SIT
Spread the love

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હીમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચુંટણીના પરિણામો આવ્યા બાદ દિલ્હીમાં બીજેપીની સરકાર બનતાની સાથે જ પ્રથમ કેબિનેટમાં જ SITની રચના કરવામાં આવશે. તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સામે ફરી એકવાર કડક કાર્યવાહી કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલ માટે ફરીથી જેલ યોગ થઈ શકે છે.

SIT ની રચના

એક તરફ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હીમાં બીજેપીની સરકાર બનતાની સાથે જ પ્રથમ કેબિનેટમાં જ SITની રચના કરવામાં આવશે એવું નિવેદન આપ્યું છે ત્યારે બીજી તરફ નવી દિલ્હી બેઠક ઉપરથી અરવિંદ કેજરીવાલને હરાવીને જાયન્ટ કિલર બનેલા પ્રવેશ વર્માએ પણ આ મુજબ જ SITની રચનાની વાત કરી છે.

એલજીએ અધિકારીઓને સચિવાલય પહોંચવા આપ્યો આદેશ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હીમાં પ્રથમ કેબિનેટમાં જ SITની રચના કરવાની વાત કરી છે ત્યાં અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા કે તરત જ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ટોચના અધિકારીઓને તાત્કાલિક દિલ્હી સચિવાલય પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હીમાં ચૂંટણીના વલણોને ધ્યાનમાં રાખીને અધિકારીઓને ત્યાં પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. સરકારી દસ્તાવેજો અને ડેટાને સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવ્યું છે.

ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા વાપસી

ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં વાપસી કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત સત્તાધારી પક્ષના અન્ય ઘણા અગ્રણી નેતાઓ ચૂંટણી હારી ગયા છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર, બપોરે 1 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભાજપ દિલ્હીની 70માંથી 48 બેઠકો પર નિર્ણાયક બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે AAP 22 બેઠકો પર સમેટાઈ જવાની અણી પર છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “પહેલી કેબિનેટમાં SITની રચના, આમ આદમી પાર્ટીની સરકારના કૌભાંડોની તપાસ થશે’, વીરેન્દ્ર સચદેવાના નિવેદનથી કેજરીવાલ ઉપર જેલ યોગનું જોખમ”
  1. […] ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત પર પ્રતિક્રિયા આપતા […]

  2. […] અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. નવી દિલ્હી સીટ પરથી સતત ત્રણ વખત જીત્યા. આ વખતે દિલ્હી ચૂંટણી પરિણામો (Delhi Election Result 2025) જે આવ્યા તેમાં ભાજપના પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ્ને 4089 મતોથી પરાજિત કર્યા. રસપ્રદ વાત એ છે કે ત્રીજા ક્રમે રહેલા પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતને 4568 વોટ મળ્યા. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *