Spread the love

બાંગ્લાદેશમાં હિંદુ સહિત અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયને શેખ ખાલિદા ઝીયાના પદભ્રષ્ટ થયા બાદ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ સાથે થઈ રહેલી અમાનવીય હિંસા અને અત્યાચારોનો પડઘો બ્રિટનની સંસદમાં સાંભળવા મળ્યો હતો. બ્રિટનની સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત ચાલી રહેલી અમાનવીય હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુ ઘરો અને મંદિરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.

ઈસ્કોન પર પ્રતિબધં લગાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યાંની વચગાળાની સરકાર આ મુદ્દે કોઈ નક્કર પગલાં લઈ રહી નથી. આવી સ્થિતિમાં ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાની જવાબદારી બ્રિટનની છે. આ સવાલ પર બ્રિટનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું કે સરકાર આ મુદ્દા પર નજર રાખી રહી છે.

બ્રિટિશ સંસદ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ ઉપર થઈ રહેલા આત્યાચારનો મુદ્દો ઉઠ્યો હતો. બ્રિટનની સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત ચાલી રહેલી અમાનવીય હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુ ઘરો અને મંદિરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.

બોબ બ્લેકમેને કહ્યું, ઈસ્કોન મંદિર ભક્તિવેદાંતનો પ્રચાર કરે છે અને આ દેશમાં સૌથી મોટુ હિંદુ મંદિર છે. બાંગ્લાદેશમાં તેના અધ્યાત્મિક ગુરુની ધરપકડ કરી લેવામાં આવી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર આત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. તેમના ઘરોને આગ લગાવાઈ રહી છે, તેમની હત્યાઓ કરવામાં આવી રહી છે. તેમના મંદિરોને સળગાવવામાં આવી રહ્યા છે. આજ એક પ્રયાસ કરવામાં આવ્યો કે બાંગ્લાદેશ હાઈકોર્ટ ઈસ્કોન ઉપર દેશમાં પ્રતિબંધ લગાવવાનો નિર્ણય આપે. આ હિન્દુઓ ઉપર સીધો હુમલો છે..

બ્રિટિશ સરકારના નિવેદનની માંગ કરવામાં આવી

બ્લેકમેને કહ્યું, ‘હવે આપણી જવાબદારી છે આપણે બાંગ્લાદેશને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવ્યુ છે. ત્યાંની સરકારમાં જે કોઈ પણ પરિવર્તન થયું હોય પરંતુ જે પ્રકારે ધાર્મિક લઘુમતીઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તે ન જ ચલાવી લેવાય. હમણાં આપણી સમક્ષ માત્ર FCDO નું જ લિખિત નિવેદન છે. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે તરફ વિશ્વનું ધ્યાન ખેંચી શકાય તે માટે હાઉસ ઓફ કોમન્સના નેતા એવું નિવેદન આપી શકે છે.

વિદેશ પ્રધાને કહ્યું, અમારી નજર છે

આ મુદ્દે હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પૉવેલે કહ્યું, આ મુદ્દાઓને ઉજાગર કરવા માટે બોબ બ્લેકમેનનું આ પગલું તદ્દન યોગ્ય છે. આપણે દરેક જગ્યાએ ધર્મ,  આસ્થાની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ, જેમાં બાંગ્લાદેશ પણ સામેલ છે. હું નિશ્ચિત રૂપે વિદેશ મંત્રાલયને આ બાબત ઉપર ધ્યાન આપવા કહીશ કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ થઈ રહ્યા છે એ વિશે આપણે શું કરી શકીએ છીએ.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “World: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા અને અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગાજ્યો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *