જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. દરમિયાન, ભારતે હવે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ સામે કાર્યવાહી કરી છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન સરકાર તો ડરી જ ગઈ છે સાથે સાથે પાકિસ્તાની સેનાને હતાશા પણ સ્પષ્ટપણે દેખાય છે. દરમિયાન, ભારતે હવે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ સામે કાર્યવાહી કરી છે અને તેમના સોશ્યલ મીડિયા પ્લેફોર્મ X ઉપરના એકાઉન્ટને બ્લોક કરી દીધું છે.

પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનની શેખી
પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું હતું કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે તેથી આવી સ્થિતિમાં, સેનાને સંપૂર્ણપણે તૈયાર રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, ખ્વાજા આસિફે કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ સરકારને ભારતીય હુમલાની શક્યતા વિશે જાણ કરી છે, જેના પછી પાકિસ્તાન સતર્ક થઈ ગયું છે.

પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ સીમા ઉપર પાકિસ્તાન સતત અટકચાળા કરી રહ્યું છે. આ પહેલા પાકિસ્તાની સેનાએ સતત પાંચમી વખત LoC પર ગોળીબાર કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ ઉત્તર આપ્યો હતો.
ભારતીય સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ’28-29 એપ્રિલ 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના, કુપવાડા અને બારામુલ્લા જિલ્લાની સામેના વિસ્તારોમાં તેમજ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ આ ઉશ્કેરણીનો સંયમિત અને અસરકારક રીતે જવાબ આપ્યો હતો.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પાકિસ્તાને શરુ કર્યું સાયબર યુદ્ધ? (Cyber War)
ભારતના સંભવિત હુમલાથી ડરેલા પાકિસ્તાને હવે સાયબર યુદ્ધ (Cyber War) શરૂ કરી દીધું છે. તેણે ભારતીય સેનાની વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે દિવસમાં બે વાર આવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ભારતીય ટેક નિષ્ણાતોએ તેમને નિષ્ફળ બનાવ્યા.
#Breaking | Pak-based cyber actors have failed in their attempts to violate Indian cyber sovereignty.
— TIMES NOW (@TimesNow) April 29, 2025
– Pakistan has now redirected its efforts towards publicly accessible welfare and educational websites after finding mission-critical national networks impenetrable.… pic.twitter.com/0YIvdeNpC9
મંગળવારે રાજસ્થાનના શિક્ષણ વિભાગના સત્તાવાર પોર્ટલ પર સાયબર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોર્ટલના હોમપેજમાં ફેરફાર કરીને ‘પાકિસ્તાન સાયબર ફોર્સ’ નામ હેઠળ ભડકાઉ સંદેશાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
શિક્ષણ મંત્રી મદન દિલાવરે સાયબર હુમલાની નિંદા કરતા ટિપ્પણી કરી, “શિક્ષણ વિભાગની આઇટી શાખા સક્રિય કરવામાં આવી છે. હાલમાં, વેબસાઇટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે, અને પુનઃપ્રાપ્તિના પ્રયાસો ઝડપી ગતિએ ચાલી રહ્યા છે. અમે સાયબર સુરક્ષા એજન્સીઓને પણ ઘટના વિશે જાણ કરી છે. સાયબર હુમલા માટે જવાબદાર જૂથને ઓળખવા અને નુકસાનની હદનું મૂલ્યાંકન કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.”

સાયબર સુરક્ષા ઉપરના ખતરા વધુને વધુ સોફિસ્ટીકેટેડ અને વારંવાર ઉભા થઈ રહ્યા છે, ત્યારે સાયબર નિષ્ણાતો સરકારી વેબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રાખવા માટે મજબૂત ડિજિટલ સુરક્ષા માળખા અને વધુ સારી દેખરેખની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો