RSS સરસંઘચાલક મોહન ભાગવતે રાષ્ટ્રીય સુરક્ષા પર ભાર મૂકતા કહ્યું કે ભારતે બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ. તેમણે હિન્દુ સમાજને ભારતની શક્તિનું કેન્દ્ર ગણાવ્યું અને આંતરિક શક્તિને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું હતુ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે ઓર્ગેનાઈઝરને આપેલા ઈન્ટરવ્યુમાં રાષ્ટ્રીય સુરક્ષા અને હિન્દુ સમાજની ભૂમિકા અંગે પોતાના મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે ભાર મૂક્યો કે ભારતે રાષ્ટ્રીય સુરક્ષા માટે બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ. મોહન ભાગવતે દેશ અજેય બની શકે તે માટે પ્રતિકૂળ શક્તિઓના ગઠબંધન સામે આંતરિક તાકાતને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું.
હિન્દુ સમાજ ભારતની વૈશ્વિક અને સભ્યતા શક્તિનું કેન્દ્ર: RSS સરસંઘચાલક
RSS સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે ભારતે પોતાની શક્તિને ધાર્મિકતા અને સદ્ગુણ સાથે જોડવી પડશે. ફક્ત લશ્કરી કે શારીરિક શક્તિ પૂરતી નથી. ખાસ કરીને સરહદો પર આક્રમણનો સામનો કરવા માટે તેનો ઉપયોગ નૈતિક હેતુ સાથે કરવો જોઈએ. સંઘની ફિલસૂફી સ્વ-રક્ષા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વને ધાર્મિક ફરજ તરીકે જુએ છે, પ્રભુત્વના સાધન તરીકે નહીં. ભાગવતે હિન્દુ સમાજને ભારતની વૈશ્વિક અને સભ્યતા શક્તિના કેન્દ્ર તરીકે વર્ણવ્યો.

સંઘની 100 વર્ષની આ યાત્રામાં મહત્વના સીમાચિહ્નો કયા?
સંઘ પાસે કંઈ નહોતું. તેના વિચારને કોઈ માન્યતા નહોતી, પ્રચારના કોઈ માધ્યમ નહોતા, સમાજમાં ફક્ત ઉપેક્ષા અને વિરોધ હતો. કોઈ કાર્યકર્તા પણ નહોતા. જો આ માહિતી કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે, તો તે ભવિષ્યવાણી કરશે કે આ જન્મતાની સાથે જ મૃત્યુ પામશે. પરંતુ ભાગલા સમયે, સંઘ હિન્દુઓના રક્ષણના પડકાર અને સંઘ પરના પ્રતિબંધની મુશ્કેલ પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યો અને 1950 સુધીમાં સિદ્ધ થઈ ગયું કે સંઘનું કાર્ય ચાલુ રહેશે અને વૃદ્ધિ પામશે. આ પદ્ધતિ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરી શકાશે. ત્યારબાદ સંઘનું કાર્ય પહેલા કરતા પણ વધુ વિસ્તર્યું.

સંઘ શક્તિનું મહત્વ 1975ની કટોકટી દરમિયાન સંઘે ભજવેલી ભુમિકાથી સમાજના ધ્યાનમાં આવ્યુ. એકાત્મ રથયાત્રા, કાશ્મીર અંગે સમાજમાં જનજાગૃતિ, શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન અને વિવેકાનંદ સાર્ધશતાબ્દી જેવા અભિયાનો અને સેવા કાર્યોના પ્રચંડ વિસ્તારથી સમાજમાં સંઘના વિચાર અને સંઘ પ્રત્યે વિશ્વસનીયતાનો ભાવ સમાજમાં પ્રસર્યો.
‘धर्म, संस्कृति और समाज का संरक्षण कर राष्ट्र की सर्वांगीण उन्नति’ का लक्ष्य: https://t.co/YZmkfbLUz2
— RSS (@RSSorg) May 25, 2025
હિન્દુઓની ચિંતા ત્યારે જ થશે જ્યારે હિન્દુઓ પર્યાપ્ત પ્રમાણમાં મજબૂત બનશે
તેમણે કહ્યું કે ‘કોઈને હિન્દુઓની ચિંતા ત્યારે જ થશે જ્યારે હિન્દુઓ પર્યાપ્ત પ્રમાણમાં મજબૂત બનશે.’ વૈશ્વિક સ્તરે હિન્દુઓની સુરક્ષા ભારતની આંતરિક શક્તિ અને એકતા પર આધારિત છે. ભાગવતે જ્યાં હિંદુઓએ ભાગવાને બદલે લડવાની હિંમત બતાવી તેવા બાંગ્લાદેશના હિન્દુઓનું ઉદાહરણ આપતા કહ્યું કે આ માનસિકતામાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે, જે આંતરિક આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થવાનું પ્રતીક છે.

હિન્દુ સમાજ અને ભારતનું ગૌરવ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા
RSS સરસંઘચાલક મોહન ભાગવત અનુસાર, હિન્દુ સમાજ અને ભારતનું ગૌરવ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. ફક્ત હિન્દુ સમાજનું મજબૂત અને ગૌરવશાળી સ્વરૂપ જ વૈશ્વિક સ્તરે ભારતને સન્માન અને શક્તિ પ્રદાન કરશે. તેમણે સમાજને એક થવા અને દેશના સભ્યતા વારસાને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ શ્રી […]
[…] ચીફ મોહન ભાગવતે કહ્યું કે દેશ સામે આવી રહેલા સંકટોને […]
[…] રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ (Dattatreya Hosabale) ગુરુવારે કોંગ્રેસને (Congress) કટોકટી (Emergency) લાદવા બદલ દેશની ક્ષમા માંગવા કહ્યું એટલું જ નહીં, પરંતુ કટોકટીના (Emergency) દિવસોમાં બંધારણના (Constitution) આમુખમાં (Preamble) દાખલ કરાયેલા “સમાજવાદી” (Socialist) અને “પંથનિરપેક્ષ” (Secular) શબ્દો ચાલુ રહેવા જોઈએ કે કેમ તે અંગે ચર્ચા કરવાની આવશ્યકતા છે તેમ જણાવ્યું હતું. […]