શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે શનિવારે મોટો દાવો કરતા કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ-યુનાઈટેડ (JDU) કેન્દ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)થી અલગ થઈ શકે છે. તેમણે આ નિવેદન એવો દાવો કરતા કર્યું કે JDUના 10 સાંસદોને ભાજપ પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સંજય રાઉતે લગાવ્યો આરોપ
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે બિહારમાં ભાજપ તેના સહયોગી જેડીયુ સાથે દગો કરી રહ્યો છે. તેમણે કહ્યું, “BJPએ બિહારમાં JDUના 10 સાંસદોને તોડવાનું ષડયંત્ર શરૂ કર્યું છે, જેના કારણે નીતિશ કુમાર અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. નિતિશકુમાર NDAમાં રહેશે કે નહીં મને શંકા છે.”
बिहार NDA में सबकुछ ठीक! JDU के 10 सांसद कर सकते हैं BJP ज्वॉइन#Bihar #BiharPolitics #NitishKumarhttps://t.co/n31xKBilD3
— News Nation (@NewsNationTV) January 5, 2025
બિહાર ચૂંટણી વિશે રાઉતે શું કહ્યું?
શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદે વધુમાં કહ્યું કે JDU 2025માં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAના ઘટક તરીકે લડે તેવી શક્યતા નથી. તેમનું કહેવું છે કે જેડીયુના સાંસદોને તોડવાના ભાજપના પ્રયાસને કારણે નીતિશ કુમારની પાર્ટીની સ્થિતિ અસ્થિર બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે જેડીયુ પાસે લોકસભામાં 12 સાંસદો છે, જે કેન્દ્રમાં એનડીએ સરકારના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં ભાજપની પોતાની પાસે બહુમતી નથી.
મોદી 3.0 વિશે કર્યો દાવો
આ અગાઉ સંજય રાઉતે ગુરુવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેમને શંકા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર 2026 સુધી સત્તામાં રહી શકશે. રાઉતે કહ્યું કે જો મોદી સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ રાજકીય પરિવર્તન આવશે.
[…] (Bihar) ના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar)ને છેલ્લા બે મહિનાથી પગાર નથી મળ્યો. […]