કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) અને પાર્ટી નેતૃત્વ વચ્ચે તણાવ વધી રહ્યો છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) ને મળ્યા છતાં થરૂરને ન તો કોઈ સ્પષ્ટ ભૂમિકા મળી અને ન તો તેમની ફરિયાદોનું નિરાકરણ થયું હોવાનું જણાય છે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) અને પાર્ટી નેતૃત્વ વચ્ચે તણાવ ચાલુ છે. તાજેતરમાં તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા, પરંતુ તેમની ફરિયાદો દૂર થઈ ન હોવાની વાતો વહેતી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) હવે થરૂર પ્રત્યે નમ્રતા બતાવવાના મૂડમાં નથી.

થરૂરે રાહુલ ગાંધી સમક્ષ તેમને પાર્ટીમાં સાઇડલાઇન કરવામાં આવી રહ્યા હોવાની અને પક્ષમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા માંગ કરી હતી. જોકે રાહુલ ગાંધીએ આ બેઠકમાં કોઈ નક્કર ખાતરી આપી ન આપતા થરૂર વધુ અસંતુષ્ટ દેખાઈ રહ્યા છે અને જુદા મૂડમાં હોવાના અણસાર આપી રહ્યા છે.
AICC શશિ થરૂર (Shashi Tharoor) ના નિવેદનથી નારાજ
શશિ થરૂર (Shashi Tharoor) ના કેટલાક નિવેદનો અને લેખોથી AICC નારાજ છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાનની અમેરિકા મુલાકાત અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત અંગે થરૂરના મંતવ્યો પક્ષની સત્તાવાર લાઇનથી અલગ હતા. આ ઉપરાંત કેરળની LDF સરકારની ઔદ્યોગિક નીતિની પ્રશંસા કરતા તેમના લેખે પણ કેરળ કોંગ્રેસમાં અસંતોષ વધાર્યો છે.
'Specify my role in Congress party,' peeved Shashi Tharoor tells Rahul Gandhi
— TOI Trivandrum (@TOI_Trivandrum) February 22, 2025
https://t.co/AxwGeLfrZH
સંસદમાં પણ અવગણનાથી નારાજ થરૂર
થરૂર એ વાતથી પણ નારાજ છે કે તેમને સંસદમાં મોટા મુદ્દાઓ પર બોલવાની પૂરતી તક આપવામાં આવી રહી નથી. તેમણે રાહુલ ગાંધીને કહ્યું કે તેમની પાસે પાર્ટીનું નેતૃત્વ સંભાળવાની ક્ષમતા છે, પરંતુ તેમને તે જવાબદારી આપવામાં આવી રહી નથી. ઉલ્લેખનીય છે કે ગત વખતે થયેલી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણીમાં શશી થરૂરે ગાંધી પરિવાર સમર્થિત ગણાતા મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ મોરચો માંડ્યો હતો અને તેમની વિરુદ્ધ ઉમેદવારી કરી હતી, જોકે અપેક્ષા મુજબ જ થરૂર ચુંટણી હારી ગયા હતા.

થરૂર એ પણ જાણવા માંગતા હતા કે શું પાર્ટી ઈચ્છે છે કે તેઓ રાજ્યના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરે, પરંતુ રાહુલ ગાંધીએ આ અંગે કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. કોંગ્રેસની અંદર એવી પરંપરા રહી છે કે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવતી નથી, જેના કારણે થરૂરને કોઈ સ્પષ્ટ દિશા મળી શકી નથી.
[…] છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી (EX CM) અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેશ બઘેલના ઘરે દરોડા […]