રખડતા કૂતરાઓનો (Stray Dogs) સામનો કરવા માટે એક અનોખી રીત કર્ણાટક સરકારે અપનાવી છે. બૃહદ બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) એ રખડતા કૂતરાઓને (Stray Dogs) ચિકન-બિરીયાની (Chicken-Biryani) ખવડાવવાની યોજના બનાવી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કર્ણાટક (Karnataka) સરકાર કરદાતાઓના પૈસાથી કૂતરાઓને (Dogs) ચિકન-બિરીયાની (Chicken-Biryani) ખવડાવવાની એક ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે. બૃહદ બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) લગભગ 2.9 કરોડ રૂપિયાની આ ગજબ ગણાતી પહેલ શરૂ કરવા જઈ રહી છે. રખડતા કૂતરાઓ (Stray Dogs) માટે દૈનિક ખોરાક યોજના બૃહદ બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) દ્વારા શરૂ કરવામાં આવશે. બૃહદ બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP)નો ઉદ્દેશ્ય કૂતરાઓના (Dogs) આક્રમક વર્તનને નિયંત્રિત કરવાનો અને જાહેર સલામતીને મજબૂત બનાવવાનો છે. આ પહેલ શહેરના આઠ વિસ્તારોમાં 5,000 રખડતા કૂતરાઓને (Dogs) ખોરાક આપીને શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે એક કૂતરાને દરરોજ 367 ગ્રામ ખોરાક પૂરો પાડવામાં આવશે.

રખડતા કૂતરાઓને (Stray Dogs) મળશે રોજની 465-750 કેલરી ઉર્જા ધરાવતો ખોરાક
મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે કૂતરાઓને (Dogs) કેલરી-સંતુલિત ખોરાક આપવામાં આવશે, જે સામાન્ય 15 કિલો વજનના કૂતરાની પોષણ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. 22.42 રૂપિયાની થાળીમાં 150 ગ્રામ ચિકન (પ્રોટીન), 100 ગ્રામ ચોખા (કાર્બોહાઇડ્રેટ્સ), 100 ગ્રામ શાકભાજી (ખનિજો), 10 ગ્રામ તેલ (ચરબી) હશે. આ ચિકન-બિરેયાનીના ખોરાકથી એક કૂતરાને 465-750 કિલો કેલરી ઊર્જા મળશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બેંગલુરુમાં છે 2.8 લાખ રખડતા કૂતરા
બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) એ જણાવ્યું હતું કે બેંગલુરુમાં લગભગ 2.8 લાખ રખડતા કૂતરા (Stray Dogs) છે. બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) દરેક વિસ્તારમાં 400 થી 500 કૂતરાઓને ખોરાક આપવા માટે વિક્રેતાઓને રોકશે, જેઓ દરેક વિસ્તારમાં 100 થી 125 સ્થળોએ કૂતરાઓને ખોરાક પૂરો પાડશે. પશુપાલન કમિશનર સુરાલકર વિકાસ કિશોરે જણાવ્યું હતું કે ખોરાક આપવાની જગ્યાઓની સ્વચ્છતા કરારનો એક ભાગ હશે.

બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ભારતમાં પહેલી વાર કોઈ નગર પાલિકાએ રખડતા પ્રાણીઓ માટે સામૂહિક ખોરાક અભિયાનનું આયોજન કર્યું છે. આ માત્ર એક કલ્યાણકારી પગલું નથી – તે એક સલામતી પહેલ છે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કર્ણાટકમાં 7.58% લોકો ગરીબી રેખા નીચે
ધ ન્યુ ઈન્ડિયન એક્સ્પ્રેસનો અહેવાલ જણાવે છે કે કર્ણાટકની કુલ વસ્તીના 7.58 ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. એ પ્રોગ્રેસિવ રિપોર્ટ 2023 દર્શાવે છે કે રાજ્યના ચાર જીલ્લાઓ યાદગીર, રાયચુર, કલબુર્ગી અને કોપ્પલ સૌથી ગરીબ જીલ્લઓ છે, ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલબુર્ગી બેઠકના સાંસદ છે.

કર્ણાટકમાં 1.3 લાખ બાળકો કુપોષિત
ધ ન્યુ ઈન્ડિયન એક્સ્પ્રેસનો અહેવાલ જણાવે છે કે કર્ણાટકમાં (Karnataka) પાંચ વર્ષથી ઓછી ઉંમરના 1.3 લાખથી વધુ બાળકો કુપોષિત છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના આંકડા મુજબ, તેમાંથી 11,674 બાળકો ‘ગંભીર રીતે તીવ્ર કુપોષિત’ (SAM) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. બીજી બાજુ રાજ્યમાં વિવિધ પોષણ પહેલને ટેકો આપતા સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS) કાર્યક્રમ માટે 2024 ના બજેટમાં રૂ. 300 કરોડના કાપથી આ મુદ્દો વધુ વિકટ બન્યો છે.
એક તરફ ગરીબી, કુપોષિત બાળપણ અને તેને માટેના બજેટમાં 300 કરોડનો કાપ જ્યારે બીજી બાજુ રખડતા કૂતરાઓ માટે આશરે 3 કરોડ રૂપિયાની ચિકન-બિરીયાનીની યોજના સરકારની નાગરિકોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા ઉપર અનેક પ્રશ્નો ઉભા કરે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] તેમણે એક કૂતરાને મેમોરેન્ડમ (Memorandum given to Dog) આપ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ (Congress […]