પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને હજુ પણ વિવાદ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોંગ્રેસના ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કાર દરમિયાન અનાદર અને ગેરવહીવટ થયા હોવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આજે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અસ્થિ વિસર્જન વખતે કોંગ્રેસના નેતા ગેરહાજર હોવાના મુદ્દે ભાજપે પ્રહારો કર્યા છે. આ અંગે ભાજપના અનેક નેતાઓએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય શોક વચ્ચે વિદેશ રવાના થઈ ગયા છે.
ભાજપના આઈટી સેલના વડાએ રાહુલ પર સાધ્યું નિશાન
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધનથી દેશ શોકમાં છે ત્યારે રાહુલ ગાંધી નવા વર્ષની ઉજવણી કરવા વિયેતનામ પહોંચી ગયા છે. રાહુલ ગાંધીએ પોતાની રાજકીય સગવડતા માટે ડૉ. સિંહના અવસાનનું રાજનીતિકરણ કર્યું અને તેનો લાભ લીધો, પરંતુ તેમના પ્રત્યેના તેમની નફરતને અવગણી શકાય નહીં. ગાંધી પરિવાર અને કોંગ્રેસ શીખોને નફરત કરે છે. ઈન્દિરા ગાંધીએ દરબાર સાહિબનું કરેલું અપમાન ભુલાય તેમ નથી.
While the country is mourning Prime Minister Dr Manmohan Singh’s demise, Rahul Gandhi has flown to Vietnam to ring in the New Year.
— Amit Malviya (@amitmalviya) December 30, 2024
Rahul Gandhi politicised and exploited Dr Singh’s death for his expedient politics but his contempt for him is unmissable.
The Gandhis and the…
રાહુલ ગાંધી પર ભાજપનો પ્રહાર
શહજાદ પૂનાવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીના સમયમાં એલઓપીનો મતલબ લિડર ઓફ ઓપોઝીશન નથી પરંતુ લિડર ઑફ પર્યટન અને લિડર ઓફ પાર્ટી બન્યા છે. તેમણે બંધારણીય પદને લિડર ઑફ પર્યટન અને લિડર ઓફ પાર્ટી બનાવી દીધું છે. આજે જ્યારે પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના નિધન પર દેશ રાષ્ટ્રીય શોક મનાવી રહ્યો છે. દેશની સરકાર દ્વારા 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દેશમાં રહીને ડૉ. મનમોહન સિંહના અવસાન પર શોક વ્યક્ત કરવાને બદલે એવા સમાચાર આવી રહ્યા છે કે રાહુલ ગાંધી પ્રવાસ અને પાર્ટી માટે વિદેશ જવા રવાના થઈ ગયા છે.
#WATCH | Delhi: BJP leader Shehzad Poonawalla says, "Rahul Gandhi has changed the meaning of LoP from Leader of Opposition to Leader of 'paryatan' and Leader of party. At a time when the country is in grief over the demise of former Prime Minister Manmohan Singh, Rahul Gandhi has… pic.twitter.com/OC5WemImuC
— ANI (@ANI) December 30, 2024
26/11નો હુમલો થયો ત્યારે પણ…
આમ તો રાહુલ ગાંધી અને પાર્ટી, વિદેશ પ્રવાસ એક સામાન્ય વાત બની ગઈ છે. 26/11નો હુમલો થયો ત્યારે પણ રાહુલ ગાંધી કેવી રીતે પાર્ટી કરી રહ્યા હતા તે સમાચાર અખબારોમાં પ્રકાશિત થયું હતું. આજે પણ તેમને ભારતના પૂર્વ પીએમના સન્માનની ચિંતા નથી. માત્ર રાજનીતિ કરે છે. જ્યારે કેમેરામેન કે ફોટોગ્રાફર નહોતા ત્યારે ડૉ. મનમોહન સિંહની અસ્થિ એકત્ર કરતી વખતે, રાહુલ ગાંધી કે તેમના પરિવારમાંથી કોઈએ તેમાં ભાગ લીધો ન હતો. આ સમયે ભાજપના લોકો હાજર હતા. જ્યારે કોંગ્રેસમાંથી કોઈ નહોતું.
ભુતપૂર્વ વડાપ્રધાનનું અપમાન કર્યું
ગાંધી પરિવારે ભારતના ભુતપૂર્વ વડાપ્રધાનને અપમાનિત કરવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધીએ તેમની કેબિનેટના નિર્ણયોને ફાડી નાખવાનું કામ કર્યું હતું. તેમણે [મનમોહનસિંહે] એક વખત તો એમ પણ કહ્યું હતું કે તેઓ પીએમ પદ પરથી રાજીનામું આપવા માગે છે. હવે વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે, ભુતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શમિષ્ઠા મુખર્જીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે કેવી રીતે તેમના પિતા ડૉ. મનમોહન સિંહને ભારત રત્ન આપવામાં આવે તેવું ઈચ્છતા હતા. આ માટે તેમણે પહેલ પણ કરી હતી. તેમણે કેબિનેટ સચિવને આ વાત જણાવી અને વિનંતી કરી કે સોનિયા ગાંધી સાથે ચર્ચા કરીને આ મુદ્દાને આગળ વધારવામાં આવે. પરંતુ આ અંગે વધુ ચર્ચા ન થઈ અને મામલો જેમનો તેમ જ રહ્યો. આખરે ક્યા પરિવારને એટલી તકલીફ પડી કે તેમના પરિવારના નેતા જીવતા હતા ત્યારે તેમને ભારત રત્ન આપવામાં આવ્યો પરંતુ ડૉ. મનમોહન સિંહને એનાયત ન થયો. આ એવું છે કે જે કોઇ પણ બિન-ગાંધી પરિવારમાંથી કોંગ્રેસી પીએમ હોય તેની સાથે અપમાનજનક વર્તન કરવું. આ તેમના રાજકીય ડીએનએમાં છે.
#TimesNowExclusive
— TIMES NOW (@TimesNow) December 29, 2024
There was only one entry in his (Former President Pranab Mukherjee) diary on Oct 30, 2013, and he wrote that he felt that Dr. Manmohan Singh should be conferred Bharat Ratna…: @Sharmistha_GK in conversation with @NavikaKumar pic.twitter.com/dqnlrqeFzI
ડૉ. બાબા સાહેબના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવા ન દેવાયા
ગઈકાલે અમે પૂર્વ પીએમ નરસિમ્હા રાવના પરિવારનું નિવેદન જોયું કે કેવી રીતે તેમના પાર્થિવ શરીરને કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી. તે સમયના નેતાઓએ તેમના અંતિમ સંસ્કાર કેવી રીતે દિલ્હીમાં ન કરવા દીધા અને શું સ્થિતિ હતી. નેહરુજીએ સરદાર પટેલ જીના અંતિમ સંસ્કારમાં ભાગ ન લેવાનો પત્ર લખ્યો હતો. બાબા સાહેબ આંબેડકરના અંતિમ સંસ્કાર પણ દિલ્હીમાં નહોતા કરવા દેવામાં આવ્યા.
કોંગ્રેસ વારંવાર આ પ્રકારનું વલણ અપનાવીને મહાપુરુષોનું અપમાન કરે છે. પીએમ મોદી આવ્યા ત્યારે નરસિંહ રાવ મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું અને તેમને ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો. આજે એક વાત સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ પાર્ટી માટે ડૉ. મનમોહન સિંહજીનું સન્માન અને સમાધિ માત્ર રાજકારણની વાત છે. મામૂલી રાજકારણ કરવા માટે આ મુદ્દો ઉઠાવ્યો. રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી ફરી પાર્ટીમાં ગયા છે, તેનો જવાબ આપવો જોઈએ.