CAA
Spread the love

CAA: નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) હેઠળ, 31 ડિસેમ્બર 2014 ના રોજ અથવા તે પહેલાં ભારત આવેલા લઘુમતી સમુદાયના સભ્યોને ભારતીય નાગરિકત્વ (Indian Citizenship) આપવામાં આવે છે પરંતુ મંત્રાલયે જણાવ્યું છે કે ઈમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, 2025 (Immigration and Foreigners Act, 2025) હેઠળ, 2014 પછી ભારત આવેલા લઘુમતી સમુદાયના સભ્યોને ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટીવી9 ભારતવર્ષના રિપોર્ટ અનુસાર ભારત સરકારે પાકિસ્તાન (Pakistan), બાંગ્લાદેશ (Bangladesh) અને અફઘાનિસ્તાનથી (Afghanistan) ભારત આવેલા લઘુમતી સમુદાયોને (Minorities) સીએએ (CAA) માં નહોતી એવી મોટી રાહત આપી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે 31 ડિસેમ્બર, 2024 સુધી ભારત આવેલા લઘુમતી સમુદાયો (હિન્દુ (Hindu), શીખ (Shikh), બૌદ્ધ (Bauddh), જૈન (Jain), પારસી (Parsi) અને ખ્રિસ્તી (Christians)) ના લોકોને પાસપોર્ટ (Passport) અથવા અન્ય દસ્તાવેજો વિના દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લઘુમતીઓ પાસપોર્ટ વિના ભારતમાં રહી શકશે

ગૃહ મંત્રાલયે (Home Ministry) પોતાના આદેશમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન (Afghanistan), બાંગ્લાદેશ (Bangladesh) અને પાકિસ્તાનના (Pakistan) લઘુમતી સમુદાય (હિન્દુ (Hindu), શીખ (Shikh), બૌદ્ધ (Bauddh), જૈન Jain), પારસી (Parsi) અને ખ્રિસ્તી Christians)) ના કોઈપણ વ્યક્તિ જે ધાર્મિક ઉત્પીડન અથવા તેના ભયને કારણે ભારતમાં રહેવા આવ્યા હોય અને 31 ડિસેમ્બર 2024 ના રોજ કે તે પહેલાં દેશમાં રહેતા લોકોને માન્ય દસ્તાવેજો અને પાસપોર્ટ (Passport) રાખવાની અનિવાર્યતામાંથી મુક્તિ આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ છૂટ એવા લોકોને પણ આપવામાં આવશે જેમની પાસે પાસપોર્ટ (Passport) છે પરંતુ તેની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે અથવા જેઓ માન્ય દસ્તાવેજો વિના ભારત આવ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સીએએમાં (CAA) નહોતી સુવિધા

તાજેતરમાં લાગુ કરાયેલા ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act), 2025) હેઠળ જારી કરાયેલ આ આદેશ, મોટી સંખ્યામાં લોકો માટે, ખાસ કરીને જેઓ 2014 પછી ભારત આવ્યા હતા અને તેમના ભવિષ્ય અને રહેવા વિશે ખૂબ ચિંતિત હતા એવા પાકિસ્તાનથી (Pakistan) આવેલા હિન્દુઓ (Hindu) માટે રાહતનો વિષય છે. ઉલ્લેખનીય છે કે સીએએ (CAA) હેઠળ 31 ડિસેમ્બર 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવેલા લઘુમતી સમુદાયના (Minorities) સભ્યોને ભારતીય નાગરિકત્વ (Indian Citizenship) આપવામાં આવે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શું છે ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ?

ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ અધિનિયમ, 2025 (Immigration and Foreigners Act, 2025) એ ભારતનો એક નવો કાયદો છે. આ નવો કાયદો ભારતમાં આવતા વિદેશીઓના રહેવા અને પરત ફરવા અંગે કેટલાક નિયમો નક્કી કરે છે. આ કાયદા હેઠળ, વિદેશીઓ પાસે ભારતમાં પ્રવેશવા માટે માન્ય વિઝા (VISA) અથવા પાસપોર્ટ (Passport) હોવો જરૂરી છે. જો કોઈ વિદેશી પાસે વિઝા (VISA) અથવા પાસપોર્ટ (Passport) ન હોય, તો તેને કાયદા હેઠળ 2 થી 7 વર્ષની જેલ અને દંડનો સામનો કરવો પડી શકે છે. જોકે, આ કાયદામાં ધાર્મિક ઉત્પીડનને કારણે 2014 પહેલા પાકિસ્તાન (Pakistan), બાંગ્લાદેશ (Bangladesh) અને અફઘાનિસ્તાનથી (Afghanistan) ભારત આવેલા લોકોને માન્ય વિઝાથી (VISA) મુક્તિ આપવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *