Congress
Spread the love

કોંગ્રેસના (Congress) નેતાઓના વિવાદીત વક્તવ્ય બંધ નથી થઈ રહ્યા. રોબર્ટ વાડ્રા, દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી, મણિશંકર ઐયર વગેરે બાદ હવે વારો પંજાબના ભુતપૂર્વ મુખ્યમંત્રીનો આવ્યો છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પુલવામા હુમલા પછી ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આવી કોઈ સ્ટ્રાઈક ક્યારેય થઈ જ નહોતી. આજ સુધી હું આ સર્જિકલ સ્ટ્રાઈકના (Surgical Strike) પુરાવા માંગી રહ્યો છું. આ અંગે ભાજપ તરફથી વળતો પ્રહાર થયો હતો.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત પાકિસ્તાન ઉપર બદલો લેવાની યોજના બનાવી રહ્યું છે. ત્યારે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કોંગ્રેસના (Congress) સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને એક નવા વિવાદને જન્મ આપ્યો છે.

ચન્નીએ કહ્યું કે જો આપણા દેશમાં બોમ્બ પડે તો આપણને ખબર પણ નહીં પડે. કોઈ સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) નહોતી થઈ. હું હજુ પણ સર્જિકલ સ્ટ્રાઈકના (Surgical Strike) પુરાવા માંગી રહ્યો છું. પુલવામા હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) ક્યાં થઈ? ભાજપે (BJP) આનો ઉત્તર આપતા કહ્યું કે કોંગ્રેસની (Congress) આદત છે તેઓ વારંવાર સેનાનું અપમાન કરે છે.

શું કહ્યું કોંગ્રેસ (Congress) નેતા ચન્નીએ?

2016 માં પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારતે પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આજે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક બાદ, પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જાલંધરના કોંગ્રેસના (Congress) સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, “જો અહીં બોમ્બ પડે તો આપણને ખબર પણ ન પડે? કહે છે કે પાકિસ્તાનમાં અમે સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરી દીધી, કશું નથી થયું, ક્યાંય નથી દેખાઈ સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike), કોઈને ખબર ન પડી.” ત્યાર બાદ પત્રકારે કશું પુછતા ચન્નીએ આગળ કહ્યું, પુરાવા ક્યાં છે? હું તો હંમેશા માંગતો રહ્યો છું.”

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચન્નીનું આ નિવેદન પહેલગામમાં આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) આતંકીઓએ 26 હિંદુ પ્રવાસીઓની તેમનો ધર્મ પુછીને કરેલી નિર્મમ, જધન્ય હત્યા બાદ આવ્યું છે. આ હુમલા બાદ કોંગ્રેસે (Congress) સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ ચન્નીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગીને વિવાદ ઉભો કર્યો છે.

કોંગ્રેસની (Congress) પાર્ટી લાઈન તેના જ નેતાઓ વારંવાર તોડી રહ્યા છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે કોંગ્રેસના (Congress) નેતાઓએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ, કર્ણાટકના મુખ્યમંત્રી અને મંત્રીઓએ પણ પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) અંગે કોંગ્રેસ (Congress) પાર્ટીને શરમજનક સ્થિતિમાં મૂકી હતી. ચન્નીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ (Congress) આતંકવાદ સામે સરકારની સાથે છે અને દેશની એકતા માટે ખડકની જેમ ઉભી છે. જોકે, સર્જિકલ સ્ટ્રાઈક પરનો તેમનો પ્રશ્ન કોંગ્રેસ પક્ષના સત્તાવાર વલણથી અલગ હતો.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પહેલાથી જ પાર્ટીના નેતાઓને નિવેદનો આપવાથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ તેમ છતાં, મોટા નેતાઓ હજુ પણ પાર્ટીને શરમજનક સ્થિતિમાં મુકી રહ્યા છે.

હોબાળો મચાવ્યા બાદ ચન્ની પોતાના નિવેદનથી પલટ્યા

સર્જિકલ સ્ટ્રાઈક પર ઉઠાવવામાં આવેલા પ્રશ્ન પર ચન્નીએ કહ્યું કે કોંગ્રેસ દરેક રીતે ખડકની જેમ સરકાર સાથે છે. સરકારે તેમનો પાણી અને અન્ય પુરવઠો બંધ કરવો જોઈએ, અમે સરકારની સાથે ઉભા છીએ. અમે કડક કાર્યવાહી ઈચ્છીએ છીએ અને માર્યા ગયેલા લોકોના પરિવારો ન્યાય ઈચ્છે છે. આજે સર્જિકલ સ્ટ્રાઈકની કોઈ વાત નથી. તેમજ કોઈ પુરાવા માંગવામાં આવ્યા નથી. માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારો ન્યાય ઈચ્છે છે.

સર્જિકલ સ્ટ્રાઈક ઈતિહાસનું સુવર્ણ પાનુ

18 સપ્ટેમ્બર 2016ના રોજ ઉરીમાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 19 ભારતીય સૈનિકો વીરગતિ પામ્યા હતા. આ આતંકી હુમલાના જવાબમાં 29 સપ્ટેમ્બર 2016 ના રોજ, ભારતીય સેનાએ પીઓકેમાં (POK) આતંકવાદી લોન્ચ પેડ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતીય સેનાએ 7 આતંકવાદી લોન્ચપેડ ઉડાવી દીધા હતા. ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કુલ 38 આતંકવાદીઓનો આ સર્જિકલ સ્ટ્રાઈકમાં ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

3 thoughts on “કોંગ્રેસના (Congress) ભૂતપૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીનું વિવાદાસ્પદ નિવેદન: ‘કોઈ સર્જિકલ સ્ટ્રાઈક નથી થઈ, હું આજે પણ પુરાવા માંગી રહ્યો છું…’”
  1. […] સીએમ ડૉ. હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi) પર મોટો આરોપ […]

  2. […] કોંગ્રેસ સેન્ટરને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના કાર્યાલય તરીકે વર્ણવીને […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *