આરજી કર હોસ્પિટલના (RG Kar Hospital) ડૉક્ટર ઉપર બળાત્કાર બાદ કથિત ઉતાવળમાં અંતિમક્રિયા કરવાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પૂર્વ ટીએમસી ધારાસભ્ય (TMC MLA) નિર્મલ ઘોષ (Nirmal Ghosh) અને સંજીબ મુખર્જીની (Sanjib Mukherjee) ધરપકડ બાદ શુક્રવારે બંનેને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. હવે પોલીસની નવી તપાસથી એ જાણવા મળશે કે અંતિમક્રિયામાં આટલી ઉતાવળ કેમ કરવામાં આવી હતી અને આરોપીઓની તેમાં શું ભૂમિકા હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોલકાતાની (Kolkata) આરજી કર હોસ્પિટલની (RG Kar Hospital) દુષ્કર્મ-હત્યા પીડિતાની કથિત ઉતાવળમાં કરાયેલી અંતિમક્રિયાનો મામલો ફરી ગરમાયો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ટીએમસી (TMC) ધારાસભ્ય (MLA) નિર્મલ ઘોષ (Nirmal Ghosh) પર શુક્રવારે ઉત્તર 24 પરગણા જિલ્લામાં (North 24 Parganas) ટોળાએ હુમલો કરી દીધો હતો. પોલીસની (Police) ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં લોકોએ તેમને લાતો-મુક્કાથી માર માર્યો હતો. પગરખાં, ઇંડા અને કાદવ પણ ફેંક્યા હતા. ઘોષની એક દિવસ પહેલાં ઓડિશાથી (Odisha) ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આક્ષેપ છે કે તેમણે તત્કાલીન ધારાસભ્ય (MLA) તરીકે પીડિતાના મૃતદેહની ઉતાવળે અંતિમક્રિયા કરાવવા માટે પોતાના પ્રભાવનો દુરુપયોગ કર્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પોલીસ સ્ટેશનની બહાર ટોળાએ કેમ હુમલો કર્યો?
આરજી કર હોસ્પિટલની (RG Kar Hospital) દુષ્કર્મ-હત્યા પીડિતાની કથિત ઉતાવળમાં કરાયેલી અંતિમક્રિયા કેસમાં ધરપકડ કરાયેલા ટીએમસી (TMC) ધારાસભ્ય (MLA) નિર્મલ ઘોષને (Nirmal Ghosh) ખરદહ પોલીસ સ્ટેશનથી (Khardah Police Station) બેરકપુર સબ-ડિવિઝનલ કોર્ટમાં (Barrackpore Sub-Divisional Court) લઈ જવામાં આવી રહ્યા હતા. તે જ દરમિયાન બહાર એકત્ર થયેલા ટોળાએ તેમને ઘેરી લીધા હતા. પોલીસ અને આરએએફ (RAF) ના જવાનોએ સુરક્ષા ઘેરો બનાવ્યો હતો. તેમના માથાને હેલ્મેટથી ઢાંકી દેવામાં આવ્યું હતું. તેમ છતાં ટોળાએ હુમલો કરી દીધો હતો. તેમના સફેદ કુર્તા પર કાદવ અને ઇંડાના ડાઘ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. બેરકપુર કોર્ટમાં (Barrackpore Court) પણ ઘોષને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં હાજર લોકોએ તેમને જોઈને ‘ચોર-ચોર’ના નારા લગાવ્યા હતા. પોલીસે (Police) માંડ-માંડ તેમને કોર્ટની હવાલાત સુધી પહોંચાડ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શું બીજા આરોપી સાથે પણ આવું જ બન્યું?
આરજી કર હોસ્પિટલ (RG Kar Hospital) કેસમાં ધરપકડ કરાયેલા બીજા આરોપી સંજીબ મુખર્જી (Sanjib Mukherjee) સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો. તેઓ પાનીહાટી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ઘોષના નજીકના સહયોગી હોવાનું કહેવાય છે. પોલીસ જ્યારે તેમને કોર્ટ લઈ જતી વાન સુધી પહોંચાડી રહી હતી, ત્યારે જ ટોળાએ તેમને પણ ઘેરી લીધા હતા. આક્ષેપ છે કે ડૉક્ટરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ પાનીહાટી સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો તે દરમિયાન મુખર્જી ત્યાં હાજર હતા. આ કેસનો ત્રીજો આરોપી અને પાનીહાટી નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ સોમનાથ ડે હજુ પણ ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર તેની શોધખોળ ચાલુ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આરજી કર હોસ્પિટલ (RG Kar Hospital) કેસમાં ઉતાવળમાં અંતિમક્રિયા કરાવાઈ?
આરજી કર હોસ્પિટલમાં (RG Kar Hospital) દુષ્કર્મ બાદ જે હત્યા કેસની પીડિતાના પિતાએ સોમવારે નવી ફરિયાદ નોંધાવી હતી, જેને બાદમાં એફઆઈઆર (FIR) માં ફેરવવામાં આવી હતી. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘોષ સહિત ત્રણ લોકોએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પરિવારની મરજી વિરુદ્ધ મૃતદેહની ઉતાવળમાં અંતિમક્રિયા કરાવી દીધી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ મામલો સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના (West Bengla) મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) રવિવારે પીડિતાની બીજી વરસી પર આયોજિત સ્મૃતિ કાર્યક્રમમાં બેરકપુર પોલીસ કમિશનરને નવી તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલ એટલા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી કારણ કે કથિત ઉતાવળે અંતિમક્રિયા કરવાનો પાસું સીબીઆઈ (CBI) ની ચાલી રહેલી તપાસના દાયરાની બહાર રહ્યું હતું. પીડિતાના માતા-પિતાનો આક્ષેપ છે કે અંતિમક્રિયા એટલી ઝડપથી કરાવી દેવામાં આવી કે ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની શક્યતા જ ખતમ થઈ ગઈ. તેમનું કહેવું છે કે ફરીથી પોસ્ટમોર્ટમ થવાથી તેમની પુત્રી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા સંબંધિત મહત્વના પુરાવા સામે આવી શક્યા હોત.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પોલીસ બંને ધરપકડ કરાયેલા ટીએમસી નેતાઓને શુક્રવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી શકે છે. સમગ્ર મામલાની નવી તપાસ પીડિતાના પિતાની તાજી ફરિયાદ બાદ શરૂ થઈ છે. હવે તપાસનું મુખ્ય કેન્દ્ર એ શોધવાનું છે કે મૃતદેહની અંતિમક્રિયા આટલી ઉતાવળમાં કેમ કરવામાં આવી અને તેમાં આરોપીઓની શું ભૂમિકા હતી. ઉલ્લેખનીય છે કે આરજી કર હોસ્પિટલમાં (RG Kar Hospital) મહિલા ડૉક્ટર ઉપર દુષ્કર્મ બાદ હત્યાના કેસના ઘેરા પ્રત્યાઘાત પશ્ચિમ બંગાળમાં પડ્યા હતા.
#WATCH | West Bengal: Eggs were thrown at Nirmal Ghosh, former TMC MLA from Panihati, while he was being taken from Khardah Police Station to Barrackpore Court.
— ANI (@ANI) August 14, 2026
He has been arrested in connection with RG Kar rape and murder case. pic.twitter.com/mH95BIMJe2

