રાહુલ ગાંધી
Spread the love

23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતી વખતે વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ FIR દક્ષિણ કોલકાતાના ભવાનીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર કરેલી પોસ્ટમાં નેતાજીના મૃત્યુની તારીખનો ઉલ્લેખ કરવાને કારણે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા કરવામાં આવી છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ દક્ષિણ કોલકાતાના એલ્ગિન રોડ પર નેતાજીના પૈતૃક ઘર પાસે પ્રદર્શન કર્યું હતું. તેમણે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટની સામગ્રી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

રાહુલ ગાંધી પર લગાવાયા ગંભીર આરોપ

અખિલ ભારતીય હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રચુડ ગોસ્વામીએ કહ્યું કે જેણે પહેલા નેતાજીને કોંગ્રેસ છોડવા અને બાદમાં દેશ છોડવા મજબૂર કર્યા હતા એ જ વારસાને રાહુલ ગાંધી આગળ વધારી રહ્યા છે. ગોસ્વામીએ આરોપ લગાવ્યો કે રાહુલ અને તેમના પરિવારે હંમેશા ભારતના લોકોની યાદોમાંથી નેતાજીની યાદોને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે અને આ વખતે પણ તેમણે નેતાજી વિશે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું, “ભારતના લોકો તેમને સજા કરશે અને અમે હંમેશા નેતાજી વિશે ખોટી માહિતી આપવાનો વિરોધ કરીશું.”

રાહુલ ગાંધીએ શું કર્યું?

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટ કરી હતી જેમાં પોસ્ટરમાં નેતાજીના મૃત્યુની તારીખ 18 ઓગસ્ટ 1945 આપી હતી. આ એ જ તારીખ છે જ્યારે તાઈહોકુ (જે હવે તાઈપેઈમાં છે) માં નેતાજીનું વિમાન ક્રેશ થયું હતું. જો કે, નેતાજીના અવસાનની ચોક્કસ તારીખની ક્યારેય પુષ્ટિ થઈ નથી અને તેમના ગુમ થયા પછી રચાયેલા કમિશને પણ તેની પુષ્ટિ કરી નહોતી.

નેતાજીએ કોંગ્રેસ છોડ્યા બાદ જે રાજકીય પક્ષની રચના કરી હતી તે ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક દ્વારા પણ રાહુલની આ પોસ્ટની ટીકા કરવામાં આવી હતી તેમજ પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપે પણ આ પોસ્ટ બદલ રાહુલ ગાંધીની ટીકા કરી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ, સુભાષચંદ્ર બોઝના પોસ્ટરને લઈને કોલકાતામાં કરવામાં આવ્યો કેસ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *