Red FortRed Fort
Spread the love

દર વર્ષે 15 ઓગસ્ટે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા (Red Fort) પરથી તિરંગો લહેરાવે છે. પરંતુ આ ઐતિહાસિક કિલ્લો દેશના સ્વતંત્રતા દિવસની ઓળખ આખરે કેવી રીતે બની ગયો, આવો સમજીએ.

દર વર્ષે 15 ઓગસ્ટે જ્યારે દેશ સ્વાધીનતાની ઉજવણી કરે છે, ત્યારે સૌની નજર દિલ્હીના (Delhi) લાલ કિલ્લા (Red Fort) પર ટકેલી હોય છે. વડાપ્રધાન આ જ ઐતિહાસિક કિલ્લા પરથી તિરંગો (Tiranga) લહેરાવે છે અને દેશને સંબોધિત કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વતંત્રતા દિવસ માટે લાલ કિલ્લાને (Red Fort) જ કેમ પસંદ કરવામાં આવ્યો? આનો જવાબ જોડાયેલો છે ભારતના ઇતિહાસની તે ઘટનાઓ સાથે, જેને સદીઓ સુધી આ કિલ્લાની દીવાલોએ નજીકથી જોઈ છે. આજનો લાલ કિલ્લો (Red Fort) માત્ર દિલ્હીની એક ઐતિહાસિક ઇમારત નથી, પરંતુ તે ભારતની સત્તા, સંઘર્ષ અને સ્વાધીનતાની યાત્રાનું પ્રતીક બની ચૂક્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લાલ કિલ્લો (Red Fort) બન્યો કેવી રીતે?

લાલ કિલ્લાનું (Red Fort) નિર્માણ 1638 થી 1649 વચ્ચે મુઘલ બાદશાહ શાહજહાંએ કરાવ્યું હતું. આશરે 11 વર્ષમાં આ કિલ્લો બનીને તૈયાર થયો હતો. આમ તો આ ઇમારતનું નામ ‘કિલા-એ-મુબારક’ (Qila-e-Mubarak) હતું, પરંતુ લાલ રેતીયા પથ્થરોથી બનેલી દીવાલોના કારણે તેને લાલ કિલ્લો (Red Fort) કહેવામાં આવવા લાગ્યો. આ કિલ્લો માત્ર એક ભવ્ય ઇમારત નહોતી, પરંતુ મુઘલ સામ્રાજ્યની (Mughal Empire) તાકાતનું કેન્દ્ર હતો. જ્યારે આ કિલ્લો બનીને તૈયાર થયો, ત્યારે દિલ્હીને (Delhi) મુઘલ સામ્રાજ્યની (Mughal Empire) રાજધાની બનાવવામાં આવી અને 1857 સુધી દિલ્હીએ (Delhi) આ દરજ્જો જાળવી રાખ્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

18મી સદીમાં મરાઠાઓ (Maratha), જાટો (Jat), શીખો (Shikh) અને ગુર્જરોના (Gurjar) હુમલાઓએ મુઘલ સામ્રાજ્યને (Mughal Empire) ખૂબ જ નબળું પાડી દીધું. જેનો ફાયદો ઉઠાવીને 19મી સદીમાં અંગ્રેજોએ ઉત્તર ભારતમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કર્યું અને 1803 માં તેમણે દિલ્હી (Delhi) પર કબજો જમાવી લીધો. દિલ્હી (Delhi) પર નિયંત્રણ મેળવ્યા બાદ અંગ્રેજોને એ સમજાઈ ગયું હતું કે લાલ કિલ્લાનું (Red Fort) રાજકીય મહત્વ કેટલું વધારે છે. એક જૂની કહેવત હતી— “જેણે દિલ્હી પર રાજ કર્યું, તેણે ભારત પર રાજ કર્યું.” આ વિચાર પાછળ દિલ્હીનું (Delhi) ઐતિહાસિક અને રાજકીય મહત્વ જ હતું.

ઇતિહાસકારોના મતે, લાલ કિલ્લો (Red Fort) દિલ્હીની (Delhi) સત્તાનું સૌથી પ્રમુખ પ્રતીક હતો. આ કારણે અંગ્રેજો પણ આ જગ્યા પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માંગતા હતા. આ જ કારણ છે કે બાદમાં લાલ કિલ્લો (Red Fort) બ્રિટિશ શાસનની (British Rule) તાકાતનું પ્રતીક પણ બન્યો. પરંતુ વાર્તા અહીં પૂરી નહોતી થઈ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

1857 ની ક્રાંતિએ બદલી નાખી લાલ કિલ્લાની (Red Fort) ઓળખ

1857માં અંગ્રેજોની હકુમત (British Rule) વિરુદ્ધ પહેલું મોટું જનઆંદોલન છેડાયું. તેને ‘સિપાહી વિદ્રોહ’ (Sipoy Mutiny) કે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (First Freedom Fight) તરીકે ઓળખવામાં આવે છે. આ જ લડાઈ દરમિયાન લાલ કિલ્લો (Red Fort) આઝાદીની લડાઈનું એક મહત્વપૂર્ણ પ્રતીક બનીને ઊભર્યો. જ્યારે દેશભરના સૈનિકો દિલ્હી (Delhi) પહોંચ્યા, તો તેમણે અંતિમ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરને (Bahadur Shah Zafar) પોતાના નેતા જાહેર કર્યા. જો કે અંગ્રેજોએ આ લડાઈને ક્રુરતાપૂર્વક કચડી નાખી અને પોતાનું અત્યંત ક્રૂર સ્વરૂપ બતાવ્યું. અંગ્રેજોએ બહાદુર શાહ ઝફરની (Bahadur Shah Zafar) ધરપકડ કરી લીધી અને તેમના પુત્રોની હત્યા કરી દીધી. બાદમાં તેમને દિલ્હીથી (Delhi) દૂર રંગૂન (Rangoon) મોકલી દેવામાં આવ્યા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

એટલું જ નહીં, 1857 પછી અંગ્રેજોએ લાલ કિલ્લાના (Red Fort) મોટા ભાગને નુકસાન પહોંચાડ્યું. કેટલીય ઇમારતો, શાહી ઓરડાઓ અને અન્ય ભાગોને તોડી પાડવામાં આવ્યા. મહેલની કિંમતી ચીજો, કલાકૃતિઓ, પથ્થરો અને ઘરેણાં લૂંટી લેવામાં આવ્યા. આ રીતે લાલ કિલ્લો (Red Fort) ભારતીયો માટે માત્ર મુઘલ સત્તાની નિશાની ન રહ્યો, પરંતુ સંસ્થાનવાદી (Colonian) શાસન અને તેની સામેના સંઘર્ષનું મોટું પ્રતીક પણ બની ગયો.

નેતાજી અને આઝાદ હિન્દ ફોજનો નારો “ચલો દિલ્હી”

આઝાદીની લડાઈમાં વધુ એક મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝના (Netaji Subhash Chandra Bose) નેતૃત્વમાં આઝાદ હિન્દ ફોજ (INA) એ અંગ્રેજો વિરુદ્ધ હથિયાર ઉપાડ્યા. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, નેતાજીએ (Netaji) પોતાના પ્રખ્યાત નારા “ચલો દિલ્હી” માં (Chalo Delhi) લાલ કિલ્લાનો (Red Fort) ઉલ્લેખ કર્યો હતો, એટલે કે આ નારાથી તેમનો સીધો સંદર્ભ દિલ્હીના (Delhi) લાલ કિલ્લા (Red Fort) પર તિરંગો (Tiranga) લહેરાવવાનો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દ્વિતીય વિશ્વયુદ્ધ (World War ll) પછી અંગ્રેજોએ આઝાદ હિન્દ ફોજના (INA) ત્રણ મોટા અધિકારીઓ પ્રેમ સહગલ (Prem Sehgal), ગુરબક્ષ સિંહ ઢિલ્લોન (Gurbaksh Singh Dhillon) અને શાહનવાઝ ખાન (Shah Nawaz Khan) પર લાલ કિલ્લાની અંદર જ કોર્ટ-માર્શલ ચલાવ્યો. આ અધિકારીઓ પર આક્ષેપ હતો કે તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાની વફાદારી બદલીને બ્રિટિશ તાજ (British Empire) વિરુદ્ધ જંગ છેડી હતી. આ ઐતિહાસિક મુકદ્દમાએ પૂરા દેશમાં અંગ્રેજો વિરુદ્ધ ગુસ્સાની એક નવી લહેર પેદા કરી દીધી, જેણે તે સમયગાળામાં આઝાદીની માંગને વધુ ભડકાવી દીધી. ઇતિહાસકાર સ્વપ્ના લિડિલના (Swapna Liddle) જણાવ્યા અનુસાર, આઝાદી પછી એ ખૂબ જરૂરી હતું કે જે લાલ કિલ્લાને (Red Fort) અંગ્રેજોએ પોતાની તાકાતનું પ્રતીક બનાવ્યો હતો, તેને ફરીથી ભારતીય જનતાના સન્માન માટે મેળવવામાં આવે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નેહરુ અને તે ઐતિહાસિક ક્ષણ

1947 માં જ્યારે દેશ આઝાદ થયો, ત્યારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ (Jawaharlal Nehru) લાલ કિલ્લા (Red Fort) પર લાગેલો અંગ્રેજી ઝંડો હટાવીને ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગો (Tiranga) લહેરાવ્યો. આ જ ક્ષણ સાથે લાલ કિલ્લાનું (Red Fort) નામ હંમેશ માટે આધુનિક ભારતના ઇતિહાસમાં નોંધાઈ ગયું. પરંતુ રસપ્રદ વાત એ છે કે 15 ઓગસ્ટ 1947 ના રોજ નેહરુએ (Nehru) સૌથી પહેલાં તિરંગો (Tiranga) લાલ કિલ્લા પર નહીં પરંતુ, દિલ્હીના (Delhi) ઇન્ડિયા ગેટ (India Gate) પાસે પ્રિન્સેસ પાર્કમાં (Princess Park) લહેરાવ્યો હતો. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, બીજા દિવસે એટલે કે 16 ઓગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો (Tiranga) લહેરાવવામાં આવ્યો હતો. ત્યારપછીથી ભારતના દરેક વડાપ્રધાને (Prime Minister) લાલ કિલ્લાની (Red Fort) પ્રાચીર પરથી તિરંગો લહેરાવવાની અને ભાષણ આપવાની પરંપરાને આગળ વધારી, જે આજ સુધી કાયમ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લાલ કિલ્લો આજે પણ કેમ મહત્વપૂર્ણ છે?

જો લાલ કિલ્લાની પૂરી વાર્તાને એક વાક્યમાં સમજવામાં આવે, તો આ સત્તાથી આઝાદી સુધીની ભારતની સફરની વાર્તા છે. શાહજહાંના સમયમાં આ કિલ્લો મુઘલ સત્તાનું કેન્દ્ર હતો. 1857 માં તે અંગ્રેજો વિરુદ્ધના સંઘર્ષ સાથે જોડાઈ ગયો. આઝાદ હિન્દ ફોજના (INA) મુકદ્દમાઓ દરમિયાન તે સ્વાતંત્ર્ય આંદોલનનો બુલંદ અવાજ બન્યો. 1947 પછી આ જ ઐતિહાસિક લાલ કિલ્લો સ્વતંત્ર ભારતની સંપ્રભુતાનું પ્રતીક બની ગયો.

એટલા માટે જ દર વર્ષે જ્યારે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો લહેરાય છે, ત્યારે તે માત્ર એક ધ્વજવંદન સમારોહ નથી હોતો. તે ભારતના તે લાંબા પ્રવાસની યાદ અપાવે છે, જેમાં સામ્રાજ્યો બદલાયા, સત્તા બદલાઈ, સંઘર્ષો થયા અને આખરે દેશે પોતાની આઝાદી મેળવી. આ જ કારણ છે કે લાલ કિલ્લો આજે સ્વતંત્રતા દિવસનો અતૂટ હિસ્સો બની ચૂક્યો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *