બંગાળના રાજ્યપાલે (Governor) 8 મહિના જૂના કેસને લઈને મમતા બેનર્જી Mamata Banerjee) ને માનહાનિની નોટિસ ફટકારી છે. રાજ્યપાલે (Governor) કહ્યું છે કે જૂન 2024માં તેમના પર લગાવેલા આરોપો માટે મમતા બેનર્જીએ માફી માંગવી જોઈએ, નહીં તો 11 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.
#BreakingNews | पश्चिम बंगाल की सीएम ममता बनर्जी को मानहानि का नोटिस
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) February 12, 2025
▶️राज्यपाल सी वी आनंदबोस ने 11 करोड़ का मानहानि नोटिस भेजा#WestBengal #MamataBanerjee #Governor #DefamationCase #TV9Card pic.twitter.com/gkYweaY24L
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને રાજ્યપાલ (Governor) વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનર્જી, કુણાલ ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસના બે ધારાસભ્યોને માનહાનિની નોટિસ પાઠવી છે. બોસે પાઠવેલી નોટિસમાં તમામ નેતાઓને કહેવામાં આવ્યું છે કે તમે રાજ્યપાલને બદનામ કર્યા છે. જો આ અંગે તાત્કાલિક માફી નહીં માંગવામાં આવે તો 11-11 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો ફટકારવામાં આવશે.

આ નોટિસ તૃણમૂલના નવા ચૂંટાયેલા ધારાસભ્ય સાયંતિકા બેનર્જી અને રાયત હુસૈન સરકારને મોકલવામાં આવી છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજ્યપાલે (Governor) મુખ્યમંત્રી અને ધારાસભ્યોને માનહાનિની નોટિસ પાઠવી છે.
રાજ્યપાલે (Governor) કેમ પાઠવી નોટિસ?
મે 2024 માં, બંગાળની 2 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં સાયંતિકા બેનર્જી બારાનગર બેઠક પરથી અને રાયત સરકાર ભગવાન ગોલા બેઠક પરથી જીત્યા હતા. બંને ધારાસભ્યોના શપથ ગ્રહણને લઈને સમસ્યા સર્જાઈ હતી. રાજ્યપાલે વિધાનસભાના અધ્યક્ષને શપથ લેવાની સત્તા આપી ન હતી. રાજ્યપાલે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરે બંનેને શપથ લેવડાવવા જોઈએ.

મમતા બેનર્જીની ગંભીર ટીપ્પણી
બંને ધારાસભ્યોએ રાજભવન જઈને શપથ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ધારાસભ્યોએ કહ્યું કે રાજભવન સુરક્ષિત નથી. જ્યારે સમગ્ર ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ત્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજભવન વિશે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે રાજભવનમાં મહિલાઓ સુરક્ષિત નથી.
જો કે કોલકાતા હાઈકોર્ટે મમતાને રાજભવન અંગે આવી ટિપ્પણી ન કરવા જણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના દરમિયાન બંને ધારાસભ્યોએ રાજ્યપાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના માટે હવે લીગલ નોટિસ મોકલવામાં આવી છે.
11-11 કરોડની નોટિસ પર સવાલ
રાજ્યપાલ (Governor) સીવી બોઝ દ્વારા પાઠવવામાં આવેલી બદનક્ષીની નોટિસમાં પ્રત્યેકને 11 કરોડ રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે સાયંતિકા બેનર્જીની કુલ સંપત્તિ 45 લાખ રૂપિયા અને રાયત હુસૈન સરકારની કુલ સંપત્તિ 3 કરોડ રૂપિયા છે. સાયંતિકા બંગાળી ફિલ્મ અભિનેત્રી છે, જ્યારે સરકારે તેની રાજકીય કારકિર્દી તૃણમૂલ કોંગ્રેસમાંથી શરૂ કરી હતી.
જ્યારે મમતા બેનર્જીની કુલ સંપત્તિ 16 લાખ રૂપિયા છે. મમતાએ તાજેતરમાં જ આ વાતનો ખુલાસો કર્યો હતો.