સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી (Abu Azami) એ ઔરંગઝેબ પર પોતાના વલણને લઈને ભારે વિરોધ થતા પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે.
સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમી (Abu Azami) એ ઔરંગઝેબ પરના તેમના સ્ટેન્ડ બાદ થયેલા હોબાળા પર સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે જો તેમના નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો અને નિવેદન પાછું લઉં છું. જોકે પોતાના નિવેદનને પાછું લેતા અબુ આઝમીને અડતાલીસ કલાક લાગ્યા છે.

અબુ આઝમી (Abu Azami) એ નિવેદન પરત ખેંચ્યું
અબુ આઝમી (Abu Azami) એ કહ્યું, ‘મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. ઔરંગઝેબ રહેમતુલ્લા અલી વિશે ઇતિહાસકારો અને લેખકોએ જે કહ્યું છે તે મેં કહ્યું છે. મેં છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે અન્ય કોઈ મહાપુરુષો વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નથી. પરંતુ તેમ છતાં, જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો, મારું નિવેદન પાછું લઉં છું. આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે અને મને લાગે છે કે તેના કારણે મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર બંધ કરીને મહારાષ્ટ્રની જનતાને નુકસાન થઈ રહ્યું છે.
#WATCH | Mumbai: Samajwadi Party MLA Abu Azmi clarifies and addresses the uproar that erupted after his stand on Aurangzeb.
— ANI (@ANI) March 4, 2025
Says, "My words have been twisted. I have said what historians and writers have said about Aurangzeb Rahmatullah Alaih. I have not made any derogatory… pic.twitter.com/7SRTmymJDx
શું કહ્યું હતું અબુ આઝમીએ?
અબુ આઝમી (Abu Azami) મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છે. સોમવારે તેમણે કહ્યું- “ખોટો ઈતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણા મંદિરો બનાવ્યા. ઔરંગઝેબ કોઈ ક્રૂર શાસક નહોતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બનારસમાં જ્યારે તેના સેનાપતિએ પંડિતની પુત્રી સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઔરંગઝેબે તે કમાન્ડરને બે હાથીઓ વચ્ચે બાંધીને મારી નાખ્યો હતો. પાછળથી તે પંડિતોએ ઔરંગઝેબ માટે મસ્જિદ બનાવી અને ભેટ આપી હતી. તે એક સારો પ્રશાસક હતા, તેણે જે પણ કર્યું તે યોગ્ય હતું. જો બીજો કોઈ રાજા હોત તો તેણે પણ આવું જ કર્યું હોત.”

અબુ આઝમીએ એમ પણ કહ્યું હતું – “ઔરંગઝેબના શાસન દરમિયાન, ભારતની જીડીપી 24% હતી અને દેશ “સોને કી ચિડીયા” હતો. ઔરંગઝેબ તેના માટે ખોટો ન હતો. તેણે ઘણા મંદિરો પણ બનાવ્યા હતા. ઇતિહાસમાં ઘણી ખોટી વાતો કહેવામાં આવી છે.”