- 13 ખેડૂત નેતાઓ સાથે ગૃહમંત્રી અમિત શાહે મીટીંગ કરી
- 3 કલાક ચાલેલી મીટીંગ પુરી
- કાલે ખેડૂત નેતાઓ વચ્ચે 12 વાગ્યે મીટીંગ
સરકાર કાલે લિખિત પ્રસ્તાવ આપશે
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ સાથે આજે કેબેઠક કરી હતી આશરે ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં ખેડૂત નેતાઓને સરકાર આવતીકાલે લિખિત પ્રસ્તાવ આપશે. સરકાર દ્વારા જે લિખિત પ્રસ્તાવ આપવામાં આવશે તે અંગે અન્ય ખેડૂત નેતાઓ સાથે ચર્ચા કરશે. આવતીકાલે નક્કી કરવામાં આવેલી છઠ્ઠા તબક્કાની મીટીંગ આવતીકાલે ખેડૂત નેતાઓની મીટીંગ બાદ નક્કી થઈ શકે છે.
પ્રથમ વખત ગૃહમંત્રી સાથે ખેડૂત નેતાઓની મીટીંગ થઈ
છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના 13 ખેડૂત નેતાઓ સાથે પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ICAR ભવનમાં આશરે 3 કલાક મીટીંગ કરી હતી. બેઠક બાદ ખેડૂત નેતા હનન મુલાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકાર કૃષિ સંબંધિત કાયદા વિશે આવતીકાલે લિખિત પ્રસ્તાવ આપવાનું આશ્વાસન આપ્યું છે. હનન મુલાએ આગળ જણાવ્યું હતું કે સરકાર કૃષિ સંબંધિત કાયદા પરત લેવા તૈયાર નથી. સરકાર દ્વારા કૃષિ સંબંધિત કાયદા અંગે ખેડૂત નેતાઓને જે લિખિત પ્રસ્તાવ આપશે તેની ઉપર ખેડૂત નેતાઓ સિંધુ બોર્ડર ઉપર ચર્ચા કરશે. આ બેઠક બાદ આવતીકાલે થનારી ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચેની બેઠક નહીં થાય જ્યારે આવતીકાલે સવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે.