કર્ણાટક (Karnataka) સરકાર દ્વારા મહિલા (Women) મુસાફરોને મફત બસ સેવા પૂરી પાડવાના વચન છતાં, કોર્પોરેશનોના દૈનિક ખર્ચમાં ઝડપથી વધારો થયો છે. કોંગ્રેસના (Congress) ધારાસભ્ય (MLA) રાજુ કગેએ (Raju Kage) જણાવ્યું હતું કે NWKRTC ને લગભગ ₹900 કરોડ મળવાના હતા, પરંતુ અત્યાર સુધી તે રકમ મળી નથી, જેના કારણે કોર્પોરેશન ખોટમાં કરી રહ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કર્ણાટક (Karnataka) સરકારની હિલાઓ માટે મફત બસ મુસાફરી યોજના “શક્તિ યોજના” ફરી એકવાર આર્થિક પ્રશ્નો હેઠળ આવી છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીમાંથી જ પ્રશ્નો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) અને ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NWKRTC) ના ચેરમેન રાજુ કગેએ દાવો કર્યો છે કે સરકારે હજુ સુધી યોજના હેઠળ 900 કરોડ રૂપિયાની ચુકવણી કરી નથી, જેના કારણે કોર્પોરેશન ગંભીર નાણાકીય કટોકટીમાં આવી ગયું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
રાજુ કગે (Raju Kage) સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આ બાકી રકમ સમયસર મળી હોત, તો કોર્પોરેશન નુકસાનમાંથી બહાર નીકળી શક્યું હોત. પરંતુ બે વર્ષ થઈ ગયા છતાં પણ ભંડોળ જાહેર કરવામાં આવ્યું નથી, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.

કર્ણાટક (Karnataka) સરકાર દ્વારા શક્તિ યોજનાની ચુકવણીમાં વિલંબ
કર્ણાટક (Karnataka) સરકાર દ્વારા મહિલા મુસાફરોને (Women Passenger) મફત બસ સેવા (Free Bus Service) પૂરી પાડવાના વચન પુરુ કરવાના ચક્કરમાં નિગમના દૈનિક ખર્ચમાં તીવ્ર વધારો થયો છે. મુસાફરોની સંખ્યા વધી છે, પરંતુ તેના વળતરના નાણાં મળવામાં અસહ્ય વિલંબ થઈ રહ્યો હોવાની રાવ ઉઠી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) રાજુ કગેએ (Raju Kage) જણાવ્યું હતું કે NWKRTC ને લગભગ ₹900 કરોડ લેવાના નીકળે છે, પરંતુ અત્યાર સુધી તે રકમ મળી નથી, જેના કારણે કોર્પોરેશન ખોટમાં ચાલી રહ્યું છે.

કર્ણાટક (Karnataka) સરકારે કર્યો ખુલાસો
આ અંગે પ્રતિક્રિયા આપતા કર્ણાટક (Karnataka) સરકારના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે સરકારે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનો (RTCs) માટે 2,000 કરોડ રૂપિયાના ભંડોળને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે, જેમાંથી 500 કરોડ રૂપિયા NWKRTCને પ્રથમ તબક્કામાં જારી કરવામાં આવ્યા છે. વધુમાં, 700 નવી બસો ખરીદવા માટે આશરે ₹350 કરોડ ફાળવવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે સરકારે કુલ ₹850 કરોડની સપોર્ટ સિસ્ટમ બનાવી છે.

જોકે, આ આંકડાઓની માયાજાળની આરપાર જોતા કોર્પોરેશનો સામે વાસ્તવિક નાણાકીય ચિત્ર વધુ ગંભીર છે. સંચાલન ખર્ચ, કર્મચારી પેન્શન, ઇંધણ બિલ અને અન્ય જવાબદારીઓ સહિત આશરે ₹4,800 કરોડની જંગી ચુકવણી બાકી છે. તેથી, ફક્ત આંશિક રાહતથી પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ શકશે નહીં.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
બાકી નાણાં મુક્ત કર્યા વિના પરિસ્થિતિમાં સુધારો કરવો મુશ્કેલ
શક્તિ યોજનાએ (Shakti Scheme) મહિલાઓને (Women) મફત બસ મુસાફરીની સુવિધા ચોક્કસ આપી છે, પરંતુ તેનાથી રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનો એટલે કે RTC પર પણ નાણાકીય દબાણ ખૂબ વધ્યું છે. કોર્પોરેશનોનું કહેવું છે કે બસોની સંખ્યા વધારવા, તેમના જાળવણી, ઇંધણ ખર્ચ અને કર્મચારીઓના પગાર જેવી જરૂરિયાતોને કારણે આ યોજના હવે જંગી ખોટનું કારણ બની ગઈ છે.
#BREAKING
— TIMES NOW (@TimesNow) October 22, 2025
Congress MLA raises alarm over Rs 900 crore pending payment under the Shakti scheme.
Raju Kage: Not making profits
– 'The govt pays 70% of the amount and holds 30%'@KeypadGuerilla & @Swatij14 with details. pic.twitter.com/nkii0L3zFn
ખાસ કરીને NWKRTC જેવા કોર્પોરેશનો કહે છે કે જ્યાં સુધી સરકાર બાકી રહેલા પૈસા રિલીઝ નહીં કરે ત્યાં સુધી પરિસ્થિતિમાં સુધારો થવો મુશ્કેલ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
