Viral Video
Spread the love

Viral Video: પતિ પર ક્રૂરતાનો નવો એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હજુ મેરઠમાં સૌરભ રાજપુત ડ્રમ હત્યા કાંડના પડઘા શમ્યા નથી, પતિ સમુદાય ડરી ગયેલો દેખાઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જમાં ઘરના દરેક ખૂણામાં છુપાયેલા ડ્રમ્સનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને સિમેન્ટની થેલીઓ પણ ઘરની બહાર કાઢવામાં આવી રહી છે. જોકે વાદળી ડ્રમનો ડર પતિઓને સતાવી રહ્યો છે.

પત્ની બળવાન પતિ લાચાર?

બ્લ્યુ ડ્રમ પત્ની માટે એક નવું હથિયાર આપતું રહ્યુ છે એવું સોશિયલ મીડિયા યુઝર્સના અભિપ્રાય આવી રહ્યા છે. જે રીતે પતિ ઉપર પત્નીઓના માર મારતા વિડીઓ વાયરલ થઈ રહ્યા છે તે જોતા નેટિઝન્સ કહી રહ્યા છે કે પતિઓ સંપૂર્ણપણે લાચાર બની ગયા છે. હાલમાં જે વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે તે ઉત્તરપ્રદેશના ગોંડાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. વિડીયોમાં એક પત્ની તેના પતિને વાઇપરથી મારતી જોવા મળી રહી છે. આ વીડિયો ઘરની બહારનો છે તેવુ સ્પષ્ટ જણાય છે. પતિ-પત્ની વચ્ચે કયા કારણથી ઝગડો છે, શા માટે લડી રહ્યા છે તે ખબર નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિને મારતા પહેલા પત્નીએ તેને વાદળી ડ્રમ અને સિમેન્ટ બતાવીને ધમકી આપી હતી.

વાયરલ વીડિયોમાં (Viral Video) એવું શું છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા CCTV ફૂટેજ UPના ગોંડાના હોવાનું કહેવાય છે. વીડિયોની (Viral Video) શરૂઆતમાં, એક પતિ તેના ઘરની બહાર ચૂપચાપ ઊભો જોવા મળે છે. આ દરમિયાન, પત્ની ઘરની અંદરથી વાઈપર લઈને બહાર આવે છે અને પતિ પર હુમલો કરી દે છે. પતિ કઈ સમજે ત્યાં સુધીમાં તેણે બે વાર વાઈપરનો સ્વાદ ચાખ્યો. આ પછી પત્ની તેના પતિ પર જોરથી ચીસો પાડવા લાગે છે. પીડિત પતિનું નામ ધર્મેન્દ્ર હોવાનું કહેવાય છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેની પત્નીએ તેને વાદળી ડ્રમ અને સિમેન્ટ બતાવ્યું અને તેની હાલત મેરઠના સૌરભ જેવી કરવાની ધમકી પણ આપી.

યુઝર્સની પ્રતિક્રિયાઓ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, @gharkekalesh નામના X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો 23 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકોએ તેના પર ટિપ્પણીઓ પણ કરી છે. વીડિયો જોયા પછી, યુઝર્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, પ્રભુ કૃપા કરીને પતિઓને બચાવો નહીંતર જીવન ચક્ર જોખમમાં મુકાઈ જશે અને કોઈ પણ પુરુષ લગ્ન નહીં કરે. બીજા એક યુઝરે લખ્યું, ભાઈ, વાદળી ડ્રમે તેમને એક નવું હથિયાર આપ્યું છે અને પુરુષ સમાજને લાચાર બનાવી દીધો છે. ત્યારે બીજા એક યુઝરે લખ્યું, હવે મને છોકરીઓના નામથી જ ડર લાગવા લાગ્યો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Viral Video: ડ્રમ કાંડ બાદ વાઈપર કાંડ: પતિને વાઈપરથી ફટકારતી પત્નીનો વિડીયો વાયરલ, જુઓ વિડીયો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *