Youtuber
Spread the love

એક મહિલા યુટ્યુબરની (Youtuber) હરિયાણાના હિસારથી પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ઝડપી પાડી છે. જ્યોતિ મલ્હોત્રા નામની મહિલા યુટ્યુબર (Youtuber) પર ભારતની ગુપ્ત લશ્કરી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. મહિલા યુટ્યુબર (Youtuber) જ્યોતિ મલ્હોત્રાની ન્યૂ અગ્રસેન એક્સટેન્શન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી, તે ‘ટ્રાવેલ વિથ જો’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો

હરિયાણાના હિસારથી પોલીસે જ્યોતિ મલ્હોત્રા નામની એક મહિલા યુટ્યુબરની (Youtuber) પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. જ્યોતિ પર ભારતની ગુપ્ત લશ્કરી માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનો આરોપ છે. જ્યોતિ મલ્હોત્રાને ન્યૂ અગ્રસેન એક્સટેન્શન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી, તે ‘ટ્રાવેલ વિથ જો’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ ઉપરાંત અન્ય 5 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2023માં યુટ્યુબર (Youtuber) જ્યોતિ તેની ટ્રાવેલ ચેનલ ‘ટ્રાવેલ વિથ જો’ના શૂટિંગ માટે પાકિસ્તાન ગઈ હતી. આ દરમિયાન તેણે પાકિસ્તાન હાઈ કમિશનની પણ મુલાકાત લીધી. જ્યાં તેઓ પાકિસ્તાનના ઘણા ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા. અહીં તેની મુલાકાત અહેસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને બાદમાં જ્યોતિએ પાકિસ્તાનની બે વખત મુલાકાત પણ લીધી.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુટ્યુબર (Youtuber) જ્યોતિએ ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી

પાકિસ્તાની દૂતાવાસના અધિકારીની સલાહ પર, યુટ્યુબર (Youtuber) જ્યોતિ પાકિસ્તાનમાં ISI અધિકારીઓના સંપર્કમાં આવી અને ત્યારથી, તે સતત ભારત વિરોધી માહિતી પાકિસ્તાનને મોકલી રહી હતી. તેણે પાકિસ્તાનને સેના સંબંધિત ઘણી ગુપ્ત માહિતી મોકલી હતી, જેમાં ભારતના લશ્કરી ઓપરેશન સિંદૂરનો (Operation Sindoor) પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી દાનિશ, જેમને ભારત સરકારે 24 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો હતો, તેની પોલીસે અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. તેમના નિર્દેશો પર કામ કરતા, પોલીસે પંજાબ અને હરિયાણાના માલેરકોટલાથી કુલ 6 પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરી છે, જેઓ દાનિશના સંપર્કમાં હતા. જ્યોતિ મલ્હોત્રા પણ તેમાંથી એક છે. દાનિશ વિઝા અને પૈસાના બહાને આ લોકોને ફસાવી રહ્યો હતો.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો

જ્યોતિ દાનિશ નામના પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં હતી

યુટુબર (Youtuber) જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા દાનિશ નામના અધિકારીના સંપર્કમાં હતી અને દાનિશે તેને વિઝા અપાવીને પાકિસ્તાન મોકલી હતી. જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનને ઘણી ગુપ્ત માહિતી મોકલી હતી. પૂછપરછ દરમિયાન, જ્યોતિએ કબૂલ્યું કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે પણ સંપર્કમાં હતી. ધરપકડ બાદ પોલીસ શનિવારે જ્યોતિને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ કેસની તપાસ ચાલુ છે અને અન્ય શંકાસ્પદોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

કૈથલથી દેવેન્દ્ર સિંહ ધિલ્લોનની ધરપકડ

અગાઉ, હરિયાણાના કૈથલથી એક કોલેજ વિદ્યાર્થી દેવેન્દ્ર સિંહ ધિલ્લોનની જાસૂસી અને પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી પહોંચાડવાના શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. દેવેન્દ્ર 25 વર્ષનો છે. નવેમ્બર 2024 માં, તે કરતારપુર કોરિડોર દ્વારા પાકિસ્તાન ગયો અને એક પાકિસ્તાની ગુપ્તચર અધિકારીને મળ્યો હતો. પાકિસ્તાનની ધાર્મિક યાત્રા દરમિયાન, ISI એ તેને હનીટ્રેપમાં ફસાવીને જાસૂસી સાંઠગાંઠમાં સામેલ કર્યો ત્યારબાદ તે પાકિસ્તાની અધિકારીઓ સાથે ભારતીય લશ્કરી થાણાઓ સંબંધિત માહિતી શેર કરી રહ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તેના બેંક ખાતાની તપાસ કરી રહી છે.

પાણીપતથી નોમાન ઇલાહીની ધરપકડ

આ ઉપરાંત, તાજેતરમાં પાણીપત પોલીસે નોમાન ઇલાહી નામના 24 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. તેના પર પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી ઇકબાલને દેશની સંવેદનશીલ માહિતી મોકલવાનો આરોપ છે. પાણીપત પોલીસની ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી (CIA) એ આ મામલાની તપાસ કરી અને જાણવા મળ્યું કે નોમાન લાંબા સમયથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા દ્વારા ગુપ્ત માહિતી શેર કરતો હતો.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “મહિલા યુટ્યુબર (Youtuber) ઓપરેશન સિંદૂરની માહિતી લીક પાકિસ્તાનને કરી રહી હતી, હરિયાણા પોલીસે ઝડપી, અન્ય 5 ની ધરપકડ”
  1. […] પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે તાજેતરમાં સેનેટને જણાવ્યું હતું કે 14 મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ હતી, જેમાં સીઝફાયર (Ceasefire) લંબાવવા માટે સંમતિ થઈ હતી. તેમણે કહ્યું કે 10 મેના રોજ, પહેલીવાર બંને દેશોના ડીજીએમઓ (DGMO) વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ, જેમાં સીઝફાયર (Ceasefire) 12 મે સુધી લંબાવવામાં આવ્યો હતો. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *