Robert Vadra
Spread the love

હરિયાણા જમીન સોદા કેસમાં રોબર્ટ વાડ્રાની (Robert Vadra) મુશ્કેલીઓ વધી, EDએ બીજું સમન્સ મોકલ્યું. રોબર્ટ વાડ્રા (Robert Vadra) સામે 2018ના ગુરુગ્રામ જમીન ટ્રાન્સફર કેસમાં છેતરપિંડી અને નિયમોના ઉલ્લંઘનના આરોપો છે.

રોબર્ટ વાડ્રાની (Robert Vadra) મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રોબર્ટ વાડ્રાને (Robert Vadra) સમન્સ પાઠવ્યુ છે. રોબર્ટ વાડ્રાને પઠવવામાં આવેલું આ બીજું સમન્સ છે. હરિયાણા જમીન સોદા કેસમાં રોબર્ટ વાડ્રાને આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

રોબર્ટ વાડ્રા (Robert Vadra) સામે કથિત નાણાકીય ગેરરીતીના આરોપ

આ મામલો 2018નો છે. આ મામલો ગુરુગ્રામમાં સ્કાયલાઇટ હોસ્પિટાલિટી અને DLF વચ્ચે 3.5 એકર જમીનના ટ્રાન્સફર સાથે સંબંધિત છે. આમાં છેતરપિંડી અને નિયમોના ઉલ્લંઘનના આરોપો છે. રોબર્ટ વાડ્રાને 8 એપ્રિલે પણ સમન્સ જારી કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ED એ હવે બીજું સમન્સ મોકલ્યું છે.

તપાસ એજન્સી ED રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી સંબંધિત કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે. રોબર્ટ વાડ્રા કેરલના વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ છે.

ઓક્ટોબર 2011 માં, તત્કાલિન સમયના એક્ટિવિસ્ટ અને બાદમાં આમ આદમી પાર્ટી બનાવીને દિલ્હીના મુખ્યમંત્રી બનેલા તથા વર્તમાનમાં ભૂતપુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોબર્ટ વાડ્રા પર રાજકીય લાભના બદલામાં DLF લિમિટેડ પાસેથી 65 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન અને મોટી રકમની જમીન લેવાનો આરોપ લગાવ્યો હતો.

DLF એ જવાબ આપ્યો છે કે તેણે વાડ્રા સાથે એક ખાનગી ઉદ્યોગસાહસિક તરીકે વ્યવહાર કર્યો હતો અને લોન વાડ્રા પાસેથી ખરીદેલી જમીનની ચૂકવણી કરવા માટે વ્યવસાયના વ્યવહાર મુજબ આપવામાં આવેલ “વ્યવસાયિક એડવાન્સ” હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “ED એ રોબર્ટ વાડ્રાને (Robert Vadra) પાઠવ્યું સમન્સ, આજે બોલાવ્યા પૂછપરછ માટે, શું છે મામલો?”
  1. […] કે રાહુલ ગાંધી અને તેમના જીજાજી રોબર્ટ વાડ્રાએ આ બાબતે સમજી વિચારીને બોલવું જોઈએ. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *