Congress
Spread the love

રામ મંદિર દાન ચોરી (Ram Mandir Donation Theft) વિવાદમાં કોંગ્રેસની (Congress) વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસના (Congress) સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે (K. C. Venugopal) ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું કે આ સમગ્ર મામલો કરોડો ભારતીય નાગરિકોની આસ્થા સાથે વિશ્વાસઘાત છે. કોંગ્રેસ નેતાએ (Congress Leader) દાવો કર્યો કે રોકડ ગણતા કર્મચારીઓએ રોકડ અને કિંમતી દાગીના ચોરવા માટે સ્ટાન્ડર્ડ મોનિટરિંગ પ્રોટોકોલની અવગણના કરી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોંગ્રેસના (Congress) સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે ગુરુવારે વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીને (Narendra Modi) પત્ર લખીને મોટી માંગણી કરી છે. તેમણે લખ્યું કે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં ચઢાવાની ઉચાપત (Ram Mandir Donation Theft) અને મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ જોવા મળી છે. કોંગ્રેસ નેતાએ (Congress Leader) વડાપ્રધાન (Prime Minister) પાસે હસ્તક્ષેપની માંગ કરતા કહ્યું, “આ મામલામાં સુપ્રીમ કોર્ટની (Supreme Court) કડક દેખરેખ હેઠળ એક ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર એજન્સી દ્વારા નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

PTI ના અહેવાલ મુજબ, વેણુગોપાલે (Venugopal) કહ્યું કે આ સમગ્ર મામલો કરોડો ભારતીય નાગરિકોની આસ્થા સાથે વિશ્વાસઘાત છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પ્રાથમિક તપાસથી એક “સંગઠિત ટોળકી”ની મિલીભગત અને દરેક સ્તરે “સંસ્થાકીય નિષ્ફળતા” ની ખબર પડે છે, જેનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સંસ્થાકીય સંરક્ષણ, રાજકીય આશ્રય વિના આવી કથિત લૂંટ શક્ય નહોતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોંગ્રેસ નેતાએ (Congress Leader) દાવો કર્યો કે રોકડ ગણતા કર્મચારીઓએ રોકડ અને કિંમતી દાગીના ચોરવા માટે પ્રમાણભૂત દેખરેખ પ્રોટોકોલની અવગણના કરી છે. જ્યારે આ કથિત ગુનાહિત કાવતરાના પુરાવા ભૂંસી નાખવા માટે મહિનાઓ જૂના સીસીટીવી (CCTV) ફૂટેજ નષ્ટ કરી દેવામાં આવ્યા. તેમણે આગળ આરોપ લગાવ્યો કે ઉચાપત અને ચોરીની ફરિયાદોને કાં તો નજરઅંદાજ કરવામાં આવી અથવા તો તેને દબાવી દેવામાં આવી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

SIT તપાસ અને FIR “માત્ર એક નાટક” : કોંગ્રેસ (Congress)

વેણુગોપાલે (Venugopal) પત્ર દ્વારા પીએમ મોદીને (PM Modi) કહ્યું, “ટ્રસ્ટના પૂર્વ મુખ્ય હિસાબી અધિકારી (Chief Account Officer) દ્વારા કથિત ગેરરીતિઓ વિશે આપવામાં આવેલી ચેતવણીઓ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોને પણ નજરઅંદાજ કરવામાં આવ્યા.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોંગ્રેસ (Congress) મહાસચિવે આક્ષેપ કર્યો કે ઉત્તર પ્રદેશ સરકાર (Uttar Pradesh Government) દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) અને ત્યારબાદ નોંધાયેલી એફઆઈઆર (FIR) “માત્ર એક દેખાડો/નાટક” છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કથિત રીતે દોષિતોને બચાવનારાઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટ્રસ્ટની પવિત્રતા સાથે ગંભીર વિશ્વાસઘાત

વેણુગોપાલે (VEnugopal) પત્રમાં લખ્યું, “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કેન્દ્ર (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) સરકાર દ્વારા 2020 માં રચવામાં આવેલું એક સાર્વજનિક ટ્રસ્ટ છે. તેથી, આ ટ્રસ્ટ પાસેથી પારદર્શિતા અને જવાબદારીના સર્વોચ્ચ માપદંડોનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા આરોપો હિન્દુ (Hindu) આસ્થા અને ભગવાન રામના (Bhagwan Ram) નામે સ્થાપિત ટ્રસ્ટની પવિત્રતા સાથે ગંભીર વિશ્વાસઘાત છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *