BKU ના ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું (Rakesh Tikait) માથું કાપી નાખનાર વ્યક્તિને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ પ્રકારની જાહેરાત કરતો એક વિડીયો અમિત ચૌધરી નામના વ્યક્તિએ જાહેર કર્યો હતો. આ કેસમાં પોલીસે અમિત ચૌધરી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો

ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા અને ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો એવા રાકેશ ટિકૈતનું (Rakesh Tikait) માથું કાપીને હત્યા કરવાની પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં કરતા કહ્યું હતું કે કાલે રાકેશ ટિકૈતનું (Rakesh Tikait) માથું કાપી નાખનાર વ્યક્તિને ઈનામ આપવામાં આવશે. વાયરલ પોસ્ટ બાદ, ખેડૂત નેતાના સમર્થકોએ મુઝફ્ફરનગર અને મેરઠમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ કેસમાં અમિત ચૌધરી વિરુદ્ધ મુઝફ્ફરનગરના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સ્ટેશન હાઉસ ઓફિસર આશુતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે વાયરલ વીડિયોમાં આરોપીએ ટિકૈતનું માથું કાપી નાખવા બદલ 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું.
BKU ના સમર્થકોએ કર્યા વિરોધ પ્રદર્શન
બીકેયુ (BKU) ના મુઝફ્ફરનગર જિલ્લા પ્રમુખ નવીન રાઠીના નેતૃત્વમાં સેંકડો પ્રદર્શનકારીઓએ અમિત ચૌધરી સામે તાત્કાલિક પોલીસ કાર્યવાહીની માંગ કરી. નવીને કહ્યું કે તેમણે આરોપી વિરુદ્ધ FIR નોંધાવી છે.
राकेश टिकैत का सिर काटने की धमकी, पांच लाख के इनाम का किया ऐलान#RakeshTikait #threatshttps://t.co/wmtgty2NWa
— India TV (@indiatvnews) May 19, 2025
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો
મેરઠમાં, બીકેયુ (BKU) કાર્યકરોએ ચૌધરી વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે જાની પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. બીકેયુ (BKU) મેરઠ જિલ્લા પ્રમુખ અનુરાગ ચૌધરીએ ટ્રેક્ટર-ટ્રોલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને પોલીસ સ્ટેશન પરિસરમાં ધરણા કર્યા હતા.

બંને જિલ્લાની પોલીસે FIR દાખલ કરવા અંગે માહિતી આપી છે, પરંતુ આરોપીઓ વિશે સંપૂર્ણ માહિતી આપી નથી. ઉપરાંત, તે વ્યક્તિએ રકેશ ટિકૈત (Rakesh Tikait) વિરુદ્ધ આવું નિવેદન કેમ આપ્યું તેની પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું કે આ અંગે તપાસ ચાલી રહી છે. એક વીડિયોમાં, અમિત ચૌધરીએ રાકેશ ટિકૈતને દેશદ્રોહી અને આતંકવાદી કહ્યા હતા અને તેમનું માથું કાપી નાખનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો