossad) આ સિક્રેટ પ્લાન (Secret Plan) યુરોપના (Europe) દેશ હંગેરીમાં (Hungary) શરૂ થયો હતો. મોસાદના (Mossad) એજન્ટ અને અહમદીનેજાદની (Ahmadinejad) સિક્રેટ મુલાકાતને છુપાવવા માટે આબોહવા પરિવર્તન કોન્ફરન્સનો (Climate Change Conference) સહારો લેવામાં આવ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઈઝરાયેલ (Israel) અને પશ્ચિમી દેશોને (Western Countries) નામશેષ કરી નાખવાની શેખી મારનારા અને ઈરાનના (Iran) પરમાણુ કાર્યક્રમને (Nuclear Program) આક્રમક ગતિ આપનારા પૂર્વ ઈરાની રાષ્ટ્રપતિ (Iranian President) મહમૂદ અહમદીનેજાદને (Mahmoud Ahmadinejad) લઈને એક અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકી અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ ના (NYT) એક અહેવાલ અનુસાર, ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદે (Mossad) ઈરાનમાં સત્તા પરિવર્તન (Regime Change) કરવા અને અહમદીનેજાદને (Ahmadinejad) ત્યાંના નવા નેતા બનાવવા માટે એક અત્યંત ગુપ્ત ઓપરેશન ચલાવ્યું હતું. જો કે, પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદની (Ahmadinejad) ઓફિસે આ દાવાઓને ‘હોલીવુડ સ્ટાઈલ’નું જૂઠાણું અને ઉપજાવી કાઢેલી વાર્તાઓ ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. શું છે આ સીક્રેટ ઓપરેશનની આખી ઈનસાઇડ સ્ટોરી?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હંગેરીમાં થઈ હતી 2024ની એ ગુપ્ત બેઠક
ન્યુયોર્ક ટાઇમ્સના (NYT) અહેવાલ મુજબ, અહમદીનેજાદને (Ahmadinejad) પોતાનું પ્યાદુ બનાવવા માટે મોસાદના (Mossad) આ સિક્રેટ ઓપરેશનની (Secret Operation) શરૂઆત યુરોપના દેશ હંગેરીમાં (Hungary) થઈ હતી. આ ગુપ્ત મુલાકાતને છુપાવવા માટે આબોહવા પરિવર્તન કોંફરન્સનો (Climate Change Conference) સહારો લેવામાં આવ્યો હતો. લુડોવિકા યુનિવર્સિટીના (Ludovika University) રેક્ટર ગેરગલી ડેલીએ (Gergely Deli) જણાવ્યું કે વર્ષ 2024ની શરૂઆતમાં હંગેરી સરકારના એક ઉચ્ચ અધિકારીએ તેમને ક્લાઈમેટ કોન્ફરન્સ (Climate Conference) આયોજિત કરવા અને તેમાં અહમદીનેજાદને (Ahmadinejad) આમંત્રિત કરવા નિર્દેશ આપ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
મોસાદ ચીફ પોતે બુડાપેસ્ટ પહોંચ્યા હતા
અમેરિકી અધિકારીઓના હવાલાથી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી (Israel Secret Service) મોસાદના તત્કાલીન વડા (Mossad Head) ડેવિડ બાર્નિયા (David Barnea) પોતે આ સીક્રેટ મીટિંગ (Secret Meeting) માટે હંગેરીની (Hunagary) રાજધાની બુડાપેસ્ટ (Budapest) પહોંચ્યા હતા. આ બેઠક બાદ તરત જ મોસાદે (Mossad) અમેરિકી ગુપ્તચર એજન્સી (American Secret Agency) સીઆઈએને (CIA) જાણ કરી હતી કે તેમનો અહમદીનેજાદ (Ahmadinejad) સાથે સંપર્ક સ્થાપિત થઈ ગયો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વર્ષ દિવસ સુધી ચાલી ટ્રેનિંગ
અહેવાલ અનુસાર, અહમદીનેજાદે (Ahmadinejad) 2024 અને તે પછીના વર્ષે એક કરતા વધારે વખત હંગેરીના (Hungary) પ્રવાસ કર્યા હતા. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અહમદીનેજાદના (Ahmadinejad) હંગેરી પ્રવાસ વાસ્તવમાં ઈઝરાયેલના (Israel) યોગ્ય સમય આવ્યે જેમને યોગ્ય સમયે ઈરાનની (Iran) સત્તા સોંપી શકાય તેવા એક ગુપ્તચર મોહરા (Inteligence Asset) તરીકે તૈયાર કરવાની ગુપ્ત યોજનાનો હિસ્સો હતા, જેના અંતર્ગત તેમને માપવામાં આવી રહ્યા હતા તેમજ ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કોણ છે મહમૂદ અહમદીનેજાદ (Mahmoud Ahmadinejad)?
