આમ આદમી પાર્ટી
Spread the love

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે અને ટિકિટ ન મળી હોય એવા નેતાઓમાંથી વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. હરિ નગર વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજકુમારી ધિલ્લોને પોતાની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેમને કંઈપણ કહ્યા વિના તેમની ટિકિટ રદ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના નેતા રાજકુમારી ધિલ્લોન હરિનગર મતવિસ્તારના નિવર્તમાન ધારાસભ્ય છે. રાજકુમારી ધિલ્લોનને 15 ડિસેમ્બરે હરિ નગર મતવિસ્તારમાંથી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી હતા અને 15 જાન્યુઆરીએ તેમની ટિકીટ કાપીને તેમના સ્થાને સુરિન્દર સેટિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

રાજકુમારી ધિલ્લોનનું નિવેદન

આમ આદમી પાર્ટીના નેતા રાજકુમારી ધિલ્લોને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મને 15 ડિસેમ્બરે ટિકિટ આપવામાં આવી હતી, જેના પછી તરત જ મેં પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, પછી મને ફોન આવ્યો કે મને હરિનગર મતવિસ્તારમાંથી મને બદલીને સુરિન્દર સેતિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.”

તેમણે કહ્યું કે તેમણે પાર્ટી માટે સખત મહેનત કરી હતી પરંતુ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કર્યા વગર તેમને બદલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “મેં હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. મને મારું મન સ્વચ્છ કરવા માટે થોડો સમય જોઈએ છે. પરંતુ હું જનતા દ્વારા સૂચવવામાં આવેલા માર્ગને અનુસરીશ.” જોકે, બાદમાં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

રાજકુમારી ધિલ્લોને સોશ્યલ મીડિયા ઉપર કરી પોસ્ટ

અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ રાજકુમારીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર પોસ્ટ કરતા લખ્યું કે, “અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. જ્યારે સીતા રડી, ત્યારે લંકા ભસ્મ થઈ ગઈ, જ્યારે દ્રૌપદી રડી, ત્યારે કૌરવોનો નાશ થયો. આજે હરિનગરની ફોઈ રડે છે, અને હવે તમારો વિનાશ નિશ્ચિત છે, કેજરીવાલ! છેલ્લી ઘડીએ મારી ટિકિટ રદ્દ કરીને કેજરીવાલ સરકારે માત્ર મને જ નહીં પરંતુ હરિનગર વિધાનસભાની સમગ્ર જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

આ માત્ર મારી લડાઈ નથી, આ દરેક મહિલાની લડાઈ છે જેને ભ્રષ્ટ રાજનીતિના કારણે અપમાન સહન કરવું પડે છે. આપ સૌ હરિનગર વિધાનસભા નિવાસીઓના આદેશને માન આપીને આજે મેં અપક્ષ ઉમેદવાર તરીકે મારું નામાંકન ભર્યું છે. હવે જનતા એક મહિલાના અપમાનનો બદલો લેશે અને આ લડાઈ માત્ર મારી નથી પરંતુ સમગ્ર હરિનગર વિધાનસભાની છે. તમારા આશીર્વાદ અને સમર્થન મારી શક્તિ છે. હવે નિર્ણય જનતાના હાથમાં છે. કામ પહેચાન હૈ, રાજકુમારી ધિલ્લોન નામ હૈ.” તેમણે એમ પણ કહ્યું કે તેમને ચૂંટણી ચિન્હ મળવાનું બાકી છે.

તજિન્દર બગ્ગાને હરાવીને ધિલ્લોન ધારાસભ્ય બન્યા હતા

2020 ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધિલ્લોન હરિ નગર મતવિસ્તારમાંથી મના નજીકના હરીફ ભાજપના તજિન્દર બગ્ગાને હરાવીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આમ આદમી પાર્ટીએ નરેલા સીટ પર દિનેશ ભારદ્વાજના સ્થાને નિવર્તમાન ધારાસભ્ય શરદ ચૌહાણને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ અગાઉ દાવો કર્યો હતો કે ચૂંટણી પ્રચાર અને મળેલા ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે ઉમેદવારોની સંભાવનાઓને જોઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *