Spread the love

ચૂંટણી દરમ્યાન પૈસા વહેંચવાના આરોપમાં ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને લીગલ નોટિસ ફટકારી છે. લીગલ નોટિસમાં તાવડેએ કહ્યું કે, “જે આરોપ મારા પર લગાવ્યો છે, તેના પુરાવા આપો કે પછી આપ ત્રણેય માફી માગો.” તાવડેના જણાવ્યા અનુસાર, માફી ન માગવાની સ્થિતિમાં કોર્ટમાં માનહાનિનો કેસ ચલાવવામાં આવશે. તાવડેએ ખડગે, ગાંધી અને શ્રીનતેને અંગ્રેજી, હિન્દી અને મરાઠી અખબારોના પહેલા પાના પર પ્રકાશિત કરીને બિનશરતી માફી માંગવા પણ કહ્યું.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહામંત્રી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, લોકસભમાં નેતા વિપક્ષ અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત સામે તેમની સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા મતદારોને 5 કરોડ રુપિયા વહેંચતા રંગે હાથ પકડાયા હોવાની તેમની બદનક્ષી કરતી પોસ્ટ કરવા બદલ ₹100 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના મતદાનના એક દિવસ પહેલા 19 નવેમ્બરના રોજ નાલાસોપારા હોટલમાં થયેલા વિવાદ બાદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષના લોકસભા નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના પ્રવક્તા શ્રીનેતે સોશિયલ મીડિયા પર તાવડે અને ભાજપની નિંદા કરી હતી.

થોડા જ કલાકોમાં રાહુલ ગાંધીએ X પરની તેમની પોસ્ટમાં કહ્યું, “મોદીજી, આ 5 કરોડ રૂપિયા કોના ‘સેફ’માંથી આવ્યા? જનતાના પૈસા લૂંટીને તમને ટેમ્પોમાં કોણે મોકલ્યા?

ખડગેએ પણ X પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મોદીજી મની પાવર અને મસલ પાવરની મદદથી મહારાષ્ટ્રને ‘સુરક્ષિત’ બનાવવા માગે છે. એક તરફ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન (અનિલ દેશમુખ) પર હુમલો થાય છે અને બીજી તરફ, ભાજપના વરિષ્ઠ નેતા ₹5 કરોડ સાથે રંગે હાથે ઝડપાય છે. આ મહારાષ્ટ્રની વિચારધારા નથી અને મહારાષ્ટ્રના મતદારો તમને યોગ્ય જવાબ આપશે.

કાનૂની પેઢી દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં, તાવડેએ આરોપોને “પાયાવિહોણા, ખોટા, ગેરમાર્ગે દોરનારા અને ખોટા” ગણાવ્યા છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ માનહાનિની ​​નોટિસ ફટકારી છે.

તાવડેએ ફટકારેલી નોતિસમાં જે કહેવાયું છે તે મુજબ ત્રણેય નેતાઓને 24 કલાકની અંદર ત્રણ અંગ્રેજી, ત્રણ હિન્દી અને ત્રણ મરાઠી અખબારોમાં પ્રકાશિત કરીને તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બિનશરતી માફી માંગવા કહ્યું છે. “…તેઅમ કરવામાં નિષ્ફળત જાવા બદલ, BNS ની કલમ 356 હેઠળ તમને 2 વર્ષની જેલની સજા કરવા માટે તમારી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ઉપરાંત, યોગ્ય અદાલતમાં તમારી સામે ₹100 કરોડના નુકસાન માટે સિવિલ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.”

ભાજપના નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મેં નાલાસોપારા કેસમાં તેમના પાયાવિહોણા આરોપો બદલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મારી અને ભાજપની છબીને બગાડવાના તેમના પ્રયાસો છતાં, સત્ય સ્પષ્ટ છે – ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા તપાસમાં કથિત ₹5 કરોડ ક્યાંયથી મળી આવ્યા નથી. આ બાબત કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિ અને દેશને ગેરમાર્ગે દોરવાના તેમના ભયાવહ પ્રયાસોને છતા કરે છે. ”


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *