ગુજરાતના ભૂતપૂર્વ ઉદ્યોગ, ખાણ અને ખનીજ મંત્રી શ્રી રોહિત પટેલનું નિધન
ગુજરાતના ભૂતપૂર્વ ઉદ્યોગ, ખાણ અને ખનીજ મંત્રી તથા ભાજપના નેતા શ્રી રોહિત પટેલનું દુઃખદ અવસાન થયું છે. ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીમાં આઠે આઠ બેઠકો પર જીત મેળવવાની ભાજપની ઝળહળતી સફળતાની ઘડીએ જ ભાજપ માટે એક સિનિયર નેતા તથા ભૂતપૂર્વ પ્રધાનના અવસાનની દુઃખદ ઘટના બની છે.