George Soros
Spread the love

જ્યોર્જ સોરોસ (George Soros) સાથે જોડાયેલી કંપની ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને હ્યુમન રાઇટ્સ વોચ જેવા એનજીઓ (NGO) ના પરિસરમાં દરોડા પાડ્યા હતા. ઓપન સોસાયટી ફાઉન્ડેશન (OSF) તરફથી કથિત ગેરકાયદેસર વિદેશી ભંડોળના આરોપોની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપની જ્યોર્જ સોરોસ (George Soros) સાથે જોડાયેલી છે, જેના પર ભાજપ સતત ફંડિંગનો આરોપ લગાવી રહ્યું છે.

EDએ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને હ્યુમન રાઈટ્સ વોચ સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પાડ્યા છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ (હવે બંધ છે) અને હ્યુમન રાઈટ્સ વોચ પર ઓપન સોસાયટી ફાઉન્ડેશન (OSF) પાસેથી ફંડિંગ લેવાના આરોપમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. ED એ FEMA હેઠળ લાભાર્થીઓની તપાસ કરી રહી છે. EDએ એક સાથે ત્રણ કંપનીઓ પર દરોડા પાડ્યા છે. EDએ જે સંસ્થાઓ પર દરોડા પાડ્યા છે તે તમામ જ્યોર્જ સોરોસ (George Soros) સાથે સંબંધિત છે. તેમના પર વિદેશી ફંડિંગનો આરોપ છે.

સૂત્રોનું માનીએ તો આ દરોડા પાછળનું સાચું કારણ ગેરકાયદેસર ફંડિંગ સાથે સંકળાયેલું હોવાનું કહેવાય છે. સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે જ્યારે ઈડીએ ઈસીઆઈઆર દાખલ કરી છે. એજન્સીએ એમ્નેસ્ટી અને હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના ભૂતપૂર્વ વર્તમાન કર્મચારીઓના ઘરોની પણ તલાશી લીધી હતી.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે વર્ષ 2020માં જ ભારતમાં તેની પ્રવૃત્તિઓ બંધ કરી દીધી હતી. ગેરકાયદેસર વિદેશી ભંડોળના આરોપોને કારણે સંસ્થાના બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

શું છે આરોપ?

ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોમાંથી છુટકારો મેળવવા માટે, OSF એ ભારતમાં પેટાકંપનીઓ બનાવી અને FDI અને કન્સલ્ટન્સી ફીના રૂપમાં નાણાં ભારતમાં લાવવામાં આવ્યા. આ નાણાંનો ઉપયોગ એનજીઓની પ્રવૃત્તિઓ માટે ફંડિંગ માટે કરવામાં આવ્યો હતો, જે ફેમા કાયદાનું ઉલ્લંઘન છે. આ જ કારણે સમગ્ર મામલામાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

જ્યોર્જ સોરોસ (George Soros) અંગે ઘણા આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો

92 વર્ષના જ્યોર્જ સોરોસ (George Soros) વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક છે. થોડા સમય પહેલા સુધી તેઓ ભારતીય રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતા. સંસદમાં પણ આ અંગે ઘણી વખત હોબાળો થયો હતો. સોરોસે ભારતમાં પીએમ મોદી ઉપર નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પણ નિશાન સાધ્યું હતું. ભાજપે ઘણી વખત કોંગ્રેસ પર સોરોસ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે.

બીજેપી આરોપ લગાવી રહી છે કે સોનિયા ગાંધી ફોરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક (FDL-AP) નામના સંગઠન સાથે સંકળાયેલા છે, જેને અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, એટલું જ નહીં, આ સંગઠન કાશ્મીરને ભારતથી અલગ કરવાની માંગ કરે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *