વિદેશ મંત્રી એસ જયશંકરે સમગ્ર વિશ્વને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પોતાની પસંદગી ઉપર ક્યારેય અન્યને વીટો કરવાની મંજૂરી આપી શકશે નહીં અને તે કોઈપણના દબાણ હેઠળ રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક સુખાકારી માટે જે યોગ્ય હશે તે કરશે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે ભારત ક્યારેય અન્યને તેના નિર્ણયો પર ‘વીટો’ કરવાની મંજૂરી આપશે નહીં અને કોઈપણ ડરને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક સુખાકારી માટે જે યોગ્ય હશે તે કરશે. તેમણે કહ્યું કે બિનાઆરોગ્યપ્રદ આદતો, તણાવપૂર્ણ જીવનશૈલી અથવા વારંવાર હવામાનની ઘટનાઓ સાથે સંઘર્ષ કરતી દુનિયામાં, ભારતના વારસામાંથી ઘણું શીખી શકાય છે, પરંતુ દેશવાસીઓ જ્યારે તેના પર ગર્વ કરશે ત્યારે જ વિશ્વને તેની ખબર પડશે.
ભારતે ભારતીયતા છોડ્યા વિના આગળ વધવું પડશે
જયશંકરે કહ્યું કે ગ્લોબલાઈઝેશનના યુગમાં ટેક્નોલોજી અને પરંપરાને સાથે લઈને ચાલવું પડશે. તેમણે કહ્યું, “ભારત ચોક્કસપણે પ્રગતિ કરશે, પરંતુ તેણે તેની ભારતીયતા ગુમાવ્યા વિના આમ કરવું પડશે ત્યારે જ આપણે બહુ-ધ્રુવીય વિશ્વમાં એક અગ્રણી શક્તિ તરીકે સાચા અર્થમાં ઉભરી શકીશું.”
જયશંકરે વીટો પર કેમ ભરી હુંકાર?
જયશંકરને 27મા ‘SIES શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી નેશનલ એમિનન્સ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારનું નામ કાંચી કામકોટી પીઠમના 68મા દ્રષ્ટા સ્વર્ગસ્થ શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિદેશ મંત્રીએ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી પરંતુ તેમનો વીડિયો સંદેશ મોકલ્યો હતો. તેમણે કહ્યું, “સ્વતંત્રતાને ક્યારેય તટસ્થતા સાથે ભેળસેળ ન કરવી જોઈએ. કોઈ ભય વિના આપણે આપણા રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક કલ્યાણ માટે જે કંઈ પણ યોગ્ય છે તે કરીશું. ભારત પોતાના નિર્ણયો પર ક્યારેય અન્ય લોકોને વીટો વાપરવાની મંજૂરી આપશે નહીં.”
જયશંકરે કહ્યું કે ભારત આજે એક મહત્વપૂર્ણ વળાંક ઉપર ઊભું છે. પાછલા દાયકાએ બતાવ્યું છે કે ભારત પાસે ક્ષમતાઓ, આત્મવિશ્વાસ અને વ્યાપક મોરચે વિકાસને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા છે.