મિલિંદ દેવરાના પિતા મુરલી દેવરા કેન્દ્રીય મંત્રી તેમજ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ હતા. દેવરા પરિવાર અને ગાંધી પરિવાર નજીકના સંબંધીઓ તરીકે ઓળખાતા હતા. મિલિંદ દેવરા સ્વયં મહારાષ્ટ્ર કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. તેઓ પાર્ટીના મજબૂત નેતા હતા. આવી સ્થિતિમાં મિલિંદ દેવરાનો કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઘણા લોકોને સમજાઈ નથી રહ્યો.
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં તેમના નિર્ણય અંગે અટકળો ચાલી રહી હતી કે મિલિંદ દેવરા કોંગ્રેસ છોડીને શિવસેના (શિંદે)માં જોડાઈ શકે છે આખરે એ અટકળોએ સત્ય સ્વરૂપ ધારણ કર્યું અને મોટો ગણી શકાય એવો નિર્ણય લઈને મિલિંદ દેવરા કોંગ્રેસથી છેડો ફાડી લીધો. લોકસભાની ચૂંટણી (2024) આડે જ્યારે ત્રણેક મહિના જેટલો સમય બચ્યો છે ત્યારે મિલિંદ દેવરાનું રાજીનામાથી મહારાષ્ટ્રના રાજકારણ પર અને કોંગ્રેસ પર કેટલી અસર કરશે?
કોણ છે મિલિંદ દેવરા ?
મિલિંદ દેવરા મહારાષ્ટ્ર કોંગ્રેસનો જાણીતા ચહેરો છે, તેઓ પાર્ટીના મજબૂત નેતા હતા. આ ઉપરાંત રાહુલ ગાંધીના નજીકના મિત્ર હોવાનું કહેવાય છે. મિલિંદ દેવરાના પિતા મુરલી દેવરા કેન્દ્રીય મંત્રી તેમજ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ હતા. દેવરા પરિવાર અને ગાંધી પરિવાર નજીકના સંબંધો હોવાની ચર્ચા ચાલતી રહેતી હોય છે. કોંગ્રેસમાં મિલિંદ દેવરાની બીજી છે, તેઓ કોંગ્રેસના મજબૂત નેતા છે છતાં તેમણે પાર્ટી કેમ છોડી તેનો જવાબ આપવાને બદલે કોંગ્રેસના નેતાઓ પીએમ મોદીને જવાબદાર ગણાવી રહ્યા છે.
મિલિંદ દેવરાના રાજીનામાનું કારણ શું ?
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના, ઉદ્ધવ ઠાકરે જૂથ અને એનસીપી શરદ પવાર જૂથ સાથેનું મહા વિકાસ અઘાડી ગઠબંધન છે. હજુ વિપક્ષોના ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણીનો મુદ્દો ગૂંચવાયેલો છે ત્યાં જ દેવરા પરિવાર છેલ્લા ઘણા સમયથી જે બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે તે દક્ષિણ મુંબઈ લોકસભા બેઠક પર શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે દાવો કર્યો છે. હાલમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અરવિંદ સાવંત દક્ષિણ મુંબઈના સાંસદ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે દક્ષિણ મુંબઈ સીટ પર જે રીતે દાવો કરવામાં આવ્યો હતો તેનાથી મિલિંદ દેવરા નારાજ છે.
મિલિંદ દેવરના રાજીનામા પર કોંગ્રેસની પ્રતિક્રિયા શું આવી ?
મિલિંદદેવરાના પાર્ટી છોડવાના નિર્ણય અંગે મુંબઈ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે કહ્યું, ‘આજે હું મુરલી દેવરાનું ટ્વીટ વાંચીને અંગત રીતે ખૂબ જ દુઃખી થયું, અમે અને કોંગ્રેસ પાર્ટીના લોકોએ તેમની સાથે વાત કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો. મારે કહેવું છે કે આજે જ્યારે ભારત ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે એ જ સમયે આવો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. હું કહીશ કે ઓછામાં ઓછું એકવાર તેઓએ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, કોંગ્રેસ પાર્ટીએ હંમેશા અમને તાકાત આપી છે અને અમે એક પરિવાર છીએ.
મિલિંદ દેવરાએ રાજીનામાની જાહેરાત કરતા પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ વિશે સંકેતો આપ્યા અને કહ્યું કે હવે તેમણે વિકાસનો માર્ગ પસંદ કર્યો છે. જો મિલિંદ દેવરા કોંગ્રેસ છોડીને એકનાથ શિંદે જૂથમાં જોડાય છે, તો તે ચોક્કસપણે શિંદે જૂથ માટે હુકમનો એક્કો ગણાશે, પરંતુ એક મોટો પ્રશ્ન હશે કે શું ભારતીય જનતા પાર્ટી મહાગઠબંધનની સરકારમાં દક્ષિણ મુંબઈની બેઠક છોડવા તૈયાર થશે? કારણ કે રાહુલ નાર્વેકર અને મંગલ પ્રભાત લોઢા દક્ષિણ મુંબઈ બેઠક પરથી ભાજપના દાવેદાર ગણાય છે.
શિંદેની પ્રતિક્રિયા
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જ્યારે એકનાથ શિંદેને દેવરાના શિવસેના શિંદે જુથમાં જોડાવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે રહસ્યમય સ્મિત કરતાં કહ્યું, ‘હું જોઈ રહ્યો છું. જો તેમાનો પક્ષમાં પ્રવેશ થશે, તો હું તેનું સ્વાગત કરીશ.