મહમૂદ અહમદીનેજાદ (Mahmoud Ahmadinejad) ઈરાનના રાજકારણમાં એક અત્યંત પ્રભાવશાળી, વિવાદાસ્પદ અને કટ્ટરપંથી નેતા તરીકે જાણીતા છે. તેઓ 2005 થી 2013 સુધી સળંગ બે ટર્મ માટે ઈરાનના છઠ્ઠા રાષ્ટ્રપતિ રહ્યા હતા. પશ્ચિમી દેશો સામે તેમનું આક્રમક વલણ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને (Nuclear Program of Iran) વેગ આપવા માટે તેઓ વિશ્વભરમાં ચર્ચામાં આવ્યા હતા.
ઈરાનની રાજકીય વ્યવસ્થા અન્ય દેશો કરતાં અલગ છે. ઈરાનમાં (Iran) સર્વોચ્ચ નેતા ‘સુપ્રીમ લીડર’ (Religious Leader) હોય છે, જે અહમદીનેજાદના (Ahmadinejad) સમયમાં આયાતોલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei) હતા. પરંતુ રાષ્ટ્રપતિ તરીકે અહમદીનેજાદ (Ahmadinejad) પાસે પણ મહત્વની સત્તાઓ હતી. રાષ્ટ્રપતિ તરીકે તેઓ દેશની કારોબારીના વડા હતા. આંતરિક નીતિઓ ઘડવી, બજેટ રજૂ કરવું અને સંસદની મંજૂરી સાથે મંત્રીઓની નિમણૂક કરવી તેમના હાથમાં હતું. દેશના આર્થિક નિર્ણયો અને વિદેશ સાથેના સંબંધોના સંચાલનમાં તેમની મુખ્ય ભૂમિકા હતી. સંરક્ષણ, ન્યાયતંત્ર અને વિદેશ નીતિના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ આખરે સુપ્રીમ લીડરના નિયંત્રણમાં હોવા છતાં, અહમદીનેજાદે (Ahmadinejad) પોતાની આક્રમક શૈલીથી રાષ્ટ્રપતિ પદના પ્રભાવને ખૂબ વધાર્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અહમદીનેજાદનો (Ahmadinejad) 8 વર્ષનો શાસનકાળ વૈશ્વિક અને આંતરિક સ્તરે ભારે હલચલથી ભરેલો રહ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ઈરાને પોતાના યુરેનિયમ સંવર્ધન (Uranium Enrichment) કાર્યક્રમને ખૂબ વેગ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન પરમાણુ ઉર્જા મેળવીને જ રહેશે. જેના કારણે અમેરિકા અને યુરોપિયન યુનિયન (European Union) સાથે ઈરાનના સંબંધો વણસ્યા અને ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
અહમદીનેજાદ (Ahmadinejad) તેમના ઉશ્કેરણીજનક નિવેદનો માટે જાણીતા હતા. તેમણે ઈઝરાયેલને (Israel) “નકશામાંથી ભૂંસી નાખવા” જેવી વાતો કરી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા યહૂદીઓના નરસંહાર (Holocaust) ને એક ‘પૂર્વાગ્રહ’ કે ‘અફવા’ ગણાવીને મોટો વિવાદ ઊભો કર્યો હતો. ઈરાનના ગરીબ અને ગ્રામીણ વર્ગમાં તેઓ ખૂબ લોકપ્રિય હતા. તેમણે તેલની કમાણીમાંથી ગરીબો માટે સબસિડી અને આવાસ યોજનાઓ શરૂ કરી હતી. જોકે, તેમની નીતિઓના કારણે દેશમાં ફુગાવો પણ ખૂબ વધી ગયો હતો.
2009માં તેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, પરંતુ વિપક્ષે ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપો કર્યા. આના વિરોધમાં ઈરાનની સડકો પર લાખો લોકો ઉતરી આવ્યા, જેને ‘ગ્રીન મુવમેન્ટ’ (Green Movement) કહેવામાં આવે છે. અહમદીનેજાદની (Ahmadinejad) સરકારે આ પ્રદર્શનોને સખત હાથે દબાવી દીધા હતા.
મહમૂદ અહમદીનેજાદ (Mahmoud Ahmadinejad) એક એવા નેતા હતા જેમણે ઈરાનને વૈશ્વિક સ્તરે ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું હતું. એક તરફ તેઓ ઈરાનના રાષ્ટ્રવાદીઓ અને ગરીબોના મસિહા તરીકે જોવામાં આવ્યા, તો બીજી તરફ વૈશ્વિક સ્તરે તેમને કટ્ટરપંથી અને અણધારી નીતિઓ ધરાવતા નેતા માનવામાં આવ્યા. 2013માં તેમની ટર્મ પૂરી થયા બાદ હસન રુહાની (Hasan Ruhani) ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

28 ફેબ્રુઆરી: જ્યારે એક્શનમાં આવ્યું સત્તા પરિવર્તનનું ઈઝરાયેલનું ‘ઓપરેશન’
આ વર્ષે 28 ફેબ્રુઆરીએ એક તરફ અમેરિકા (America) અને ઈઝરાયેલે (Israel) ઈરાન (Iran) પર સંકલિત હુમલા શરૂ કર્યા અને બીજી તરફ બરાબર એ જ દિવસે ઈરાનમાં સત્તા પરિવર્તન (Regim Change) ઈઝરાયેલનો પ્લાન તેના સૌથી નાટકીય વળાંક પર પહોંચી ગયો. 28 ફેબ્રુઆરીના દિવસે જ તેહરાનમાં (Tehran) કડક સુરક્ષા ઘેરા હેઠળ રહેતા અહમદીનેજાદના (Ahmadinejad) કમ્પાઉન્ડ પર એક ઈઝરાયેલી હવાઈ હુમલો (Israeli Air Strike) થયો. આ હુમલામાં તેમની સુરક્ષા ટીમની ઈમારત અને બખ્તરબંધ ગાડીને નુકસાન થયું હતું.
મોસાદ એજન્ટોએ કર્યું રેસ્ક્યૂ: હુમલાના તરત જ બાદ મચેલી અફરાતફરી વચ્ચે એક કાળી પ્યુજો (Peugeot) કાર ત્યાં પહોંચી. ચાર વરિષ્ઠ ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે કારમાં મોસાદના એજન્ટો સવાર હતા જેઓ અહમદીનેજાદને સુરક્ષિત બહાર કાઢીને એક ગુપ્ત આશ્રયસ્થાન (Secret Safe House) પર લઈ ગયા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કેવી રીતે ફેલ થયો મોસાદનો આ માસ્ટરપ્લાન?
આટલી મોટું પ્લાનિંગ હોવા છતાં ઈઝરાયેલનો આ સત્તા પરિવર્તનનો (Regim Change) પ્લાન ખૂબ જ જલ્દી વિખેરાઈ ગયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહમદીનેજાદ પોતાને બચાવવાની આ ઈઝરાયેલી પદ્ધતિથી ઘણા પરેશાન થઈ ગયા હતા અને તેમને ઈઝરાયેલની મદદથી ફરી સત્તા પર આવવાના પ્લાન પર શંકા થવા લાગી હતી.
કોઈ પણ રીતે અહમદીનેજાદ ઇઝરાયેલના સુરક્ષા ઘેરામાંથી ભાગે છૂટ્યા અને પરત ઈરાન પહોંચી ગયા. ફેબ્રુઆરીની ઘટના બાદ મહિનાઓ સુધી તેઓ જાહેરમાં નહોતા દેખાયા જે હજુ હમણા જ ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતોલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન ખૂબ જ ટૂંકા સમય માટે જોવા મળ્યા હતા. જોકે ઈઝરાયેલના સેફ હાઉસમાંથી કેવી રીતે અને કયા સંજોગોમાં અહમદીનેજાદ બહાર નીકળ્યા, તે હજી પણ એક રહસ્ય બનેલું છે.
ન્યુયોર્ક ટાઇમ્સના (NYT) અહેવાલમાં દાવો કરાયો છે કે અહમદીનેજાદના ઈઝરાયેલ સાથેના આ ગુપ્ત સંપર્કોની ગંધ ઈરાની સરકારને આવી ગઈ હતી. જેથી અહમદીનેજાદને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની ગુપ્તચર શાખાએ પોતાની કસ્ટડીમાં લઈ નજરકેદ કરી લીધા છે અને તેઓ હજુ પણ નજરકેદ જ છે. જો કે, ઈરાની અધિકારીઓએ હજી સુધી આ દાવાઓ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ખાખી જેકેટથી લઈને બ્રાન્ડેડ સૂટ સુધી: અહમદીનેજાદનું બદલાયેલું રૂપ
મહમૂદ અહમદીનેજાદ 2005 થી 2013 સુધી ઈરાનના રાષ્ટ્રપતિ રહ્યા હતા. રાષ્ટ્રપતિ પદ છોડ્યાના વર્ષો પછી તેમનું વલણ અચાનક બદલાવા લાગ્યું હતું. આ એજ સમય હતો જ્યારે અહમદીનેજાદની મીટીંગો મોસાદના એજન્ટો સાથે ચાલીર રહી હતી. હવે તેમણે ઈઝરાયેલ વિરોધી નિવેદનો ઓછા કરી દીધા હતા અને ઈરાનના સુરક્ષા દળોના અત્યાચારોની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પોતાની ઓળખ બની ચૂકેલા ઢીલા-ઢાલા ખાખી વિન્ડબ્રેકર (જેકેટ) ને છોડીને મોંઘા સિવડાવેલા સૂટ પહેરવાના શરૂ કરી દીધા હતા, દાઢી ટ્રીમ કરી લીધી હતી અને અંગ્રેજી શીખી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei) સાથે પણ તેમના મતભેદો જગજાહેર હતા, જેના કારણે તેમને હાંસિયામાં ધકેલી દેવાયા હતા. કહેવાઈ રહ્યું છે કે અલી ખામેનીએ (Ayatollah Ali Khamenei) સાથેના તેમના મતભેદોને કારણે તેમના અસંતોષનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ મોસાદે કર્યો હતો જે ખરેખર સફળ થઈ શક્યો નહી.
Israel's Mossad spent years cultivating former Iranian President Mahmoud Ahmadinejad as a potential intelligence asset who could eventually lead a post-Islamic Republic government in Tehran. Read more: https://t.co/7PACMJTmd5 pic.twitter.com/YBY8Q7RevL
— NEWSMAX (@NEWSMAX) July 13, 2026
